તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Jyotishi Guru Tara Asta 2021 Dos And Donts; Hindu Pre And Post Wedding Rituals, Marriage, Griha Pravesh And Other Ritual Manglik Kam

ગ્રહ-ગોચર:19 જાન્યુઆરીએ ગુરુ ગ્રહ અસ્ત થશે, વસંત પંચમી સુધી લગ્ન અને ગૃહ પ્રવેશ જેવાં માંગલિક કામ થઇ શકશે નહીં

8 મહિનો પહેલા
  • જ્યોતિષીય ગણના પ્રમાણે ગુરુ ગ્રહ જ્યારે સૂર્યની આગળ કે પાછળ લગભગ 11 ડિગ્રીએ રહે છે ત્યારે તે અસ્ત માનવામાં આવે છે

19 જાન્યુઆરીએ ગુરુ ગ્રહ અસ્ત થઈ જશે. જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે આ ગ્રહના અસ્ત થઇ જવાથી લગ્ન, ગૃહ પ્રવેશ જેવા તમામ માંગલિક કાર્યો વર્જિત રહેશે. જ્યોતિષીય ગણતરી પ્રમાણે ગુરુ ગ્રહ જ્યારે સૂર્યની આગળ કે પાછળ લગભગ 11 ડિગ્રીએ રહે છે ત્યારે તે અસ્ત માનવામાં આવે છે. દેવગુરુ બૃહસ્પતિ ધર્મ અને માંગલિક કાર્યોનો કારક ગ્રહ છે. એટલે ગુરુ તારો અસ્ત થવાથી માંગલિક કાર્યો કરી શકાતાં નથી.

આ વખતે 19 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ગુરુ ગ્રહ અસ્ત રહેશે. એટલે આ 28 દિવસો સુધી માંગલિક કાર્યો માટે મુહૂર્ત રહેશે નહીં. જોકે, 16 ફેબ્રુઆરીએ ગુરુના ઉદય થવાથી થોડી જ મિનિટો પછી શુક્ર અસ્ત થઇ જશે. આ કારણે એપ્રિલથી શુભ કાર્યોની શરૂઆત થશે. આ કારણે 18 જાન્યુઆરી પછી વર્ષનું બીજું લગ્ન મુહૂર્ત 22 એપ્રિલના રોજ રહેશે.

સૂર્યના રાશિ પરિવર્તનથી ગુરુ તારો અસ્ત રહેશે
કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે 14 જાન્યુઆરીએ સવારે લગભગ સાડા 8 વાગ્યે સૂર્ય મકર રાશિમાં આવ્યો. આ રાશિમાં પહેલાંથી જ બૃહસ્પતિ સ્થિત છે. સૂર્યના રાશિ બદલવાના 4 દિવસ પછી એટલે 19 જાન્યુઆરીએ બૃહસ્પતિ અસ્ત થઇ જશે. સૂર્ય 12 ફેબ્રુઆરીએ ગુરુની રાશિ છોડીને કુંભમાં પ્રવેશ કરી જશે. તેના 4 દિવસ એટલે વસંત પાંચમના દિવસે ગુરુ ગ્રહનો ઉદય થઇ જશે.

સૂર્ય-ગુરુના યોગમાં માંગલિક કાર્યો વર્જિત છે
વૈદિક જ્યોતિષમાં ગુરુને શુભ કાર્યોનો પ્રતિનિધિ ગ્રહ માનવામાં આવે છે. કાશી હિંદુ વિશ્વવિદ્યાલયના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સૂર્ય જ્યારે ગુરુની રાશિ ધન અને મીનમાં આવી જાય છે ત્યારે ગુરુનો પ્રભાવ ઓછો થઇ જાય છે. ત્યાં જ, શુભ કાર્યો દરમિયાન ગુરુનું પ્રભાવશાળી હોવું જરૂરી માનવામાં આવે છે. એટલે એક મહિના દરમિયાન શુભ કાર્યો વર્જિત રહે છે. ખાસ કરીને આ સમયે લગ્ન તો બિલકુલ થઇ શકતાં નથી. કેમ કે, લગ્ન માટે સૂર્ય અને ગુરુ બંનેની સ્થિતિ મજબૂત હોવી જોઇએ. સાથે જ, જ્યોતિષીઓ પ્રમાણે લગભગ 12 વર્ષમાં એકવાર જ્યારે ગુરુ ગ્રહ સૂર્યની રાશિ એટલે સિંહમાં આવી જાય છે ત્યારે માંગલિક કાર્યો કરવાથી બચવું જોઇએ.

આ વર્ષે લગ્નનાં 51 મુહૂર્ત, મે મહિનામાં સૌથી વધારે 15 દિવસ
પં. મિશ્રા પ્રમાણે આ વર્ષે લગ્ન માટે 18 જાન્યુઆરીએ પહેલું લગ્ન મુહૂર્ત છે. તે પછી 22 એપ્રિલથી મુહૂર્ત રહેશે. એપ્રિલમાં 8, મેમાં 15, જૂનમાં 9 અને જુલાઈમાં 5 દિવસ લગ્ન થઇ શકશે. તે પછી દેવશયન થવાથી આવતા 4 મહિના પછી નવેમ્બરમાં લગ્ન અને માંગલિક કાર્યોની શરૂઆત થઇ શકશે. આ વર્ષે નવેમ્બરમાં 7 અને ડિસેમ્બરમાં 6 દિવસ લગ્નનાં મુહૂર્ત રહેશે.

આ વર્ષના લગ્ન મુહૂર્ત