આ વર્ષે કરવા ચોથના દિવસે 4 રાજયોગ સહિત લગભગ અડધો ડઝન શુભ યોગ બની રહ્યા છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે આ પહેલાં કરવા ચોથના દિવસે આટલાં શુભ યોગ છેલ્લાં 100 વર્ષમાં બન્યાં નથી. 4 નવેમ્બર, બુધવારે કરવા ચોથ એટલે સૌભાગ્ય પર્વમાં શિવ, અમૃત અને સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યાં છે. ત્યાં જ, શંખ, ગજકેસરી, હંસ અને દીર્ઘાયુ નામના રાજયોગ પણ બની રહ્યાં છે.
કરવા ચોથના દિવસે જ્યારે ચંદ્ર અને પતિની પૂજા કરવામાં આવશે તે દરમિયાન ગોચર કુંડળીમાં બૃહસ્પતિ લગ્નજીવનના ભાવમાં પોતાની જ રાશિ સાથે રહેશે. આ સ્થિતિ સૌભાગ્ય વધારનારી રહેશે. જેના કારણે આ પર્વ વધારે શુભ બની જશે.
ચોથ અને બુધવારનો સંયોગઃ-
આ વખતે સૌભાગ્ય પર્વ ઉપર બુધવાર અને ચોથના સંયોગમાં થતી ગણેશ પૂજાનું ફળ વધી જશે. આ વખતે કરવા ચોથ વ્રત મૃગશિરા નક્ષત્રમાં કરવામાં આવી રહ્યું છે. આ નક્ષત્રનો સ્વામી મંગળ હોવાથી આ વ્રત સમૃદ્ધિ વધારનાર રહેશે. આ દિવસે સૂર્યોદય અને ચંદ્રોદય ચોથ તિથિમાં થશે. છેલ્લાં થોડાં વર્ષોમાં અનેકવાર એવું થયું છે કે, જ્યારે ચોથ તિથિ 2 દિવસ સુધી રહી અને વ્રતને લઇને અસમંજસની સ્થિતિ બની, પરંતુ આ વખતે એવું થશે નહીં.
શુભ સંયોગની અસરઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે કરવા ચોથના દિવસે તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહોનો મહાસંયોગ બનવાથી વ્રત અને પૂજાનું પૂર્ણ ફળ મળશે. જેથી સૌભાગ્ય સાથે સમૃદ્ધિ પણ વધશે. આ કરવા ચોથ વ્રતથી પતિ-પત્નીમાં પ્રેમ વધશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધશે. શુભ સંયોગમાં પૂજા થવાથી મહિલાઓને રોગ અને શોકથી છુટકારો મળી શકે છે. આટલાં બધા શુભ સંયોગ હોવાથી આ પર્વ મનોકામનાઓ પૂર્ણ કરનાર રહેશે.
મહાભારત કાળથી આ પરંપરા ચાલી રહી છેઃ-
હિંદુ કેલેન્ડરનો સાતમો મહિનો આસો હોય છે. પુરાણોમાં આ મહિના માટે ઉલ્લેખવામાં આવ્યું છે કે, આ મહિનો સૌભાગ્ય અને સમૃદ્ધિ વધારનાર છે. આ મહિનાના વદ પક્ષના ચોથા દિવસે કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે મહાભારત કાળથી આ વ્રત કરવામાં આવી રહ્યું છે. કૃષ્ણના કહેવાથી દ્રૌપદીએ અર્જુન માટે આ વ્રત કર્યું હતું.
આ પણ વાંચોઃ-
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.