• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • July's Planets And Constellations And Their Effect: Saturn's Zodiac Will Change This Month; There Is A Possibility Of Increasing Natural Calamities, Riots And Accidents Due

જુલાઈના ગ્રહ-નક્ષત્ર અને એની અસર:આ મહિને શનિનું રાશિ પરિવર્તન થશે; અંગારક યોગથી પ્રાકૃતિક આપત્તિઓ, તોફાન અને દુર્ઘટનાઓ વધશે

એક મહિનો પહેલા

આ મહિનાની શરૂઆતમાં બુધનું રાશિ પરિવર્તન થશે. આ ગ્રહ પોતાની જ રાશિમાં પ્રવેશ કરશે. મહિનાના બીજા સપ્તાહમાં શનિ રાશિ બદલશે. એના બીજા દિવસે શુક્ર અને એ પછી સૂર્ય અને બુધ ફરીથી રાશિ પરિવર્તન કરશે. મહિનાના અંતમાં ગુરુ વક્રી થઈ જશે. આ પ્રકારે જુલાઈમાં 5 ગ્રહોની ગતિ બદલાશે. જેથી દેશ-દુનિયા, વાતાવરણ અને બધી રાશિઓ પર એની શુભ-અશુભ અસર પડશે.

અચાનક વાતાવરણ બદલાશે, પ્રાકૃતિક આપત્તિઓની શક્યતા
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે, આ મહિનાના રાશિ પરિવર્તનને કારણે અનેક જગ્યાએ વાતાવરણ ખરાબ થવાથી પરેશાનીઓ વધી શકે છે. થોડી જગ્યાઓએ ભારે વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. લોકો પરેશાન રહેશે. અનાજ અને ભોજનની સામગ્રીઓની કિંમત પહેલાં ઘટશે, પછી ફરી એમાં તેજી આવશે. આતંકીઓને કાબૂમાં લેવા માટે સેના પોતાનું સ્પેશિયલ ઓપરેશન શરૂ કરશે, જેમાં સફળતા પણ મળશે. લેખક, પત્રકાર અને શિક્ષક વર્ગ અને ફ્રીલાંસ કામ કરનારા લોકો માટે સમય રહેશે. વિસ્ફોટક સામગ્રી અથવા વીજળી શોર્ટસર્કિટથી પ્રાકૃતિક આપત્તિઓની શક્યતા છે. દેશમાં દુર્ઘટનાઓ વધવાની પણ શક્યતા છે.

આગની દુર્ઘટના વધવાની શક્યતા
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે આ મહિને મંગળની ગતિ બદલાશે નહીં. આ ગ્રહ પોતાની જ રાશિ, મેષમાં રાહુ સાથે રહેશે. આ બંને ગ્રહોની યુતિ હોવાથી અંગારક યોગ બની રહ્યો છે. આ અશુભ યોગના કારણે દેશ-દુનિયામાં ભૂકંપ, લેન્ડ સ્લાઇડ અને અન્ય પ્રાકૃતિક આપત્તિઓ આવવાની શક્યતા છે. દેશમાં દુર્ઘટનાઓ વધી શકે છે. અનેક જગ્યાએ હિંસા અને આગની દુર્ઘટનાઓ થવાની શક્યતા પણ છે. વિરોધ પ્રદર્શન અને તોફાન પણ વધશે. મંગળને કારણે સેના અને પોલીસ વિભાગ સાથે જોડાયેલા નિર્ણયો અને ઘટનાઓ પણ બનશે.

સૂર્યના પ્રભાવથી વાતાવરણ સાથે જ અનેક જગ્યાએ મોટા રાજકારણમાં ફેરફાર આવી શકે છે. બુધ અને શુક્રને કારણે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો આવી શકે છે. જોકે મોંઘવારી વધશે અને જનતા અસંતુષ્ટ રહેશે.

ગ્રહોના રાશિ પરિવર્તનની શુભ-અશુભ અસર

સૂર્ય- આ ગ્રહ 16 જુલાઈએ મિથુનથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જેના દ્વારા શનિ-સૂર્યનો દૃષ્ટિ સંબંધ બનશે. આ અશુભ યોગ એક મહિના સુધી રહેશે. આ સમયે સૂર્ય ઉપર મંગળ અને ગુરૂની દૃષ્ટિ પણ રહેશે, એટલે અનેક નોકરિયાત લોકો માટે આ મોટો ફેરફાર લાવનારો સમય રહેશે. સૂર્યના રાશિ પરિવર્તનથી વૃષભ, કન્યા, તુલા અને કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ સિવાય મેષ, મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

બુધ- આ ગ્રહ 2 જુલાઈએ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં આવી ગયો છે, જેથી વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે સમય સારો રહેશે. એ પછી 17 જુલાઈના રોજ કર્ક રાશિમાં જતો રહેશે. જેથી મિથુન, કન્યા, તુલા, ધન અને કુંભ રાશિના લોકો માટે શુભ સમય રહેશે. અન્ય રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ પ્રકારે બુધ એક જ મહિનામાં બે વખત રાશિ બદલશે.

ગુરુ- મહિનાના છેલ્લે 29 જુલાઈના રોજ ગુરુ પોતાની જ રાશિ, મીનમાં રહીને વક્રી થઈ જશે. ગુરુની આ વક્રી ચાલની અસર દેશ-દુનિયા સહિત બધી જ રાશિઓ પર પડશે, જેમાં વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે. ત્યાં જ મેષ, મિથુન, સિંહ, તુલા, ધન, મકર અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

શુક્ર- આ ગ્રહ 13 જુલાઈના રોજ વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં લગભગ 4 દિવસ બુધ સાથે રહ્યા પછી આ ગ્રહ એકલો રહેશે. શુક્ર ગ્રહનો પ્રભાવ આવક, ખર્ચ, શારીરિક સુખ-સુવિધાઓ, શોખ અને ભોગ-વિલાસ પર હોય છે. આ પરિવર્તન મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકો માટે શુભ રહેશે. આ સિવાય કન્યા, ધન અને મકર રાશિના લોકોને આ ગ્રહનું શુભ ફળ મળી શકશે નહીં.

શનિ- આ ગ્રહ વક્રી ગતિ કરી રહ્યો છે. હવે 13 જુલાઈએ શનિ કુંભથી એક રાશિ પાછળ મકરમાં આવી જશે, જેથી એની શુભ અસર સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના લોકો પર પડશે. આ સિવાય મેષ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા, તુલા, ધન, મકર અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. શનિ અને સૂર્યનો દૃષ્ટિ સંબંધ પણ બની રહ્યો છે, એટલે તેની અશુભ અસર વધી જશે.