અગામી તા. 6 એપ્રિલથી ગ્રહ મંડળમાં સૌવથી મોટો અને શુભ ગુરૂ ગ્રહ મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 373 દિવસના પરીભ્રમણમાં (તા.14/૦9/2021 થી 20/11/2021) 67 દિવસ વક્રી ભ્રમણ મકર રાશિમાં કરશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર નૈસર્ગિક કુંડળી મુજબ અગિયારમાં ભાવે ગણાય છે. કુંભ રાશિનો સ્વામી શનિ હોય જે ગુરૂનો મિત્ર ગણાય છે. કુંભ રાશિનો સહજ ગુણ હોય છે કોઈપણ બાબતમાં કહી ન શકાય!! વાયુ તત્વની રાશિ હોવાથી પ્રગતિનો ગુણ રહેલો છે. જ્યારે ગુરૂ ગ્રહનું કારકતત્વ ધર્મ, વિદ્યા અભ્યાસ, ગૂઢ અને રહસ્યમય બાબતો, અર્થતંત્ર, ફાયનાન્સ, શેરબજાર, પુત્ર, પૌત્ર, મંત્ર, તંત્ર, સ્વાભિમાન, આપસુઝ, અગમના એંધાણ માટે ગણાય છે. આ સમય દરમિયાન અનેક શુભ પરીવર્તન આવશે. જ્યોતિષ, જાદુગર, રેકી, હિલીંગ, ઉચાટન જેવી ગુપ્ત વિદ્યાનો ફેલાવો કરાશે. કથા, પ્રવચન, સત્સંગ, ભજન, કીર્તન, પ્રશ્નોતરી જેવાં નગર-નગરે કાર્યક્રમ યોજાશે. પ્રવાસના સ્થળોમાં નવો વિકાસ આદરાય. આ ભ્રમણ દરેક રાશિના જાતકો માટે કેવું રહેશે તે અંગે જણાવતા જયોતિષી પ્રદ્યુમન ભટ્ટના અનુસાર જાણીએ...
મેષઃ- આકસ્મિક વડીલો દ્વારા ધનલાભ. સંતાન ન હોય તો પુત્ર સંતાનની સંભાવના. ભાગ્ય ઉન્નતિ થઈ શકે. નિત્ય ગુરૂ મંત્ર કરવાથી માનસિક શાંતિ જણાશે.
વૃષભઃ- નોકરીમાં બઢતી મળશે સાથે બદલી સંભવ. કાર્ય-વેપારમાં લાભથી આવકનાં સાધનમાં વધારો થશે. માતાથી શુભ સમાચાર. ગુરૂ ગ્રહ માટે દીવો પ્રગટાવવો જેથી અનેક વિધ શુભ સમાચાર પ્રાપ્ત થાય.
મિથુનઃ- ભાઈ-ભાડું સાથે બગડેલ સંબંધ સુધરે. નજીકના દેશમાં પ્રવાસ કરી શકશે. આવકના માધ્યમમાં વધારો થશે. દરરોજ ગાયને રોટલી કે ચણાની દાળ ખવડાવવો તેનાથી ભાગ્ય ઉન્નતિ થાય.
કર્ક:- સર્વ પ્રકારે ધનલાભ થઈ શકે. સામાજિક કાર્યોમાં પૈસા ખર્ચ થશે. ધંધાકીય કાર્યોમાં સફળતા મળે. દત્ત બાવની દરરોજ કરવાથી મનના મનોરથ પૂર્ણ થાય.
સિંહઃ- ઉતમ લગ્નજીવન બને. તમામ જગ્યાએ ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રત રહેવું જરૂરી બને. સૂર્ય-ગુરૂ ગ્રહના મંત્ર 36 વખત ગણવા.
કન્યા:- નવી નોકરી વિદેશી કંપનીઓમાં મળી શકે. ગુપ્ત શત્રુઓને ટાળશે. કબજિયાતને લગતી તકલીફો વધે. ગાયને અનુકૂળતાએ ધાસ ખવડાવવો.
તુલાઃ- નજીક વડીલોનો સહયોગ મળશે. સંતાન સંબંધિત ચિંતાઓથી તમને રાહત મળશે. નવા પ્રેમ પ્રકરણની શરૂઆત થશે. દરરોજ સફેદ કે પીળા રંગની વસ્તુઓ ખાઈને દિવસની શરૂઆત કરો.
વૃશ્ચિકઃ- નવા મકાન કે વાહન ખરીદવાની સંભાવના છે. પારિવારિક વિખવાદ અને માનસિક અશાંતિ રહેશે. નોકરીમાં ઇજાફો વધી શકે. પંદરીયુ યંત્ર પહેરવાથી તમામ શુભ સમાચાર મળે.
ધનઃ- નવા પાડોસી પાસેથી શુભ સમાચાર મળે. ધર્મ અને અધ્યાત્મમાં ઊંડો રસ રહેશે. નવા કાર્યક્ષેત્રમાં તેની અસર પણ વધશે. ગુરુવારનું એકટાણું ફળશે.
મકરઃ- આર્થિક બાબતો મજબૂત બનશે. જમીન સંપત્તિના મામલાઓનું સમાધાન પણ કરવામાં આવશે. વીલ-વારસાના પ્રશ્નોનો ઉકેલ થાય. બ્રાહ્મણને યથાશક્તિ ભેટ આપી આશીર્વાદ મેળવવા.
કુંભઃ- તમામ મનના મનોરથ સાકાર થશે. વિદ્યાર્થીઓને શિક્ષણ અને સ્પર્ધામાં સારી સફળતા મળશે. તમારી યોજનાઓ અને વ્યૂહ રચનાઓને ગુપ્ત રાખો. ગુરૂવારે વડીલોના આશીર્વાદ લેવા.
મીનઃ- ઓચિંતાનું સ્વાસ્થ્ય ખરાબ શકે માટે ધ્યાન રાખવું, ડિજીટલ ટ્રાન્ઝેક્શનની બાબતમાં પણ સાવચેત રહેવું. તમારે અતિશય દોડભાગ અને વ્યર્થ ખર્ચનો સામનો કરવો પડશે. ગુરુના મંત્રોની માળા અવશ્ય ગણવી.
આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.