તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

20થી 24 જૂન સુધી ચાર ગ્રહોનું પરિવર્તન:21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ; ગુરુ, શુક્ર, સૂર્ય અને બુધની ચાલ બદલાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 જૂનના રોજ બૃહસ્પતિ વક્રી થશે, 24ના રોજ સૂર્ય અને ચંદ્ર બીજાની સામે 180 ડિગ્રી પર રહેશે

હિન્દુ કેલેન્ડર મુજબ જૂનનો ચોથો સપ્તાહ ઘણો મહત્ત્વપૂર્ણ રહેશે. તે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષીય દૃષ્ટિકોણથી પણ ખાસ છે. આ સપ્તાહની શરૂઆતના દિવસમાં એક ખગોળીય અને ત્રણ મોટી જ્યોતિષીય ઘટનાઓ બનવાની છે. જ્યોતિષ વિજ્ઞાનના જાણકારોના જણાવ્યા પ્રમાણે, 20થી 24 જૂનની વચ્ચે ચાર ગ્રહોની ચાલમાં ફેરફાર થશે. તે ઉપરાંત ખગોળીય વિજ્ઞાનના અનુસાર, 21 જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ રહેશે. આ દિવસે સૂર્ય કર્ક રેખા પર આવી જશે. જેનાથી કર્ક રેખાની નજીકની જગ્યાઓ પર બપોરે થોડીવાર માટે પડછાયો દેખાશે નહીં.

24 જૂને બૃહસ્પતિ વક્રી: આ દિવસે બૃહસ્પતિ ગ્રહ કુંભ રાશિમાં વક્રી થઈ જશે. એટલે કે ત્રાંસી ચાલથી ચાલવા લાગશે. જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે, વક્રી ગુરુ ગ્રહના કારણે દેશ-દુનિયામાં રાજકીય ઉથલપાથલ થશે અને મોટા ફેરફાર પણ દેખાશે. આ ગ્રહના કારણે કુદરતી આપત્તિઓની પણ સંભાવના છે. ત્રાંસી ચાલથી આગળ વધતા બૃહસ્પતિ 14 સપ્ટેમ્બરના રોજ એક રાશિ એટલે કે મકરમાં જતો રહેશે અને ફરીથી શનિ-ગુરુ એક રાશિમાં આવશે. જેનાથી બીમારીઓનું સંક્રમણ વધી શકે છે. ત્યારબાદ 18 ઓક્ટોબરના રોજ બૃહસ્પતિ સીધી ગતિ સાથે આગળ વધવાનું શરૂ કરશે અને 21 નવેમ્બરના રોજ ફરીથી કુંભ રાશિમાં આવશે. ત્યારે સંક્રમણ ઓછું થવાનું શરૂ થશે.

21 જૂન, વર્ષનો સૌથી મોટો દિવસઃ સોમવાર, 21 જૂનના રોજ સૂર્ય કર્ક રેખા પર સીધો રહેશે. જેનાથી ઉત્તરી ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ રહેશે અને રાત સૌથી નાની હશે. આ દિવસે કર્ક રેખાની નજીકની જગ્યા પર બપોરે થોડીવાર માટે પડછાયો ગાયબ થઈ જશે. આ ખગોળીય ઘટનાને ગ્રીષ્મ કાલીન સંક્રાંતિ અથવા જૂન સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે ઉત્તરી ગોળાર્ધના દેશો યુકે, US, કેનેડા, રશિયા, ભારત અને ચીનમાં ગરમીનો સમય હોય છે અને તે વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે.

22 જૂન, શુક્ર કર્ક રાશિમાંઃ આ દિવસે શુક્ર રાશિ બદલશે. આ ગ્રહ મિથુનમાંથી નીકળીને કર્કમાં આવી જશે અને મંગળની સાથે રહેશે. શુક્રના રાશિ પરિવર્તનથી દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. જો કે, મોંઘવારી વધશે અને તેનાથી લોકોમાં અસંતોષ ફેલાશે. તેનાથી બીમારીઓ પણ વધી શકે છે. શુક્રની ચાલમાં ફેરફાર થવાથી લોકોમાં પરસ્પર વિવાદ અને તણાવની સ્થિતિ બનશે. આ દિવસે સૂર્ય નક્ષત્ર બદલીને આર્દ્રામાં આવશે. જ્યોતિષીઓમાં આ દિવસથી વરસાદની સિઝનની શરૂઆત માનવામાં આવે છે.

23 જૂન, બુધ ગ્રહ માર્ગી થશેઃ આ દિવસે બુધ ગ્રહ વૃષભ રાશિમાં રહેતા ત્રાંસી ચાલ બદલીને સીધી ચાલ ચાલવાનું શરૂ કરશે. પરંતુ અસ્ત જ રહેશે. બુધની ચાલમાં આ ફેરફારના કારણે દેશમાં આર્થિક ગતિવિધિમાં તેજી આવશે. શેર માર્કેટમાં પણ મોટા ઉતાર-ચઢાવ આવશે. ઘણા લોકો માટે લેવડ-દેવડ અને રોકાણ માટે સારો સમય રહેશે. લોકો ખરીદારી વધારે કરશે. બુધની ચાલમાં આ ફેરફારથી દેશની અર્થવ્યવસ્થામાં પણ સુધારો થવાનો યોગ બની રહ્યો છે.

24 જૂન, સૂર્ય અને ચંદ્ર 180 ડિગ્રી પરઃ ખગોળશાસ્ત્રના વિદ્વાનોના જણાવ્યા મુજબ, આ દિવસે સૂર્ય અને ચંદ્ર એક બીજાની સામે હશે એટલે કે બરાબર 180 ડિગ્રી પર રહેશે. હિન્દુ કેલેન્ડરમાં આ દિવસે જેઠ પૂનમ હશે. જે જેઠ મહિનાનો છેલ્લો દિવસ છે. તેના બીજા દિવસે અષાઢ મહિનાની શરૂઆત થઈ જશે. હિન્દુ પંચાંગમાં તેને મન્વાદિ તિથી પણ કહેવામાં આવે છે. એટલે કે આ દિવસથી વૈવસ્વત મન્વંતરની શરૂઆત થઈ હતી. પુરાણો અનુસાર આ દિવસે કરવામાં આવતા દાનનું પુણ્ય ક્યારેય સમાપ્ત થતું નથી.