ભાગ્યના ભેદ:13 એપ્રિલે ગુરુ ગ્રહ બપોરે 3- 57 કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે, આ ભ્રમણ સમગ્ર જગતને લાભ આપશે

4 મહિનો પહેલાલેખક: ડૉ. પંકજ નાગર
  • કૉપી લિંક
  • ઈ.સ.2022 દરમિયાન યોજાનારી ચૂંટણીઓના પરિણામ ભાજપ તરફી રહેશે તેમાં લેશ માત્ર શંકા નથી
  • એપ્રિલ 2022 પછી 6 માસની અંદર જ દેશ કોરોના મુક્ત થશે. અર્થાત આ વાઇરસની તાકાત ઘટશે

ગુરુ દેવતાભ્યો નમ: ગુરુ બીના જ્ઞાન નહીં અને ગુરુ બીના જીવન કી શાન નહીં. ગુરુ એટલે વિકૃતિનો સંહાર અને સંસ્કૃતિનો સંચાર. ગુરુ એટલે જ્ઞાનનો સાર અને વિજય ઉત્સવનો હાર. જન્મકુંડળીમાં ગુરુનું અનુકૂળ ભ્રમણ જાતકને ન્યાલ કરે અને પ્રતિકૂળ હોય તો બેહાલ કરે, જીવનમાં કદી કોઈનું બુરુ ના કરે એનું નામ ગુરુ. જન્મકુંડળીમાં ગુરુ માત્ર એક એવો ગ્રહ છે જે સંસ્કારને આકાર આપે છે. શાસ્ત્રોમાં ગુરુને જ્ઞાન અને કુબેર ભંડારી કહ્યો છે.

(ડો.પંકજ નાગર પ્લેઇંગ કાર્ડ્સના આધારે પણ ભવિષ્ય ભાખે છે અને આ અનુસંધાને તેમણે પોતાનું પુસ્તક "તાસકે બાવન પત્તેય દિખાયે કિસ્મત કે રાસ્તે" અસંખ્ય આગાહીઓ સાથે પ્રસિદ્ધ કર્યું છે. ગંજીફાના બાવન પાના પર જ્યોતિષ ભવિષ્ય નિદાન કરનારા તેઓ એક માત્ર એસ્ટ્રોલોજર છે)

તા.13 એપ્રિલ 2022ના રોજ 15 કલાક 57 મિનિટના સમયે ગુરુ કુંભ રાશિમાંથી સ્વગૃહી મીન રાશિમાં પ્રવેશ કરશે. સમગ્ર 2022 દરમિયાન મીન રાશિમાં ગુરુનું ભ્રમણ રહશે. ગુણધર્મની દૃષ્ટિએ વિચારીએ તો ગુરુ બ્રાહ્મણ ગ્રહ છે. ગુરુ અતિ પવિત્ર અને દેવોનો પણ ગુરુ છે. ગુરુ વિસ્તૃતિકરણ સાથે સંકળાયેલો ગ્રહ છે. ગુરુ 13/૦4/2022થી 21/૦4/2023 સુધી મીન રાશિમાં ભ્રમણ કરશે અને ત્યારબાદ મેષ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુનું આ ભ્રમણ સમગ્ર જગતને કેવા લાભાલાભ આપશે? તેનો વિચાર કરીએ. મીન રાશિમાં ગુરુનું ભ્રમણ અનુકુળ હશે કારણ કે ગુરુ અહીં પોતાની રાશિમાં હશે. અલબત્ત ગુરુ જ્યારે કુંભ રાશિમાં હતો ત્યારે શનિની રાશિમાં હતો પરંતુ હવે પોતાના ઘરમાં ગુરુ તંદુરસ્ત અને સ્વસ્થ થશે. આવો જોઈએ ગુરુનું મીન રાશિમાં ભ્રમણ કોને ઝુમ પર લઇ જશે અને કોને બુમ પડાવશે.

ગુરુનું મીન રાશિમાં ભ્રમણ મને, તમને અને દેશ દુનિયાને કેટલું શુભાશુભ છે તેનો આ લેખમાં વિચાર કરીએ. મીન રાશિના ગુરુના ભ્રમણના સૌથી શુભ સમાચાર એ છે કે તમે એપ્રિલ 2022 પછી 6 માસની અંદર જ કોરોના મુક્ત હશો. અર્થાત આ વાઇરસની તાકાત ઘટશે. મીનના ગુરુના કારણે આ વર્ષે 2 ડિસેમ્બર 2022 થી 19 જાન્યુઆરી 2023 દરમિયાન ઠંડીનો ઠુંથવારો સહન કરવા તૈયાર રહેજો. મીન રાશિ જળ તત્વની રાશિ હોઈ મીનના ગુરુમાં સારો વરસાદ અને પાક થશે અને ખેતરો ખુશીથી લહેરાશે. પ્રકૃતિના લીલા હાસ્યની અનુભૂતિ થશે. ટૂંકમાં ધનધાન્ય સુતાન્વિત નામના વાક્યનો સાક્ષાત્કાર થશે. વિદેશ સાથેના સંબંધો સુધરશે અને સોનું, શેરબજારમાં તેજીના દર્શન થશે. શ્રી નરેન્દ્ર મોદીજી અને અમિતભાઈ પ્રસંશા મેળવશે અને આર્થિક બાબતોમાં દેશ પ્રગતિ કરશે. ઈ.સ.2022 દરમિયાન યોજાનારી ચૂંટણીઓના પરિણામ ભાજપ તરફી રહેશે તેમાં લેશ માત્ર શંકા નથી. રાશિ વાર ફળનો વિચાર કરીએ તો.....

મેષઃ- ગુરુનું આ ભ્રમણ તમને બારમા ગુરુના બંધનમાં મુકશે. ક્યારેક નાહકની દોડાદોડી અને વ્યર્થ ખર્ચા આ ગુરુનો અનિવાર્ય સંદેશ અને સંકેત છે આથી આવક પર ધ્યાન કેન્દ્રિત કરશો તો ફાવશો. અલબત્ત ગુરુ બારમે ભ્રમણ કરશે ત્યારે તમારા ચોથા સુખ સ્થાન પર દૃષ્ટિ કરશે આથી નવા વાહન કે મકાનના શુભ યોગ ઊભા થશે. હૃદય રોગની જો કોઈ જૂની બીમારી હશે તો તેમાં રાહત આપશે. ગુરુની છઠા સ્થાન પર દૃષ્ટિ તમને ક્યારેક અપયશ અપાવે અગર કોઈ અપમાનભરી સ્થિતિનું નિર્માણ કરે. નોકરીના સ્થળે ખાસ ધ્યાન રાખવું કારણ કે ક્યારેક કામનું ભારણ કે બોજ તમને માનસિક મુશ્કેલીમાં મૂકી શકે. મિશ્રફળ આપનારો ગુરુ પોતાના આ ભ્રમણ દરમિયાન તમને સુખ કરતાં દુઃખનો અહેસાસ વધારે કરાવશે. વહેલી સવારે ગુરુના શાસ્રોક્ત મંત્રની એક માળા પરિસ્થિતિમાં રાહત આપશે.

વૃષભઃ- આ રાશિના જાતકો માટે રાહતના શ્વાસ અને એહસાસની અનુભૂતિ છે કારણ કે તમારી રાશિથી આ ગુરુ લાભ સ્થાને ભ્રમણ કરશે. સ્ત્રી મિત્રોથી લાભ અને અણધાર્યા આવકના સ્ત્રોત તમને આશ્ચર્ય પમાડે તો નવાઈ નહીં. શેરબજારના જૂના રોકાણો અહીં તમને વળતર આપશે. જો પ્રેમ પ્રણયના ચક્કરમાં હશો તો તેમાં નક્કરતા આવશે અને સંબંધો પરિણામલક્ષી બનશે. સંતાન પ્રાપ્તિ માટે ગુરુનું આ ભ્રમણ શ્રેષ્ઠ કહી શકાય. નવી તક, વિદેશ યાત્રાના પ્રયત્નોમાં સફળતા સાથે નવી દિશા સાથે તમારી દશા સુધરશે અને પ્રગતિના આસમાનમાં ઉડશો તે વાત નક્કી છે.

મિથુનઃ- તમારી રાશિથી દસમે ગુરુ તમારા ધંધા વ્યવસાય કે નોકરીમાં મનગમતો બદલાવ આપશે. તમારા કર્મની ગતિ સવળી થશે અને મનની મતિને સજ્જનતાનો અહેસાસ થશે. આ ગુરુ તમને કોઈ ઉચ્ચ પદવી કે રાજકીય હોદ્દો આપે તો નવાઈ નહીં. અલબત્ત ગુરુ દસમે જાતકને વધારે મહેનત કરાવે તેવું અમારું સંશોધન છે આથી ગુરુના આ ભ્રમણ દરમિયાન તમારે વધુ મહેનત કરવાની છે તેવું વિચારીને થાક્યા વિના પરિશ્રમ કરશો તો તેનું ફળ પણ શ્રેષ્ઠ હશે. પિતાની તંદુરસ્તી અને તેમના તમારા પર આશીર્વાદ એ આ ગુરુનો હકારાત્મક અર્ક છે.

કર્કઃ- તમારી રાશિથી આ ગુરુનું ભ્રમણ નવમ પંચમ ગણાય કારણ કે આ ગુરુ તમારી રાશિથી તમારા ભાગ્ય સ્થાનમાં આવતાં તમારા માટે તમારી પ્રગતિનો નવ સંદેશ અને તકના નવા દ્વાર ખોલશે. આ ગુરુ તમારા માટે વિદેશની મુસાફરી માટેની તક ઊભી કરશે. કોઈ ધાર્મિક યાત્રા અગર આયોજન આ ગુરુ દરમિયાન પાર પડશે. સંતતિની પ્રગતિના શુભ સમાચાર અને સારી તંદુરસ્તીનો અણસાર આ ગુરુનો સાર છે. ભાગ્યના નવા દરવાજાનું આગમન એટલે આ ગુરુનું ભ્રમણ.

સિંહ:- આ ગુરુ તમારી રાશિથી આઠમે ભ્રમણ કરશે. અહીં આ ગુરુ તમારી સતત કસોટી કરશે. કારણ કે મહામુની મન્ત્રેશ્વર, પરાશર અને નારદે ગુરુના આઠમા ભ્રમણને અતિ કષ્ટદાયીઅને પીડાજનક કહ્યું છે. નાનો સરખો અકસ્માત, હરસ મસાની પીડા અગર ગુપ્ત રોગોનો એહસાસ અને અનુભવ આ ગુરુનો અશુભ સંકેત છે. કૌટુંબિક વાદવિવાદ, પતિ-પત્ની વચ્ચે અણબનાવ આ ગુરુ દરમિયાન સામાન્ય ઘટના હશે. મનની અશાંતિ અને અજંપો આ ગુરુની નકારાત્મક દેણ હશે. આ ગુરુ તમને દરેક ફિલ્ડમાં માંદા કરશે. આથી ગુરુના આ પ્રતિકૂળપ્રતિભાવને દૂર કરવા દર ગુરુવારે તમારે આહારમાં ચણાની દાળનું સેવન કરવું ઉપરાંત વહેલી સવારે કપાળ પર હળદરનો ચાંલ્લો કરવો.

કન્યાઃ- ગુરુનું આ ભ્રમણ તમારી રાશિથી સાતમે થશે આથી દામ્પત્યજીવનમાં એક અદભૂત સંપ અને કુનેહ ઉપરાંત સંવાદિતા સર્જાશે. જો ધંધા કે વ્યવસાયમાં તમે ભાગીદારીયુક્ત સાહસ ચલાવતા હોવ તો સમયમાં તમને નફો રળવાની તક મળશે. તમારું જાહેરજીવન પ્રતિષ્ઠા અને સન્માન મેળવશે. ભાગ્યોદયની નવીન તક અને ભાગ્યદેવીની મેહરબાની તમને તન-મન અને ધનથી પ્રસન્ન કરશે. છઠ્ઠા ગુરુના બંધનમાંથી મુક્ત થતાં જુના દેવા અને રોગમાંથી મુક્ત થવા આ ગુરુ તમને મદદ કરશે. ગુરુનું આ ભ્રમણ એટલે તન મન અને ધનની પ્રસન્નતા.

(મીનના ગુરુનું ભ્રમણ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે)