શુક્રવારનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે, અંગત સંબંધો પ્રગાઢ બનશે. વડીલોની સલાહ માનવાથી તમને યોગ્ય માર્ગદર્શન મેળવવામાં મદદ મળશે. શુભ કાર્યોમાં રોકાણ કરવાથી મન પ્રસન્ન રહેશે. પડોશીઓ સાથે ચાલી રહેલો ઝઘડો પણ દૂર થશે. જો બીજા લોકો તમારું સન્માન કરે તો તમારે પણ તેમનું સન્માન જાળવવું જોઈએ. કોઈ અપ્રિય ઘટનાની આશંકા મનમાં ભય અને તણાવ પેદા કરી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન આપવું.
શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ રંગઃ- 9
------------------------
અંકઃ- 2
ગણેશજી કહે છે કે, કોઈ સામાજિક સંસ્થા સાથે જોડાવા અને સહયોગ કરવાથી તમને આધ્યાત્મિક સુખ મળશે. વિશેષ યોજનાઓ બનાવવા માટે પણ સમય સારો છે. વગદાર લોકો સાથે સંપર્ક અને સામાજિક સક્રિયાત વધારો. સાવધાન રહેજો, તમારા મહત્વના ડોક્યુમેન્ટ ગાયબ થઈ શકે છે. કોઈની સાથે વાદ-વિવાદમાં સમય નષ્ટ ન કરો. થોડો સમય મેડિટેશનમાં વિતાવો. કારોબારમાં મોટો ઓર્ડર મળી શકે છે. પરિવારમાં સહયોગથી માહોલ સારો રહેશે.
શું કરવું - ભગવાન વિષ્ણુની આરાધના કરો.
શુભ રંગઃ- પીળો
શુભ રંગઃ- 3
------------------------
અંકઃ- 3
ગણેશજી કહે છે કે, તમે પોતાની યોગ્યતા અને પ્રતિભાથી પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ થશો. ધાર્મિક કાર્યોમાં પણ તમારો રસ વધશે. ભવિષ્ય માટેની સારી અને શુભ યોજનાઓ પર ચર્ચા થાય. વિપરિત પરિસ્થિતિઓમાં ધૈર્ય અને સંયમથી કામ લો. ઘણીવાર શંકાળું સ્વભાવ કામમાં પરેશાનીનું કારણ બની શકે છે. બાળકોની કોઈપણ સમસ્યાનો હલ કરવામાં તેમની મદદ કરો. તેનાથી તેમનું મનોબળ મજબૂત બનશે. શું કરવું - .યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
------------------------
અંકઃ- 4
ગણેશજી કહે છે કે, આજે તમે પોતાની વ્યસ્ત દિનચર્યા સિવાય નવી વસ્તુઓ શીખવા અને જ્ઞાન પ્રાપ્ત કરવામાં સમય પસાર કરશો. તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો આવશે. ઘરમાં કોઈ નજીકની વ્યક્તિની હાજરીથી ઘરનો માહોલ ખુશ રહેશે. આર્થિક કારણોસર તમે કેટલીક યોજનાઓને પડતી મૂકી શકો છો. આ સમયે અયોગ્ય લોકોથી દૂર રહેવામાં ભલાઈ છે, જો કે તેમનો પ્રભાવ તમારી પર પડી શકે છે. પાછલા કેટલાક સમયમથી ચાલી રહેલા વિરોધને દૂર કરી શકો છો. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સુખદ રહેશે.
શું કરવું - હનુમાનજીની પૂજા કરો.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 1
------------------------
અંકઃ- 5
ગણેશજી કહે છે કે, પાછલા કેટલાક દિવસોથી ચાલી આવતી કોઈ ચિંતા દૂર થશે અને તમે આરામથી પોતાના અંગત કામો પર ધ્યાન આપી શકો. કોઈ નજીકની વ્યક્તિથી કિંમતી ભેટ મળી શકે છે. બીજાની ખામીઓ ન જુઓ પોતાના પર ભરોસો રાખો. હકારાત્મક વિચારોવાળા લોકોના સંપર્કમાં રહેવાથી તમારો મૂડ હકારાત્મક રીતે બદલાશે. ધર્મના નામે કોઈ તમારી પાસે ધન હડપી શકે છે. આ સ્થિતિની અસર તમારા વ્યવસાય પર ન પડવા દો.
શું કરવું - ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 2
------------------------
અંકઃ- 6
ગણેશજી કહે છે કે, સંપત્તિની લે-વેચની ઝંઝટ દૂર થશે. ઘરમાં કોઈ ધાર્મિક અનુષ્ઠાન પણ કરી શકો છો. વિદ્યાર્થીઓને એકાગ્રતાથી અભ્યાસ કરવો જોઈએ. બાળકોની કોઈપણ પ્રકારની નકારાત્મક ગતિવિધિઓથી ચિંતા થઈ શકે છે. પરંતુ શાંતિથી મામલાને ઉકેલવાનો પ્રયાસ કરો. ઘરના વડીલ સદસ્યોના સ્વાસ્થ્ય પર પણ વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આજે કારોબારી ગતિવિધિઓને લીધે કારણ વગરનો ખર્ચ વધી શકે છે.
શું કરવું - ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો.
શુભ રંગઃ- જાંબુડીયો
શુભ અંકઃ- 8
------------------------
અંકઃ- 7
ગણેશજી કહે છે કે, તમારી મહેનત રંગ લાવશે, એટલા માટે પોતાનું કામ ઈમાનદારીથી કરો. તમારી પર વડીલોનો સ્નેહ રહેશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમે પોતાની કોઈ નબળાઈને દૂર કરવાનો પ્રયત્ન કરશો. કામ વધુ રહેવાથી ગુસ્સો આવી શકે છે. કોઈપણ વ્યાવસાયિક ગતિવિધિઓને ગંભીરતાથી મૂલ્યાંકન કરો. પારિવારિક સુખ માટે સમય ઉત્તમ રહેશે. આળસ પ્રબળ રહી શકે છે.
શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
------------------------
અંકઃ- 8
ગણેશજી કહે છે કે, ધર્મ-કર્મમાં રસ વધશે. છાત્રસંઘ અને યુવાવર્ગને કંઈક ખાસ મેળવવા પર ગર્વ થશે. પોતાના ભવિષ્યના લક્ષ્ય પ્રત્યેના પ્રયાસો ઝડપથી સફળ થશે. સાસરી પક્ષ સાથે ખટાશ ન થાય તેનું ધ્યાન રાખજો. અપ્રિય સમાચારના સંકેત પણ મળી શકે છે જે ભય અને અવસાદનું કારણ બની શકે છે. એટલા માટે પોતાને હકારાત્મક ગતિવિધિઓમાં વ્યસ્ત રાખો. પ્રોપર્ટી સાથે જોડાયેલ વ્યવસાય, કાગળ વગેરેમાં કામ કરતી વખતે કોઈપણ કઠિન પરિસ્થિતિમાં તમને જીવનસાથી અને પરિવારનો સહયોગ મળી રહેશે.
શું કરવું - ગણેશજીને મોદકનો ભોગ લગાવો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
------------------------
અંકઃ- 9
ગણેશજી કહે છે કે, આ સમય દરમિયાન બીનજરૂરી યાત્રા કરતાં પહેલાં સાવધાની રાખજો. ધ્યાન રહે કે થોડી પણ લાપરવાહી તમને લક્ષ્યથી ભટકાવી શકે છે. આ સમયે અચાનક ખર્ચાઓ શરુ થઈ જવાથી તમે નારાજ રહેશો. વ્યાવસાયિક ક્ષેત્ર સાથે જોડાયેલી કોઈ યોજના કામ આવશે. પતિ-પત્ની વચ્ચે તાલમેળમાં ખામી રહી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
શું કરવું - હનુમાનજીને સિંદૂર ભેટ કરો.
શુભ રંગઃ- બદામી
શુભ અંકઃ- 11
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.