તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુ ગ્રહનો મકર રાશિમાં પ્રવેશ:આજથી શનિ સાથે ગુરુનો યોગ બનશે, 60 વર્ષમાં એક જ વાર આ સ્થિતિ બને છે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુરુ-શનિની યુતિથી નીચભંગ રાજયોગ નબશે, જાન્યુઆરીમાં સૂર્ય, ગુરુ અને શનિની યુતિ બનશે

શુક્રવાર, 20 નવેમ્બર એટલે આજે દેવગુરુ બૃહસ્પતિ ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. મકર રાશિ ગુરુની નીચ રાશિ જણાવવામાં આવે છે. જોકે, ગુરુનું નીચ રાશિમાં આવી જવું શુભ માનવામાં આવતું નથી, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, આ વખતે ગુરુ મકર રાશિમાં શનિ સાથે રહેશે. બંને ગ્રહ એક જ અંશ ઉપર રહેશે. શનિ-ગુરુની આવી યુતિ લગભગ 60 વર્ષમાં એક જ વાર બને છે.

એક જ રાશિમાં ગુરુ અને શનિનું હોવું સામાન્ય જ્યોતિષીય ઘટના નથી, આવું 20 વર્ષમાં એક જ વાત થાય છે, જ્યારે બંને ગ્રહ એક રાશિમાં હોય છે. ખાસ કરીને મકર રાશિમાં આવી ઘટના 60 વર્ષે માત્ર એકવાર જ બને છે, જેને જ્યોતિષીય ભાષામાં દહરા ગોચર કહેવામાં આવે છે.

શનિ-ગુરુના યોગના કારણે સમાજમાં ફેરફાર આવશેઃ-

મકર રાશિને સ્વર્ગની રાશિ જણાવવામાં આવે છે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રાશિ છે. શનિ-ગુરુનું એક સાથે હોવું સમાજમાં ખૂબ જ મોટા ફેરફારનો સંકેત છે.

જોકે, મકર રાશિ ગુરુની નીચ રાશિ છે, પરંતુ શનિ પોતાની જ રાશિમાં સ્થિત છે. જ્યારે ગુરુ-શનિની યુતિ બનશે તો નીચભંગ રાજયોગ બનશે.

શનિ આપણાં જીવનમાં જે શક્તિઓને દર્શાવે છે તે અનુશાસન, નિયમ, આકરી મહેનત છે. આ બધા સારા ગુરુની નીચતાને દૂર કરીને તેને પણ એક રાજયોગમાં પરિવર્તિત કરી શકે છે.

નોકરી કરતાં લોકો માટે શનિ-ગુરુનો યોગ ખાસ છેઃ-

જો તમે નોકરિયાત છો તો તમારા સાથી કર્મચારીઓના પ્રદર્શનનું ખાસ ધ્યાન રાખો, કેમ કે તેમના સહયોગથી તમે સુરક્ષિત રહી શકો છો. જો તમે વિદ્યાર્થી છો તો જેટલા અનુશાસનમાં રહેશો તેટલો જ મોટો રાજયોગ બનશે, તેટલું જ સારું ફળ તમને મળવાનું છે.

જે લોકો સતત પોતાના વેપારમાં આગળ વધી રહ્યા છે અથવા પોતાની નોકરીમાં સારી ઉન્નતિ કરી રહ્યા છે તો આ સમયે તેમણે પોતાની ગતિ થોડી ધીમી કરી લેવી જોઇએ, આ સમય વિસ્તાર કરવાનો નથી, પરંતુ તપાસ કરવાનો છે.

ધર્મ સાથે જોડાયેલાં ક્ષેત્રો માટે પણ આ યોગ ખાસ રહેશેઃ-

આ સમય ધર્મના કાર્યોને આગળ વધારવા માટે ખૂબ જ સારો છે, 60 વર્ષમાં એકવાર આવી યુતિ થાય છે અને તેમાં પણ ખાસ સમય ત્યારે છે, જ્યારે બૃહસ્પતિ અને શનિ લગભગ એક જ અંશ ઉપર રહેશે. એકબીજાની ખૂબ જ નજીક રહેશે. આ સમય 16 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી રહેશે. બે અઠવાડિયાના આ સમયને તમે જ્ઞાન, ધ્યાન, સાધનામાં લગાવી શકો છો.

મકર સંક્રાંતિએ સૂર્ય, ગુરુ અને શનિનો યોગઃ-

જાન્યુઆરીમાં મકર સંક્રાંતિએ જ્યારે સૂર્ય પણ મકર રાશિમાં પ્રવેશ કરશે, સૌર મંડળના ત્રણ સૌથી મોટા ગ્રહ સૂર્ય, શનિ અને ગુરુ ત્રણેય એકસાથે રહેશે. મકર સંક્રાંતિથી લઇને 12 ફેબ્રુઆરી સુધી, આ એક મહિનો બધા જ આધ્યાત્મિક સાધકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.

મકર રાશિ એક પૃથ્વી તત્વ પ્રધાન રાશિ છે, આ કૃષિ ક્રાંતિનો પણ સમય હોઇ શકે છે. ખનન ઉદ્યોગ, રિયલ સ્ટેટમાં પણ પોઝિટિવ પરિવર્તન જોવા મળી શકે છે.

મકર એક ચર રાશિ પણ છે. જેથી રાજનૈતિક સીમાઓમાં કોઇને કોઇ પરિવર્તન આવે તેવી સંભાવના છે. જે ભૂકંપને લગતાં ક્ષેત્ર છે, ત્યાં પણ થોડી વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે.

એસ્ટોલોજર આશુતોષ ચાવલા (પ્રમુખ, જ્યોતિષ અને વાસ્તુ વિભાગ, વૈદિક ધર્મ સંસ્થાન, આર્ટ ઓફ લિવિંગ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો