• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • January 25th Number 1 Will Pay Off The Hard Work Of The Past Years And The Financial Situation Will Improve, Number 6 Is A Good Time To Fulfill Wishes.

બુધવારનું અંકફળ:25મી જાન્યુઆરીએ અંક 1ને પાછલા વર્ષોની મહેનત રંગ લાવશે અને આર્થિક સ્થિતિ સુધરશે, અંક 6ને ઈચ્છાઓ પૂરી કરવા સમય અનુકૂળ છે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 25 જાન્યુઆરીનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ- 1

ગણેશજી કહે છે કે, આર્થિક સ્થિતિ સારી રહેશે. પાછલા કેટલાક વર્ષોની મહેનત રંગ લાવશે. તમે તમારા સિદ્ધાંતો સાથે કોઈપણ જાતની સમજૂતી નહીં કરો. કોઈપણ ભ્રમિત કરનારી સમસ્યાને હલ કરવા માટે ધૈર્યની જરૂર છે. બીજા મામલાઓમાં વધુ દખલ ન કરો નહીં તો તમે પોતે પરેશાનીમાં ફસાઈ શકો છો. ભાઈ-બહેનો સાથે ઝઘડો થવાથી પરેશાની આવી શકે. વેપારમાં ઉલઝન રહી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.

શુભ રંગઃ- જાંબુડીયો

શુભ અંકઃ- 12

----------------------------------

અંકઃ- 2

ગણેશજી કહે છે કે, આજનો દિવસ શાનદાર રહેશે. તમારા નવા વિચારો અને જાગરુકતા તમારો આત્મવિશ્વાસ વધારશે. મહિલા વર્ગને આજે વિશેષ સફળતા મળશે. બદલાયેલી પરિસ્થિતિ અનકૂળ ન હોવાથી કેટલીક કઠિનાઈઓ થઈ શકે. લેન-દેનના મામલાઓને લઈને ચિંતા રહેશે. કોઈ નવા પડકારો સામે આવશે, જો કે તમે તેને હલ કરવામાં સક્ષમ છો. વ્યવસાયને લગતી ગતિવિધિઓને સિક્રેટ રાખજો. ઘર પરિવારને ઓછો સમય આપી શકશો.

શું કરવું - ભગવાન ગણેશજીની આરાધના કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

-----------------------------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે, ધાર્મિક કે આધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો રસ વધશે, જેમાં તમને શાંતિ અને નવી ઊર્જા મળશે. કામનો બોજો વધારે હોવાથી તમે વધુ વ્યસ્ત રહેશો. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. જૂઠા વાદ-વિવાદ કે ઝઘડાથી બચજો. નહીંતર નુકસાન થઈ શકે છે. આ સમય તમારી માટે ધૈર્ય અને સંયમ રાખવાનો છે. પોતાના દૂરના સંબંધો મજબૂત રાખજો. પારિવારિક વ્યવસ્થા જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

શું કરવું - ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

-----------------------------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે, નવા કાર્યોની પ્રત્યે તમારી પ્રતિબદ્ધતા સતત રહેશે. લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તમે સફળ થશો. કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. કોઈ અટવાયેલ ઉધારનું ધન પાછું મળી શકે છે. પરિવારની સાથે ખરીદીમાં સમય પસાર કરશો. તમારો અહંકાર તમારા મિત્રોની સાથે ગલતફેમી પેદા કરી શકે છે. કોર્ટ-કચેરીના મામલાથી આજે બચજો. બીનજરૂરી ખર્ચ પરેશાન કરી શકે છે. વિદેશ સાથે જોડાયેલ કારોબારમાં ભરફૂર સફળતા મળી શકે છે.

શું કરવું - સૂર્ય દેવતાને જળ અર્પિત કરો.

શુભ રંગઃ- મરુણ

શુભ અંકઃ- 3

-----------------------------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે, પાછલા કેટલાક દિવસોથી ચાલી રહેલી મહેનતનું આજે સારું પરિણામ મળી શકે છે. પહેલાથી ચાલી રહેલી સમસ્યાઓ પણ એક-એક કરીને સરળતાથી ઉકેલાઈ જશે. તમારો પ્રભાવ સુધારવાનો તમને મોકો મળે. નંબર 2ના કામમાં રસ ન લેશો નહીં તો તમારું માન-સન્માન ઘટી શકે છે. કેટલાક ઘરેલૂ મુદ્દાઓ પર બહેસ થઈ શકે છે. આ સમયે કોઈ મોટો નિર્ણય ન લેશો.

શું કરવું - યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.

શુભ રંગઃ- જાંબુડીયો

શુભ અંકઃ- 2

-----------------------------------

અંકઃ- 6

ગણેશજી કહે છે કે, સમય અનુકૂળ છે. તમારી આશાઓ અને ઈચ્છાઓ પૂરી થશે. સામાજિક કાર્યોમાં તમારું વિશેષ યોગદાન રહેશે. જોખમ ભરેલાં કાર્યોમાં તમારો રસ વધશે અને ખુશીનો અનુભવ કરશો. વાતચીત દ્વારા કોઈ જરૂરી કામ પણ થશે. આ સમયે દેખાડો કરવાને લીધે બીનજરૂરી ખર્ચ વધી શકે છે. સંવાદ કરતી વખતે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો. પરીક્ષામાં સફળતા મળશે અને નોકરી મેળવવાની ઈચ્છા પૂરી થશે.

શું કરવું - જરૂરિયાતમંદ લોકોને મદદ કરો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6

-----------------------------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે, વિદ્યાર્થીઓને પોતાની મહેનતનું યોગ્ય પરિણામ મળવાથી ખુશી થશે. ભાઈઓની વચ્ચે ચાલી રહેલાં વિવાદો કોઈના હસ્તક્ષેપથી ઉકેલાશે. કેટલાક મહત્વપૂર્ણ ઘરેલૂ મામલાઓ પર તમે પોતે નિર્ણય લો, ઘરમાં ખૂબ જ મહેમાન આવવાથી તમને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અગવ઼ડ પડી શકે છે. જમીનને લગતા કોઈ કામ અત્યારે ન કરશો. વ્યાવસાયિક ગતિવિધિઓ સુચારુ રીતે ચાલશે. ઘર અને વેપારમાં તાલમેળ રહેશે.

શું કરવું - ગણેશજીની આરાધના કરજો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

-----------------------------------

અંકઃ- 8

ગણેશજી કહે છે કે દિવસ ખુશી અને શાંતિથી વિતશે. પ્રભાવશાળી લોકોનો સંપર્ક થશે. તેમના માર્ગદર્શનમાં અનેક મુશ્કેલીઓનું સમાધાન થશે. પ્રોપર્ટી સાથે જોડાયેલ અટવાયેલું કામ પૂરું થઈ શકે છે. કોઈ નજીકના સંબંધીને ઘરે જવાનું નિમંત્રણ મળી શકે છે. બપોરના સમયે તમને કોઈ સમસ્યાનું સમાધાન કરવું પડશે. ખોટા કામમાં સમય વીતી શકે છે. મનમાં જુદી-જુદી શંકાઓ પેદા થઈ શકે છે. યુવાનોને સમસ્યાઓનું સમાધાન થશે.

શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

-----------------------------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, તમારો ઉદાર અને મિલનસાર સ્વભાવ તમારા પ્રભાવને ઉજ્જવળ કરશે. વિષયગત યોજનાઓને લઈને લાભકારી નીતિઓ બનશે. કામની વ્યસ્તતા સિવાય પરિવાર અને મિત્રોની વચ્ચે મસ્તીનો માહોલ રહેશે. અજનબીઓની સાથે વ્યવહાર કરતી વખતે પોતાના આત્મસન્માનનું ધ્યાન રાખજો. કોઈપણ દગો થઈ શકે છે. અનેક પ્રકારની પરેશાની થશે. તમે તેને રોકવા સક્ષમ છો. વેપારમાં ધનનું રોકાણ કરવાનો યોગ્ય સમય છે.

શું કરવું - હનુમાનજીની પૂજા કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8