તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યોતિષ:આજે વક્રી બૃહસ્પતિનો ધન રાશિમાં પ્રવેશ, ગુરુ ગ્રહ માટે શિવલિંગ ઉપર કેસર મિશ્રિત જળ ચઢાવો અને લાડવાનો ભોગ ધરાવો

7 મહિનો પહેલા
  • હવે ગુરુ ગ્રહ 20 નવેમ્બર સુધી ધન રાશિમાં કેતુ સાથે રહેશે, આ ગ્રહ માટે ગુરુવારે ચણાની દાળનું દાન કરો

મંગળવાર, 30 જૂન એટલે આજે સવારે ગુરુ ગ્રહએ મકરથી ધન રાશિમાં પ્રવેશ કર્યો. આ સમયે ગુરુ વ્રકી છે. જેના કારણે તે મકરથી પહેલાં આવતી રાશિ ધનમાં પ્રવેશ કર્યો છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે ગુરુ 20 નવેમ્બર સુધી ધન રાશિમાં જ રહેશે. 13 સપ્ટેમ્બરે તે વક્રીથી માર્ગી થઇ જશે.

ગુરુની સ્થિતિ બદલાવાથી થોડાં લોકો માટે દૈનિક જીવનમાં પરેશાનીઓ વધી શકે છે. ગુરુની અશુભ અસરથી બચવા માટે બધી જ બારેય રાશિઓના લોકોએ નિયમિત રૂપથી આ ગ્રહ સાથે જોડાયેલાં શુભ કામ કરતાં રહેવું જોઇએ. આ શુભ કર્મોના કારણે દેવગુરુ બૃહસ્પતિથી શુભફળ મળી શકે છે.

દર ગુરુવારે તાંબાના લોટામાં પાણી લો અને કેસર મિક્સ કરો. ત્યાર બાદ આ કેસર મિશ્રિત જળ શિવલિંગ ઉપર ચઢાવો. જળ ચઢાવતી સમયે ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતાં રહેવું જોઇએ. તમે ઇચ્છો તો ગુરુ ગ્રહ મંત્ર બૃં બૃહસ્પતયે નમઃ નો જાપ પણ કરી શકો છો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરવો જોઇએ.

ગુરુવારે સ્નાન કર્મ બાદ કોઇ મંદિર જવું અને નાના બાળકોને કેળા વહેંચવા. કોઇ મોટું કામ શરૂ કરતાં પહેલાં પોતાના ગુરુના આશીર્વાદ જરૂર લેવાં.

દર ગુરુવારે અને પૂર્ણિમાએ વટ વૃક્ષની 108 પરિક્રમા કરવી જોઇએ. ગુરુવારે વટ વૃક્ષ, પીપળો, કેળાના વૃક્ષ ઉપર જળ અર્પણ કરવાથી પણ દેવગુરુ બૃહસ્પતિ સાથે જોડાયેલાં દોષ દૂર થઇ શકે છે.

ગુરુવારે શિવ-પાર્વતીની પૂજા કરો. શિવલિંગ ઉપર કાચું દૂધ, બીલીપાન, ચોખા, કંકુ વગેરે ચઢાવીને પૂજા કરવી જોઇએ. ચણાના લોટના લાડવાનો ભોગ ધરાવો. પૂજા બાદ લાડવા અન્ય ભક્તોમાં વહેંચો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser