તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • July Rashifal (Horoscope Monthly) | Monthly Rashifal (July 2021), July Zodiac Forecast: Singh Rashi, Kanya, Aries, Taurus, Gemini Cancer Libra, And Other Signs

જુલાઈનું રાશિફળ:આ મહિને મિથુન, કર્ક, તુલા અને વૃશ્ચિક રાશિના નોકરિયાત લોકોની ઉન્નતિ થવાના યોગ છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધન રાશિના લોકોએ આ મહિને કામકાજમાં સાવધાની જાળવવી પડશે, મોટું નુકસાન થવાની શક્યતાઓ છે

જુલાઈમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્રનું રાશિ પરિવર્તન થશે. આ ગ્રહોની ચાલમાં ફેરફાર થવાથી બધી રાશિઓ ઉપર અસર પડશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ મહિને મેષ રાશિના કમીશન, વીમા અને શેર બજાર સાથે જોડાયેલાં લોકોને ફાયદો થશે. મિથુન રાશિના લોકોને નક્ષત્રોનો સાથ મળી શકે છે. નોકરી અને બિઝનેસમાં મનગમતા પરિણામ પણ મળી શકે છે. કર્ક રાશિના લોકો માટે ભાગ્યોદયકારક સમય રહેશે. આ રાશિના નોકરિયાત લોકોને ઉન્નતિને લગતા સમાચાર મળી શકે છે.

તુલા રાશિના લોકોના અટવાયેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. આ રાશિના સરકારી નોકરી કરનાર લોકોને ઉન્નતિ મળવાના યોગ બની રહ્યા છે. વૃશ્ચિક રાશિના લોકોને બિઝનેસમાં ફાયદો અને નોકરિયાત લોકોને ઉન્નતિ મળી શકે છે. આ સિવાય મેષ, સિંહ, કન્યા, મકર, કુંભ અને મીન રાશિના લોકો ઉપર આ મહિને નક્ષત્રોની મિશ્રિત અસર પડી શકે છે. ત્યાં જ, ધન રાશિના લોકોને મોટું નુકસાન થવાની શક્યતાઓ છે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ.....

મેષઃ-

પોઝિટિવઃ- આ મહિને ગ્રહ સ્થિતિ અનુકૂળ બની રહી છે. સમય તમારા માટે નવી સફળતા બનાવી રહ્યો છે. એટલે આળસ છોડીને સંપૂર્ણ ઊર્જા અને આત્મવિશ્વાસ સાથે પોતાના કાર્યો ઉપર ધ્યાન આપો. જો ઘરની દેખરેખને લગતી કોઈ યોજના બની રહી છે તો વાસ્તુ નિયમોનું પાલન કરો. માનસિક અને આત્મિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- થોડો સમય આત્મમંથન અને આત્મ વિશ્લેષણ કરવામાં પણ પસાર કરો. બાળકોની સમસ્યાઓનું સમાધાન શોધવા માટે તમારો સહયોગ જરૂરી છે. પ્રોપર્ટીને લગતા કોઈપણ કાર્ય કરતી સમયે કાગળિયાઓનું યોગ્ય ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વેપારને લગતા કોઈપણ નવા કામની શરૂઆત કરતી સમયે તેના દરેક સ્તર અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો. કેમ કે હાલ કોઈપણ નવી યોજના ઉપર અમલ કરવા માટે સમય પક્ષમાં નથી.

લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે યોગ્ય સહયોગ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી શારીરિક પરેશાનીઓથી થોડી રાહત મળી શકે છે.

----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- અન્ય લોકોની આશા રાખવાની જગ્યાએ પોતાની કાર્ય ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. તમને ચોક્કસ સફળતા મળી શકે છે. ઘરમાં કોઇ લગ્ન યોગ્ય સભ્ય માટે યોગ્ય સંબંધ આવી શકે છે. નવી વસ્તુ કે નવી ગાડી ખરીદવાને લગતી યોજના પણ બનશે. સફળતાદાયક સમય છે.

નેગેટિવઃ- મહિનાની વચ્ચે અપ્રિય કે અશુભ સમાચાર મળવાની શક્યતાઓ છે. જેના કારણે મન નિરાશ રહી શકે છે. આ સમયે કોઈ ભવિષ્યને લગતી યોજના પણ વચ્ચે અટકી શકે છે. આર્થિક સ્થિતિ સારી જાળવી રાખવા માટે તમારા બિનજરૂરી ખર્ચ ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ- વેપારમાં કોઈ મન પ્રમાણે કોન્ટ્રાક્ટ મળી શકે છે. તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે. આ સમયે વેપારમા કશુંક નવું કામ કરવાનો પ્લાન કરી રહ્યા છો તો સમય અનુકૂળ છે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિ રહેશે. કામ વધારે હોવા છતાંય ઘર-પરિવાર માટે યોગ્ય સમય કાઢવો તમારા સંબંધને સુધારશે.

વ્યવસાયઃ- સર્વાઇકલ અને માથાના દુખાવાની સમસ્યાઓ વધી શકે છે.

----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. આ મહિને છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલી ચિંતા અને પરેશાનીનું સમાધાન મળશે. તમે તમારા બળે દરેક કામ કરવાની ક્ષમતા રાખશો. કામ વધારે હોવા છતાંય સંબંધીઓ તથા મિત્રો માટે થોડો સમય કાઢવો સંબંધોને વધારે મજબૂત બનાવશે.

નેગેટિવઃ- મહિનાની શરૂઆતમાં કોઇ મુશ્કેલી આવી શકે છે. એટલે ખોટી ગતિવિધિઓથી પોતાને દૂર જ રાખો. જમીનને લગતા કાર્યોમાં વધારે ચર્ચા-વિચારણાં કરીને જ પગલું ભરો. ક્યારેક અતિ આત્મવિશ્વાસની સ્થિતિ પણ નુકસાન આપી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં મન પ્રમાણે પરિણામ મળી શકે છે. આ સમયે માર્કેટિંગને લગતા કાર્યોને વધારે મહત્ત્વ આપો. પાર્ટનરશિપના વેપારમાં પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ- ઘરમાં કોઈ બાળકોની કિલકારીને લગતા શુભ સમાચાર મળવાથી ઉત્સવનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે. ગરમી અને પોલ્યૂશન સામે તમારી રક્ષા કરો.

----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ મહિને થોડા સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી રાહત મળી શકે છે. ઘરના વડીલોના અનુભવો તથા સલાહનું પાલન કરવું તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે. તમે તમારી વિચારશૈલી અને દિનચર્યામાં પોઝિટિવ પરિવર્તન લાવશો.

નેગેટિવઃ- ક્યારેક તમારા ઉપર તણાવ હાવી રહી શકે છે. ધ્યાનથી વિચારશો તો તમને લાગશે કે પરેશાની એટલી મોટી નથી. સંપત્તિના મામલે રૂપિયાની લેવડ-દેવડને લઇને સાવધાની જાળવો. થોડી પણ બેદરકારીથી નુકસાન થઈ શકે છે. તમારો ગુસ્સા જેવા સ્વભાવના કારણે સંબંધો ખરાબ પણ થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં બહારના મહત્ત્વપૂર્ણ કરાર પ્રાપ્ત થઈ શકેછે. કોઈપણ યોજનાને શરૂ કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લેવી જોઈએ.

લવઃ- પારિવારિક ગતિવિધિઓમાં તમારો સહયોગ અને સમર્પણ ઘરના વાતાવરણને વધારે સુખમય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- શરદી, તાવ વગેરે પરેશાન કરી શકે છે.

----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઈ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદ તમારી ઉન્નતિમાં મદદગાર સાબિત થશે. કોઇ સંબંધીના મુશ્કેલ સમયમાં તેમનો સહયોગ કરવો પડી શકે છે. આવું કરવાથી તમને આત્મિક સુકૂન અને શાંતિ મળી શકે છે.

નેગેટિવઃ- આ સમયે અન્ય લોકો ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો. પ્રકૃતિ તમને યોગ્ય તક આપી શકે છે. આ સમયે આર્થિક યોજનાઓને પણ શરૂ કરવા માટે ધ્યાન આપવું જરૂરી છે. ખોટા વાદ-વિવાદથી પોતાને દૂર રાખો તો સારું રહેશે.

વ્યવસાયઃ- કોઈ વ્યવસાયિક યાત્રા શક્ય છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત અને તેમનો સહયોગ તમને વેપારમાં ફાયદો આપી શકે છે. યુવાઓ જલ્દી સફળતા મેળવવાના ચક્કરમાં પોતાના કરિયરને લગતા લક્ષ્યની પસંદગી ન કરે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય અને સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી હળવી પરેશાની રહી શકે છે. જેના કારણે સ્વભાવમાં ચીડિયાપણુ અને તણાવ રહેશે.

----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ મહિનો થોડા મિશ્રિત પ્રભાવનો રહેશે. જોકે, ગ્રહ સ્થિતિ તમને કોઇ સમસ્યાથી રાહત આપવા માટે તત્પર છે. ઘરની દેખરેખને લગતી વસ્તુઓની ખરીદદારીમા પણ પરિવારના લોકોનો સુખમય સમય પસાર થઈ શકે છે.

નેગેટિવઃ- તમારી વાણી અને ગુસ્સા ઉપર કાબૂ રાખો. અકારણ જ કોઈ સાથે વિવાદ ઊભો થઈ શકે છે. કોઈપણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો. સમજી-વિચારીને અને ધૈર્ય પૂર્વક વસ્તુઓને વ્યવસ્થિત કરો.

વ્યવસાયઃ- તમારી પાસે વેપારને લગતી યોજનાઓ તો ખૂબ જ છે, પરંતુ તેને કેવી રીતે શરૂ કરવાની છે, તેમાં થોડી મુશ્કેલી આવશે. વ્યવસાયિક મામલે બધા નિર્ણય જાતે જ લો. કોઇ કર્મચારી ઉપર વધારે વિશ્વાસ કરવો યોગ્ય નથી.

લવઃ- પતિ-પત્ની એકબીજા સાથેના સંબંધોમાં યોગ્ય તાલમેલ અને મધુરતા જળવાયેલી રહેશે. મહિનાની શરૂઆતમાં ઘરમાં કોઇની દખલ વાતાવરણને ખરાબ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટીક લોકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું.

----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- વડીલોના અનુભવ અને માર્ગદર્શનનું પાલન કરો. આ મહિને તમારું કોઈ અટવાયેલું કામ અચાનક પૂર્ણ થઈ શકે છે. સમય તમારા જીવનમાં પોઝિટિવ પરિવર્તન લાવી રહ્યું છે. બધા કામ સમય પ્રમાણે બનતા જવાથી મનમાં સંતોષનો ભાવ રહી શકે છે.

નેગેટિવઃ- તમારા સ્વભાવમાં ઈગો અને અતિ આત્મવિશ્વાસ જેવી નકારાત્મક આદતો સામેલ થવા દેશો નહીં. ભાઈઓ સાથે થોડો મતભેદ થવાની સ્થિતિ બની શકે છે. સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલો.

વ્યવસાયઃ- કોઈપણ વ્યવસાયિક કાર્યમાં કાગળિયાઓને યોગ્ય રીતે તપાસ કરી લો. મુશ્કેલી આવે ત્યારે કોઈ વડીલ કે અનુભવી વ્યક્તિની સલાહ લેવી પણ યોગ્ય રહેશે.

લવઃ- પારિવારિક ગતિવિધિઓ માટે થોડો સમય કાઢવો જરૂરી છે. બાળકોની કોઇ સફળતા ઘરમાં સુખમય વાતાવરણ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી નાની-મોટી પરેશાની આવે તો ઘરેલૂ આયુર્વેદિક ઇલાજ ફાયદો આપી શકે છે.

----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- સ્થિતિ અનુકૂળ છે. સમય તમારા માટે અનેક પ્રકારની લાભદાયક અને સુખમય પરિસ્થિતિ બનાવી રહ્યું છે. માત્ર અન્ય પાસેથી મદદ લેવાની જગ્યાએ પોતાની કાર્યપ્રણાલી ઉપર જ વિશ્વાસ રાખો. કોઈ વિવાદિત મામલો અનુભવી લોકોની દખલ દ્વારા ઉકેલાઇ જાય તેવી શક્યતા છે.

નેગેટિવઃ- વાર્તાલાપ કરતી સમયે ધ્યાન રાખો કે તમારા દ્વારા તમારી કોઈ ખાસ યોજના જાહેર થાય નહીં. કારણ વિના કોઈપણ વ્યક્તિ સાથે વિવાદમાં ઉતરશો નહીં. શેરબજાર, સટ્ટો વગેરે જેવા કાર્યો સાથે સંબંધ રાખનાર લોકોએ સાવધાન રહેવું, નુકસાન થવાની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- આ મહિનો કલાત્મક તથા મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલાં વેપારમાં લાભ થવાની આશા છે. તમારા વર્તમાન વ્યવસાય સાથે-સાથે થોડા નવા કાર્યો ઉપર પણ તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ- ઘરનું વાતાવરણ મધુર અને સુખમય જળવાયેલું રહેશે. ઘરના વડીલ સભ્યો પ્રત્યે તમારો સેવા ભાવ અને દેખરેખ તેમને પ્રસન્ન રાખી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે. માત્ર તણાવ તથા સિઝનલ બીમારીઓથી થોડું સાવધાન રહો.

----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ મહિને રચનાત્મક તથા તમારા મનગમતા કાર્યોમાં તમારો વિશેષ રસ રહેશે. ભવિષ્યને લગતી મહત્ત્વપૂર્ણ યોજનાઓ પણ બની શકે છે. તમારા કાર્યોને સમજી-વિચારીને શાંતિથી પૂર્ણ કરો.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલે કોઈ વાદ-વિવાદ થવાની શક્યતા છે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેશો નહીં, તમે મુશ્કેલીમાં પડી શકો છો. થોડા ખર્ચ સામે આવશે, જેમાં કાપ કરવો પણ શક્ય રહેશે નહીં.

વ્યવસાયઃ- આ મહિને કાર્યક્ષેત્રમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂરિયાત છે. નાની ભૂલની ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. થોડા પડકાર પણ સામે આવી શકે છે.

લવઃ- પરિવાર સાથે મનોરંજનમા સુખમય સમય પસાર થઈ શકે છે. પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વ્યક્તિગત કાર્યોને લઇને થોડો તણાવ હાવી રહી શકે છે. જેની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમયે આત્મમંથન કરવાનો છે. તમે કોઈ નવી તકનીક કે હુનર પ્રાપ્ત કરી શકો છો. કોઈ રાજનૈતિક કે પ્રભાવશાળી વ્યક્તિ સાથે તમારા સંપર્ક સ્થાપિત થશે. યોગ્ય અવસર પણ તમને મળી શકે છે.

નેગેટિવઃ- કામ વધારે રહેવાના કારણે તમને પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ રહેશે. થોડા લોકો તમારું નુકસાન કરવાની કોશિશ કરી શકે છે. પરંતુ ચિંતા ન કરો તમારા ઉપર કોઇ નકારાત્મક અસર થશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાય પ્રત્યે વધારે ગંભીર રહેવાની જરૂરિયાત છે. જો તમે કોઇ નવું કામ શરૂ કર્યું છે તો વધારે મહેનત કરવાથી સફળતા મળી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થઈ શકે છે. જેની અસર ઘરની વ્યવસ્થા ઉપર પડે નહીં તેનું ધ્યાન રાખવું. યુવાઓ પોતાના પ્રેમ સંબંધને લઇને ગંભીર અને પ્રામાણિક રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી સંયમિત દિનચર્યા અને ખાનપાન તમને સ્વસ્થ રાખી શકે છે.

----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. ગવર્મેન્ટ સાથે જોડાયેલી કોઇ સમસ્યાનું નિવારણ થઈ શકે છે. તમે તમારી પ્રબળ ઇચ્છા શક્તિ અને આત્મવિશ્વાસની મદદથી અનેક મહત્ત્વપૂર્ણ કાર્યોને અંજામ આપવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- સહનશીલતાની ખામીના કારણે થોડા મનમુટાવ પણ થઈ શકે છે. સમય પ્રમાણે પોતાના વ્યવહારમાં પરિવર્તન લાવવાની કોશિશ કરો. કોઈ દુઃખદ ઘટના તમને ભાવનાત્મક રૂપથી નબળા કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવી તમને ઉન્નતિમાં મદદગાર સાબિત થશે. કોઇ નવા કામ કે ભવિષ્યને લગતી યોજનાઓને અંજામ આપવા માટે હાલ સમય અનુકૂળ નથી.

લવઃ- પતિ-પત્ની નાની-નાની વાતને લઇને પોતાના સંબંધોમાં ખટાસ આવવા દેશે નહીં.

સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક થાક રહી શકે છે. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી પોઝિટિવિટી રહેશે.

----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- સમયનો પ્રભાવ મિશ્રિત રહી શકે છે. કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. શુભચિંતકો અને મિત્રોની મદદથી કાર્યો પૂર્ણ થતાં જશે. જનસંપર્કની સીમા વધશે તથા ઘર પરિવારની જવાબદારીઓને તમે યોગ્ય રીતે નિભાવી શકશો.

નેગેટિવઃ- વિચારોમાં પ્રતિકૂળતા રહેવાના કારણે આસપાસના લોકો સાથે તાલમેલ જાળવવું થોડુ મુશ્કેલ રહી શકે છે. આ સમયે બાળકોને વધારે ઢીલ ન આપો. તેમની સંગત અને ગતિવિધિઓ ઉપર નજર રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા પરિસ્થિતિઓને અનુકૂળ જાળવી રાખશો. કોઈ નવું કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને મધુર જળવાયેલું રહેશે. મહિનાની વચ્ચે કોઈ બહારના વ્યક્તિની નકારાત્મક ગતિવિધિઓના કારણે ઘરમાં અશાંતિનું વાતાવરણ પણ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે. અનિદ્રા અને બેચેનીની સમસ્યા પણ રહી શકે છે.