આ મહિને લગ્ન માટે 22 જૂન એટલે આજે લગ્નનું છેલ્લું મુહૂર્ત છે. ત્યાં જ, 8 જુલાઈના રોજ છેલ્લું લગ્ન મુહૂર્ત રહેશે. તે પછી ચાર મહિના સુધી લગ્નનું કોઈ મુહૂર્ત રહેશે નહીં. 10 જુલાઈના રોજ દેવશયની એકાદશી છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ 4 મહિના માટે યોગ નિદ્રામાં જતા રહે છે. જેથી આ મહિનામાં માંગલિક અને શુભ કામ થઈ શકશે નહીં. પછી દેવઊઠી એકાદશી 4 નવેમ્બરથી લગ્નની શરૂઆત થશે. પછી વર્ષનું છેલ્લું લગ્ન મુહૂર્ત 14 ડિસેમ્બરના રોજ રહેશે.
દેવશયની પછી 4 મહિના સુધી કેમ લગ્ન થઈ શકે નથી
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે 10 જુલાઈથી દેવશયનકાળ શરૂ થઈ જશે. જે 4 નવેમ્બરના રોજ પૂર્ણ થઈ જશે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુ 4 મહિના માટે ક્ષીરસાગરમાં યોગ નિદ્રા માટે જાય છે. આ કારણે લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ અને અન્ય શુભ કામ થઈ શકે નહીં. આ દિવસોમાં સૂર્ય જ્યારે કર્ક રાશિમાં હોય છે ત્યારે લગ્ન થઈ શકે નહીં, માત્ર શિવપૂજા કરવાનું વિધાન છે. ત્યાં જ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સૂર્ય પોતાની જ રાશિ એટલે સિંહમાં હોય છે. ત્યારે તેનો પ્રભાવ વધારે હોય છે અને લગ્ન તૂટવાની શક્યતા રહે છે.
સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન સૂર્ય જ્યારે કન્યા રાશિમાં હોય છે ત્યારે પિતૃઓનો કાળ માનવામાં આવે છે. આ સમયે પિતૃપક્ષ હોવાથી લગ્ન માટે મુહૂર્ત રહેશે નહીં. તે પછી જ્યારે સૂર્ય તુલા રાશિમાં હોય છે ત્યારે સુદ પક્ષમાં દેવઊઠી એકાદશીથી લગ્ન શરૂ થઈ જાય છે.
શુક્ર દેવઊઠી એકાદશીએ અસ્ત થશે
આ વર્ષે 2 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી શુક્ર અસ્ત રહેશે. ત્યાં જ, આ દરમિયાન દેવઊઠી એકાદશીનું વણજોયું મુહૂર્ત 4 નવેમ્બરના રોજ આવશે. જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે શુક્રના અસ્ત થવાથી લગ્ન કરવા જોઈએ નહીં. પરંતુ લોક માન્યતા અને પરંપરાઓ પ્રમાણએ આ વખતે શુક્ર અસ્ત હોવા છતાંય દેવઊઠી એકાદશીએ લગ્ન થવાની શક્યતા છે.
જુલાઈ, નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્ન મુહૂર્ત
જુલાઈ- 3, 5, 6 અને 8
નવેમ્બર- 21, 24, 25 અને 27 (દેવઊઠી એકાદશીનું મુહૂર્ત નથી)
ડિસેમ્બર- 2, 7, 8, 9 અને 14
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.