• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Jupiter Will Retrograde In Aquarius On June 20, Due To The Sloppy Move Of Jupiter, There Is A Possibility Of Political Change And Natural Disaster In The Country.

ગ્રહ-ગોચર:20 જૂનના રોજ કુંભ રાશિમાં ગુરુ વક્રી થશે, ગુરુની વક્રી ચાલથી દેશના રાજકારણમાં ફેરફાર અને પ્રાકૃતિક આપત્તિઓની શક્યતા છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરુની ચાલમા ફેરફાર થવાથી 6 રાશિઓ માટે સમય શુભ રહેશે, ચાર રાશિઓએ સાવધાન રહેવું અને 2 રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે

20 જૂન, રવિવારે ગુરુ કુંભ રાશિમાં વક્રી થશે. દેવગુરુ બૃહસ્પતિ 14 સપ્ટેમ્બરના રોજ એક રાશિ પાછળ એટલે ફરીથી પોતાની નીચ રાશિ મકરમાં આવી જશે અને 19 નવેમ્બર સુધી આ રાશિમાં રહેશે. તે પછી ફરીથી કુંભ રાશિમાં આ ગ્રહનો પ્રવેશ થશે. ગુરુની ચાલમાં આ ફેરફારથી દેશમાં રાજકીય, પ્રાકૃતિક અને સામાજિક ફેરફાર જોવા મળી શકે છે. સાથે જ તેની અસર બધી રાશિઓ ઉપર પણ પડશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે ગુરુની ચાલમાં ફેરફાર થવાથી વાવાઝોડું અને દેશના થોડા ભાગમાં વધારે પ્રમાણમાં વરસાદ થશે. કોઇ જગ્યાએ પુરની સ્થિતિ પણ બની શકે છે. દેશના ઉત્તર રાજ્યોમાં પ્રાકૃતિક પ્રકોપના કારણે જનધન હાનિ થવાની શક્યતા છે. પ્રાકૃતિક આપત્તિઓ, ભૂકંપ, અગ્નિકાંડ કે તોફાનથી પણ લોકોની પરેશાનીઓ વધી શકે છે. આ ગ્રહના કારણે દેશની રાજનીતિમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે. ગુરુ અને શનિનો યોગ ફરીથી બનવાના કારણે દેશમાં સંક્રમણ વધવાની શક્યતાઓ પણ રહેશે.

ગુરુ અને શનિનો યોગ ફરીથી બનવાના કારણે દેશમાં સંક્રમણ વધવાની શક્યતાઓ પણ રહેશે
ગુરુ અને શનિનો યોગ ફરીથી બનવાના કારણે દેશમાં સંક્રમણ વધવાની શક્યતાઓ પણ રહેશે

ગુરુ ગ્રહ ધર્મ, જ્ઞાન અને સત્કર્મનો કારક છેઃ-
દેવ ગુરુને સર્વાધિક શુભ અને જલ્દી ફળ આપનાર માનવામાં આવે છે. ગુરુ ગ્રહને ધર્મ, અધ્યાત્મ, ધન, જ્ઞાન અને સત્કર્મનો કારક માનવામાં આવે છે. તે લગ્ન અને સુખી લગ્નજીવનનો પણ કારક ગ્રહ છે. જે લોકોના લગ્ન અટવાયેલાં હતાં, તેમના લગ્નમાં આવતા વિઘ્નો દૂર થશે. આ ગ્રહ ધન અને મીન રાશિનો સ્વામી છે. ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે ગુરુ પંચમ દૃષ્ટિથી મિથુન, સપ્તમથી સિંહ અને નવમથી તુલાને જોઈ રહ્યો છે. તે ત્રણેય રાશિઓ માટે મંગળકારી રહેશે. આ દરમિયાન લોકોનો રસ સંગીત, કળા અને ઔષધી તરફ વધશે.

દેવ ગુરુ બૃહસ્પતિની ચાલમાં ફેરફાર થવાથી મેષ, વૃષભ, સિંહ, તુલા, ધન અને કુંભ રાશિના લોકો માટે ફાયદાકારક સમય રહેશે
દેવ ગુરુ બૃહસ્પતિની ચાલમાં ફેરફાર થવાથી મેષ, વૃષભ, સિંહ, તુલા, ધન અને કુંભ રાશિના લોકો માટે ફાયદાકારક સમય રહેશે

12 રાશિઓ ઉપર અસરઃ-
દેવ ગુરુ બૃહસ્પતિની ચાલમાં ફેરફાર થવાથી મેષ, વૃષભ, સિંહ, તુલા, ધન અને કુંભ રાશિના લોકો માટે ફાયદાકારક સમય રહેશે. આ લોકોને વિદ્યામાં સફળતા તો મળશે સાથે જ ધનલાભના પણ શુભ યોગ છે. લગ્ન અને સંતાનના યોગ બનશે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. બેરોજગાર લોકોને કામ મળી શકે છે.

કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ લોકોના કામમાં થોડા વિઘ્નો આવી શકે છે પરંતુ તે પૂર્ણ પણ થશે. ખર્ચ વધશે. સ્વાસ્થ્યને લઇને ચિંતા વધી શકે છે. આ સિવાય મિથુન અને મકર રાશિના લોકો માટે સમય મિશ્રિત રહી શકે છે.