તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • June Rashifal (Horoscope Monthly) | Monthly Rashifal (June 2021), June Zodiac Forecast: Singh Rashi, Kanya, Aries, Taurus, Gemini Cancer Libra, And Other Signs

જૂન મહિનાનું રાશિફળ:આ મહિને વૃષભ અને કર્ક રાશિના નોકરિયાત લોકોને મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે, આ 5 રાશિના લોકો માટે સમય શુભ

2 મહિનો પહેલા
  • આ મહિનો મકર અને કુંભ સહિત 6 રાશિ માટે મિશ્રિત રહેશે, મેષ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે

જૂન મહિનામાં 5 ગ્રહની ચાલ બદલાશે. એમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર ગ્રહ રાશિ બદલશે. ત્યાં જ દેવ ગુરુ બૃહસ્પતિ કુંભ રાશિમાં વક્રી ચાલથી ચાલશે. નક્ષત્રોની આ સ્થિતિની અસર બધી જ રાશિઓ પર પડશે. આ ગ્રહોના પ્રભાવથી અનેક લોકોની નોકરી અને બિઝનેસમાં ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. ત્યાં જ થોડા લોકો માટે આ મહિનો ઉતાર-ચઢાવભર્યો રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે, જૂનમાં વૃષભ અને કર્ક રાશિના નોકરિયાત લોકોને મહત્ત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. સિંહ રાશિના લોકોને બિઝનેસમાં ફાયદો થઈ શકે છે. કન્યા રાશિના લોકોનાં જરૂરી કાર્યો પૂર્ણ થઈ શકે છે અને મીન રાશિના લોકો માટે આ મહિનો ફાયદાકારક રહેશે. આ સિવાય મિથુન, તુલા, વૃશ્ચિક, ધન, મકર અને કુંભ રાશિના લોકો પર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. ત્યાં જ મેષ રાશિના લોકોને આર્થિક મામલે સંપૂર્ણ મહિનો સાવધાન રહેવું પડશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિનાં ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- આ મહિને તમને કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળી શકે છે. માત્ર યોગ્ય રૂપરેખા બનાવવાની જરૂરિયાત છે. વિપરીત પરિસ્થિતિમાં તમને કોઈ અનુભવી વ્યક્તિની મદદ પણ મળી શકે છે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ તથા અન્ય વિષયોની જાણકારી પ્રાપ્ત કરવામાં ઉત્સુકતા રહેશે. અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ થોડો સમય પસાર કરો.

નેગેટિવઃ- તમારી સફળતાનો અન્ય લોકો સામે દેખાડો ન કરો, નહીંતર થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારું જ નુકસાન કરી શકે છે. જલદી જ સફળતા મેળવવાના ચક્કરમાં તમે કોઈ અયોગ્ય કામમાં રસ ન લો.

વ્યવસાયઃ- મહિનાની શરૂઆતમાં વ્યાવસાયિક ગતિવિધિઓમાં અનુકૂળતા રહેશે, પરંતુ ઇન્કમ ટેક્સ, લોન વગેરેને લગતી કોઈ ઝંઝટ ઊભી થઈ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધોમા મધુરતા અને તાલમેલ જળવાયેલાં રહેશે. બાળકોની દેખરેખમાં ધ્યાન આપવું.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકારી ન કરો.

----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ મહિનો અનુકૂળ પસાર થશે. નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં રસ રહેશે. મિત્રોનો સાથ-સહકાર તમારી હિંમતને વધારશે. મહિનાની શરૂઆતમાં કોઈ રિસ્ક પ્રવૃત્તિનું કામ તમને ફાયદો આપી શકે છે. જો કોઈ નવું વાહન ખરીદવાની યોજના બની રહી છે તો સમય અનુકૂળ છે.

નેગેટિવઃ- રૂપિયાના મામલે વધારે વિચારીને નિર્ણય લેવાની જરૂરિયાત છે. આ સમયે કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નુકસાનદાયક રહી શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. કોઈપણ મુશ્કેલી આવે ત્યારે ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન લેવું યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયને વધારવા માટે જનસંપર્ક ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ સમયે સ્થાન પરિવર્તનની શક્યતા છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુકૂન આપી શકે છે. પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ મહિનો મિશ્રિત પ્રભાવ આપી શકે છે. તમે તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા સમસ્યાઓનો ઉકેલ કરવામાં સફળ રહેશો. પડકારોનો સ્વીકાર કરવાથી તમે તેના સમાધાનનો માર્ગ પણ શોધી લેશો.

નેગેટિવઃ- પારિવારિક અને સામાજિક ગતિવિધિઓમાં ધ્યાન આપવું જરૂરી છે. કોઈપણ જોખમને લગતાં કાર્યોમાં રોકાણ ન કરો. અજાણી વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું ટાળો. કોઈપણ નિર્ણય લેતી સમયે હૃદયની જગ્યાએ દિમાગથી કામ લેવું ફાયદો આપશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં હાલ મહેનતની જરૂરિયાત છે. નજીકના ભવિષ્યમાં તમને તેનું યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. મીડિયા, કમ્પ્યુટર વગેરે સાથે જોડાયેલા વેપારમાં નવા અવસર મળી શકે છે.

લવઃ- પરિવારના લોકો સાથે કોઈ ધાર્મિક ગતિવિધિ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે તણાવ લેવાથી માથાનો દુખાવો અને પેટ ખરાબ થવાની સમસ્યા રહી શકે છે.

----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઈપણ પ્રભાવશાળી કે રાજનૈતિક વ્યક્તિ સાથે સંપર્ક બનશે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે, કોઈપણ કાર્યને કરતાં પહેલાં એના અંગે ઊંડાણથી તપાસ કરો. તમારી થોડી સાવધાની તમને સારું પરિણામ આપી શકે છે.

નેગેટિવઃ- તમારી કોઈ જીદને કારણે નજીકના સંબંધ ખરાબ થઈ શકે છે. સંબંધોની મર્યાદાનું ધ્યાન રાખો. ક્યારેક વધારે ચર્ચા-વિચારણા કરવાથી કોઈ મહત્ત્વપૂર્ણ સફળતા હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારા કામ જાતે જ સારા બનતા જશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- થોડો સમય પોઝિટિવ લોકોના સાંનિધ્યમાં પસાર કરવો જરૂરી છે.

----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ મહિનો ગ્રહ સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેશે. તમારા પોઝિટિવ અને સંતુલિત વિચારના માધ્યમથી તમે તમારા કામને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. પરિવારના વડીલ સભ્યનું પણ તમારાં કાર્યોને પૂર્ણ કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

નેગેટિવઃ- યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયરને લઇને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખે. આ સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખો. થોડો આર્થિક તણાવ રહી શકે છે. આ સમયે તમારી અંદર અહંકારની ભાવના રાખશો નહીં.

વ્યવસાયઃ- વેપારમા મંદી હોવા છતાં થોડી લાભદાયક સ્થિતિઓ બની શકે છે.

લવઃ- કામ વધારે રહેવાને કારણે ઘર-પરિવારને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની સમસ્યા પરેશાન કરી શકે છે.

----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર તમારા માટે અનુકૂળ રહેશે. મહિનાની શરૂઆતમાં તમારાં મહત્ત્વપૂર્ણ કાર્યોની ભૂમિકા બનાવી લેવી. આ સમયે તમારા દ્વારા કરવામાં આવેલાં કાર્યોનાં પરિણામ પણ યોગ્ય મળી શકે છે.

નેગેટિવઃ- સંબંધીઓ માટે થોડો સમય કાઢવો જરૂરી છે. જો તમે હાલ સ્થાન પરિવર્તનને લગતી કોઈ યોજના બનાવી રહ્યા છો તો ઉતાવળ ન કરો અને એના પર ગંભીર વિચાર કરવાની જરૂરિયાત છે. તમારા ખર્ચા પર કાપ મૂકવો પણ જરૂરી છે.

વ્યવસાયઃ- છેલ્લા થોડા સમયથી આર્થિક મુશ્કેલીઓને કારણે જે કામ અટવાયેલું હતું, એ કોઈની મદદ દ્વારા ફરીથી શરૂ થઈ શકે છે.

લવઃ- લગ્ન સંબંધોમાં કોઈ બહારની વ્યક્તિને કારણે ગેરસમજ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામનો ભાર તમે તમારી પર લેશો નહીં.

----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ મહિને તમે તમારી દિનચર્યામાં પોઝિટિવ ફેરફાર લાવવા તથા વ્યવસ્થા જાળવી રાખવા માટે થોડા નિયમ બનાવશો, જેનો તમારા વ્યક્તિત્વ પર યોગ્ય પ્રભાવ પણ પડશે. ઘરના વડીલ સભ્યના અનુભવ તથા માર્ગદર્શનનું અનુસરણ કરવાથી કોઈ સારી સફળતા પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- અકારણ જ કોઈ સાથે ઝઘડો ન કરો, કેમ કે તેની અસર તમારી કાર્યક્ષમતા પર પણ પડી શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે રૂપિયા-પૈસાના કારણે મતભેદ પણ થઈ શકે છે. ધ્યાન રાખો કે તમારા સંબંધોમાં કડવાશ ન આવે.

વ્યવસાયઃ- મહિનો શરૂ થતાં જ તમને કોઈ લાભદાયક ઓર્ડર કે ડીલ મળી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારો આત્મવિશ્વાસ અને પોઝિટિવ વિચાર તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખશે.

----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ મહિનો થોડો મિશ્રિત પ્રભાવ આપનારો રહેશે. તમારી કોશિશ દ્વારા છેલ્લા થોડા સમયથી નજીકના સંબંધોની વચ્ચે ચાલી રહેલા વિવાદ દૂર થશે. કોઇ સમાજ સેવી સંસ્થા સાથે જોડાવાની તક મળશે અને તમારી ગતિવિધિઓના વખાણ પણ થશે.

નેગેટિવઃ- થોડી આળસ અને સુસ્તી જેવી સ્થિતિ બની શકે છે, જેને કારણે તમારાં મહત્ત્વપૂર્ણ કામ અધૂરાં પણ રહી શકે છે. મિત્રો સાથે કોઈપણ નાની વાતને લઇને વિવાદમાં પડશો નહીં. પોઝિટિવ દૃષ્ટિકોણ જાળવી રાખો. માતા-પિતા કે વડીલ સભ્યોનાં માન-સન્માનને જાળવી રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં કર્મચારીઓ તથા સહયોગીઓનો યોગ્ય સહયોગ મળી શકે છે.

લવઃ- દિવસભરની ભાગદોડ પછી પરિવારના લોકો સાથે સમય પસાર કરવો તાજગી અને ઊર્જા આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડપ્રેશર તથા ડાયાબેટિક લોકો પોતાનું વિશેષ ધ્યાન રાખે.

----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- મહિનાના બીજા સપ્તાહમા કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત થશે. એકબીજાના વિચારોના આદાન-પ્રદાન દ્વારા અનેક સમસ્યાઓનો ઉકેલ પણ મળી શકે છે. તમારા વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસની સામે તમારા વિરોધીઓ હાર માનશે.

નેગેટિવઃ- કામ વધારે રહેવાની અસર તમને શારીરિક અને માનસિક રીતે થકવી શકે છે, જેને કારણે સ્વભાવમાં ચીડિયાપણું પણ રહેશે. તમે તમારા કામને અન્ય લોકો સાથે વહેંચો. થોડો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર કરવાથી તમને માનસિક સુકૂન મળશે.

વ્યવસાયઃ- કોઈપણ પ્રકારના વ્યવસાયમાં હિસાબ-કિતાબ કરતી સમયે પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ- ઘર તથા વ્યવસાયમાં સારું તાલમેલ જાળવી રાખવું પડશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- યોજનાઓ ફળીભૂત કરવા માટે આ મહિનો ખૂબ જ અનુકૂળ છે. સમયનો યોગ્ય ઉપયોગ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પણ પૂર્ણ થઈ શકે છે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય યોગ્ય છે. ભાવનાઓની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું પરિસ્થિતિને શ્રેષ્ઠ બનાવશે.

નેગેટિવઃ- કોઈની પણ ખોટી વાત પર ગુસ્સો જાહેર કરવાની જગ્યાએ સમજણ અને શાંતિથી કામ લેવું, નહીંતર પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. સમસ્યાઓને ઉકેલવામાં પારિવારિક સભ્યોની સલાહ લેવી પણ યોગ્ય રહેશે. કોઈપણ કામને પૂર્ણ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ જરૂરી છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહી શકે છે.

લવઃ- ઘરની નાની-મોટી વાતોને ઇગ્નોર ન કરો.

સ્વાસ્થ્યઃ- વધારે કામનો ભાર લેવાથી પગનો દુખાવો અને તણાવની સ્થિતિ રહેશે.

----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સમયમાં પોઝિટિવ પરિવર્તન આવી રહ્યું છે. કોઈ ખાસ કામ પૂર્ણ કરવામાં તમારી મહેનત સફળ થશે. પારિવારિક જવાબદારીઓને નિભાવવામાં તમારો પૂર્ણ સહયોગ રહેશે. કોઈ ધાર્મિક કાર્ય પણ સંપન્ન થઈ શકે છે. યુવાઓને તેમની નોકરીને લગતા કોઈ ક્ષેત્રમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને સંભાળીને રાખો. ખોવાઈ જવાથી કે ભૂલી જવાથી મોટું નુકસાન થઈ શકે છે. રૂપિયા-પૈસાને લગતી કોઈપણ ઉધારી ન કરો. વાહન કે કોઇ સાધન ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થિતિ સારી રહી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર તમારા માટે સારી પરિસ્થિતિ બનાવી રહ્યું છે. તમે તમારી કાર્ય કુશળતા દ્વારા આશા કરતાં વધારે લાભ પ્રાપ્ત કરશો. પ્રભાવશાળી વ્યક્તિઓના સાંનિધ્યમાં રહેવાથી તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે. થોડો સમય આત્મમનન તથા ચિંતનમાં પણ પસાર કરો.

નેગેટિવઃ- ગ્રહ સ્થિતિ એવો પણ સંકેત કરી રહી છે કે અન્યની સલાહ પર ધ્યાન આપવાની જગ્યાએ પોતાના પર વિશ્વાસ કરો. જોકે વ્યક્તિગત કારણોથી તમારાં થોડાં મહત્ત્વપૂર્ણ કામ છૂટી પણ શકે છે. ઘરના સભ્યોની સલાહ તથા સહયોગ લો.

વ્યવસાયઃ- કાર્યસ્થળે તમે કોઈ ઠોસ અને સારો નિર્ણય લઇ શકો છો.

લવઃ- પતિ-પત્નીમાં ઈગોને કારણે મતભેદ ઊભો થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.