18 થી 24 ઓક્ટોબરનું પંચાંગ:આ સપ્તાહ આસો મહિનાનું વદ પક્ષ શરૂ થશે, આ દિવસોમાં શરદ પૂનમ અને કરવા ચોથ પણ આવશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સપ્તાહ બુધ અને ગુરુ માર્ગી થશે; તુલા રાશિમાં મંગળ ગ્રહનો પ્રવેશ થશે, ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 4 શુભ મુહૂર્ત પણ રહેશે

ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં આસો મહિનાનું સુદ પક્ષ પૂર્ણ થશે અને કારતક મહિનાની શરૂઆત થઈ જશે. આ સપ્તાહ 2 મોટા વ્રત રહેશે. આ સપ્તાહ બુધવારે આસો પૂર્ણિમા એટલે શરદ પૂનમ ઉત્સવ ઊજવવામાં આવશે. આ દિવસે કોજાગર વ્રત પણ કરવામાં આવશે. વર્ષનું આ એક એવું પર્વ હોય છે, જે દિવસે ઇન્દ્ર અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ પૂર્ણિમાએ તીર્થ સ્નાન અને દાન કરવાની પરંપરા છે. આ શરદ ઋતુની પૂનમ હોવાથી આ રાતે ચંદ્રના પ્રકાશમાં ખીર રાખીને બીજા દિવસે તેનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે.

માન્યતા છે કે આ રાતે ચંદ્રના પ્રકાશમાં અમૃત હોય છે. તેના 3 દિવસ પછી કરવા ચોથ વ્રત કરવામાં આવશે. આ પરણિતાઓનો મહાપર્વ હોય છે. આ દિવસે મહિલાઓ અખંડ સૌભાગ્યની કામના સાથે પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે અને ચંદ્રની પૂજા કરે છે. જ્યોતિષની દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. કેમ કે, આ દિવસોમાં બુધ અને ગુરુની ચાલમાં ફેરફાર થશે. ત્યાં જ, મંગળ રાશિ બદલીને તુલામાં આવી જશે. આ સપ્તાહ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 4 શુભ મુહૂર્ત પણ રહેશે.

18 થી 24 ઓક્ટોબર સુધીનું પંચાંગ-

18 ઓક્ટોબર, સોમવારઆસો સુદ પક્ષ- તેરસ
19 ઓક્ટોબર, મંગળવારઆસો સુદ પક્ષ- ચૌદશ
20 ઓક્ટોબર, બુધવારઆસો સુદ પક્ષ- પૂનમશરદ પૂનમ
21 ઓક્ટોબર, ગુરુવારઆસો વદ પક્ષ- એકમ
22 ઓક્ટોબર, શુક્રવારઆસો વદ પક્ષ- બીજ
23 ઓક્ટોબર, શનિવારઆસો વદ પક્ષ- ત્રીજ
24 ઓક્ટોબર, રવિવારઆસો વદ પક્ષ- ચોથકરવા ચોથ

જ્યોતિષયની દૃષ્ટિએ આ સપ્તાહ-

18 ઓક્ટોબર, સોમવારરવિયોગ, ગુરુ માર્ગી, મકર રાશિમાં
19 ઓક્ટોબર, મંગળવારરવિયોગ, સર્વાર્થસિદ્ધિ યોગ
21 ઓક્ટોબર, ગુરુવારસર્વાર્થસિદ્ધિ યોગ, મંગળનું રાશિ પરિવર્તન
23 ઓક્ટોબર, શનિવારસર્વાર્થસિદ્ધિ યોગ