તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યોતિષ:ગુરૂ ગ્રહ ધન અને મીન રાશિનો સ્વામી છે, આ ગ્રહની ખરાબ અસરથી બચવા શિવપૂજા કરો

ધર્મ દર્શનએક વર્ષ પહેલા
  • બૃહસ્પતિ એટલે ગુરૂ ગ્રહ 29 માર્ચે રાશિ બદલશે, ધનથી મકરમાં પ્રવેશ કરશે

ધર્મ દર્શન ડેસ્કઃ રવિવાર, 29 માર્ચ એટલે આજે નવ ગ્રહમાંથી એક ગુરૂ એટલે બૃહસ્પતિ રાશિ બદલી રહ્યો છે. આ ગ્રહ ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહ ધન અને મીન રાશિનો સ્વામી છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે દેવ ગુરૂ બૃહસ્પતિ પીળા રંગના છે. તેમના માથે સોનાનો મુકુટ અને ગળામાં માળા છે. તેઓ પીળા રંગના વસ્ત્ર ધારણ કરે છે અને કમળના આસન ઉપર વિરાજમાન છે. તેમના ચારેય હાથમાં દંડ, રૂદ્રાક્ષની માળા, પાત્ર અને વરદમુદ્રા છે.

બધી જ 12 રાશિઓ ઉપર ગુરૂ ગ્રહની અસરઃ-
ગુરૂના કારણે મેષ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિ માટે સમય શુભ રહેશે. આ લોકોને ભાગ્યનો સાથ મળશે અને ધનલાભ મળી શકે છે. મિથુન, સિંહ, તુલા અને કુંભ રાશિના લોકો માટે આ સમય સંભાળીને રહેવાનો છે. બેદરકારીથી બચવું અને ધૈર્ય જાળવી રાખવું. વૃષભ અને કર્ક રાશિના લોકો ઉપર આ ગ્રહની સામાન્ય અસર થશે. તેમને મહેનત પ્રમાણે ફળ મળશે.

ગુરૂની અશુભ અસરથી બચવા માટે શું કરવું-
આ ગ્રહ એક રાશિમાં લગભગ 13 મહિના સુધી રહે છે. ક્યારેક-ક્યારેક તેની વક્રી સ્થિતિના કારણે આ સમયમાં વધ-ઘટ પણ થઇ શકે છે. આ ગ્રહની મહાદશા સોળ વર્ષની હોય છે. આ ગ્રહની અશુભ અસરથી બચવા માટે દર ગુરૂવારે પીળા વસ્ત્ર, હળદર, ઘી, અનાજનું દાન કરો. ગુરૂ મંત્ર ऊँ बृं बृहस्पतये नमः નો જાપ કરો. ગુરૂવારે તાંબાના લોટામાં કેસર મિશ્રિત જળ ભરો અને આ જળ શિવલિંગ ઉપર ચઢાવો.

અન્ય સમાચારો પણ છે...