તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્નનાં શુભ મુહૂર્ત:જુલાઈમાં લગ્ન માટે માત્ર 6 દિવસ, 20મીએ દેવશયની એકાદશી પછી 15 નવેમ્બરથી શરૂ થશે લગ્નનાં મુહૂર્ત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે નવેમ્બરમાં 7 અને ડિસેમ્બરમાં 6 દિવસ લગ્ન થઈ શકશે, 15 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થવાથી લગ્ન થઈ શકશે નહીં

કોરોનાને કારણે મે-જૂનમાં જેમના લગ્ન થઈ શક્યા નથી તેમના માટે જુલાઈમાં 6 દિવસ લગ્નનાં મુહૂર્ત છે. એ પછી ચાતુર્માસ શરૂ થવાથી 4 મહિનાની રાહ જોવી પડશે. દેવશયની એકદાશી હોવાને કારણે જુલાઈથી નવેમ્બર સુધી લગ્ન મુહૂર્ત રહેશે નહીં. તે પછી 14 નવેમ્બરથી લગ્ન શરૂ થઈ શકે છે.

ચાતુર્માસને કારણે લગ્નના મુહૂર્ત નથી
20 જુલાઈએ દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જતા રહેશે, જે આવનારા 4 મહિના સુધી ચાલશે. આ ચાર મહિનાના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ દિવસોમાં ભગવાનના સૂઈ જવાને કારણે લગ્ન સહિત અનેક શુભ કાર્યો પર પ્રતિબંધ રહેશે. પછી 15 નવેમ્બરના રોજ કારતક મહિનાની એકાદશીએ ભગવાન યોગ નિદ્રામાંથી જાગશે. આ દિવસે દેવ પ્રબોધિની એકાદશી પર્વ હોવાની સાથે જ લગ્નની શરૂઆત થઈ જશે.

આ દિવસોમાં કોરોના મહામારી અને ગાઇડલાઇન્સને કારણે અનેક લોકોનાં લગ્ન થઈ શક્યાં નથી. આવા લોકો માટે જુલાઈમાં 1, 2, 7, 13, 15 જુલાઈએ લગ્નનાં શુભ મુહૂર્ત છે
આ દિવસોમાં કોરોના મહામારી અને ગાઇડલાઇન્સને કારણે અનેક લોકોનાં લગ્ન થઈ શક્યાં નથી. આવા લોકો માટે જુલાઈમાં 1, 2, 7, 13, 15 જુલાઈએ લગ્નનાં શુભ મુહૂર્ત છે

જુલાઈમાં વણજોયું મુહૂર્ત સહિત 6 દિવસ શુભ રહેશે
આ પહેલાં મે મહિનામાં 16 અને જૂન મહિનામાં 8 દિવસ એટલે બે મહિનામાં લગ્ન માટે કુલ 24 દિવસ શુભ મુહૂર્ત હતાં. આ દિવસોમાં કોરોના મહામારી અને ગાઇડલાઇન્સને કારણે અનેક લોકોનાં લગ્ન થઈ શક્યાં નથી. આવા લોકો માટે જુલાઈમાં 1, 2, 7, 13, 15 જુલાઈએ લગ્નનાં શુભ મુહૂર્ત છે. આ પ્રકારે 18 જુલાઈના રોજ ભડલી નોમનું વણજોયું મુહૂર્ત રહેશે, એટલે આ 6 મુહૂર્તમાં લગ્ન થઈ શકે છે.

નવેમ્બરમાં દેવ પ્રબોધિનીના વણજોયા મુહૂર્તને મળીને 7 અને ડિસેમ્બરની શરૂઆતના 15 દિવસમાં 6 શુભ મુહૂર્ત રહેશે.
નવેમ્બરમાં દેવ પ્રબોધિનીના વણજોયા મુહૂર્તને મળીને 7 અને ડિસેમ્બરની શરૂઆતના 15 દિવસમાં 6 શુભ મુહૂર્ત રહેશે.

નવેમ્બરમાં 7 અને ડિસેમ્બરમાં 6 મુહૂર્ત રહેશે
20 જુલાઈના રોજ દેવશયન પછી 15 નવેમ્બરના રોજ લગ્ન માટે મુહૂર્ત રહેશે. નવેમ્બરમાં દેવ પ્રબોધિનીના વણજોયા મુહૂર્તને મળીને 7 અને ડિસેમ્બરની શરૂઆતના 15 દિવસમાં 6 શુભ મુહૂર્ત રહેશે. આ પ્રકારે વર્ષના છેલ્લા બે મહિનામાં લગ્ન માટે કુલ 13 દિવસ મળશે. 15 ડિસેમ્બરના રોજ સૂર્યના ધન રાશિમાં આવી જવાથી ધનુર્માસ શરૂ થઈ જશે, જે 14 જાન્યુઆરી 2022ના રોજ પૂર્ણ થશે. એટલે વર્ષના છેલ્લા મહિનામાં માત્ર 6 દિવસ લગ્નનાં મુહૂર્ત રહેશે.

જુલાઈ- 1, 2, 7, 13, 15 અને 18 તારીખ

નવેમ્બર - 15, 16, 20, 21, 28, 29 અને 30 તારીખ

ડિસેમ્બર - 1, 2, 6, 7, 11 અને 13 તારીખ