સફરની તૈયારી:1500 કરોડમાં 2 મંદિરની તસવીર બદલાશે, ઓરિસ્સાના પુરી અને લિંગરાજ હેરિટેજ કોરિડોરનું કામ શરૂ

3 વર્ષ પહેલા
  • પુરીને વિશ્વ સ્તરીય હેરિટેજ સિટી બનાવવા માટે કુલ 3200 કરોડ રૂપિયાનો પ્લાન
  • અઢી મહિનાથી બંધ પડેલાં કામને શુક્રવારે મુખ્યમંત્રીના નિર્દેશ બાદ શરૂ કરવામાં આવ્યું

શુક્રવારથી જગન્નાથ હેરિટેજ કોરિડોરનું કામ ફરીથી શરૂ થઇ ગયું છે. ઓરિસ્સા સરકારના આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટનો ઉદેશ્ય પુરીને વિશ્વ સ્તરીય ટૂરિઝમ કેન્દ્ર બનાવવાનો છે. તેના માટે 800 કરોડનું બજેટ મંદિરની આસપાસ બધી જ સુવિધાઓ અને નવા નિર્માણ માટે નક્કી કરવામાં આવ્યું છે. સરકારે પુરીને વિશ્વ સ્તરીય વિરાસત બનાવવા માટે લગભગ 3200 કરોડ રૂપિયાનું બજેટ પાસ કર્યું છે. જાન્યુઆરીમાં તેનું કામ શરૂ થઇ ગયું હતું પરંતુ નેશનલ લોકડાઉનના કારણે કામ રોકવું પડ્યું હતું.

જગન્નાથ મંદિરને વિશ્વ સ્તરીય ટૂરિઝમ કેન્દ્ર બનાવવા માટે ડિસેમ્બર 2022ની ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી. જોકે, અઢી મહિના કામ બંધ રહેવાના કારણે આ અંગે ફરી વિચારણા કરવામાં આવશે. પુરી મંદિર સાથે જ ભુવનેશ્વરના એક હજાર વર્ષથી વધારે જૂના લિંગરાજ મંદિરને પણ હેરિટેજ કોરિડોર બનાવવાનો નિર્ણય લીધો છે. તેના માટે 700 કરોડ રૂપિયા બજેટ નક્કી કરવામાં આવ્યું છે.

પટનાયક સરકારે ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે 2020ની શરૂઆતમાં જ રાજ્ય સરકારે પોતાના હેરિટેજ કોરિડોર પ્લાન તૈયાર કર્યો હતો. લગભગ 3200 કરોડની આ યોજનામાં પુરી શહેર અને ભુવનેશ્વરના લિંગરાજ મંદિરને વિશ્વ સ્તરીય ટૂરિઝમ કેન્દ્ર સ્વરૂપમાં સ્થાપિત કરવાનું હતું. જેના માટે પહેલાં પુરી મંદિરની આસપાસ રહેલી દુકાનોને હટાવીને મંદિરની આસપાસના 75 મીટરની સીમાને હેરિટેજ સિક્યોરિટી ઝોન બનાવવાનું કામ શરૂ થઇ ગયું છે.

બે દિવસ પહેલાં જ મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનના નિયમોનું પાલન કરીને ફરીથી કામ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. શુક્રવારે જિલ્લાં પ્રશાસને ફરીથી કામ શરૂ કરીને મંદિરની આસપાસની દુકાનો અને ભવનોને સિક્યોરિટી ઝોન હેઠળ તોડવાનું શરૂ કરી દીધું છે.

2020માં જ્યારે આ હેરિટેડ કોરિડોર બનીને તૈયાર થઇ જશે તો જગન્નાથ મંદિરનું દૃષ્ય કઇંક આવું હશે
2020માં જ્યારે આ હેરિટેડ કોરિડોર બનીને તૈયાર થઇ જશે તો જગન્નાથ મંદિરનું દૃષ્ય કઇંક આવું હશે

હેરિટેજ કોરિડોરનો પ્લાન આવો છેઃ-

  • ડ્રાફ્ટ આર્કિટેક્ચર બેંગલુરૂની એક કંપનીએ બનાવ્યો છે. તેમાં આ વાત ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે કે, દર્શન સુગમ હોય, સ્વચ્છતા અને સેનિટાઇઝેશનનું ધ્યાન રાખવામાં આવે, પ્રસાદ અને અન્ય વસ્તુઓની કિંમત નિશ્ચિત કરવામાં આવે, મંદિરમાં સુરક્ષાની સારી વ્યવસ્થા હોય.
  • 12મી સદીના મંદિરની મેઘનાદ પચરી (સીમા દીવાલ)થી 75 મીટર ક્ષેત્રની અંદર હેરિટેજ કોરિડોર વિકસિત કરવામાં આવશે. મંદિરની દીવાલોની સૌથી નજીક મંદરની જરૂરી વસ્તુઓની અવર-જવર માટે એક સર્વિસ રોડ હશે.
  • આ યોજના હેઠળ શંકરાચાર્ય મઠ સહિત અન્ય પવિત્ર મઠના ચારેય બાજુ રસ્તા બનાવવામાં આવ્યાં છે. તેમને પણ પુરાતન સ્વરૂપમાં જ સુરક્ષિત રાખવામાં આવશે.
  • દક્ષિણ-પૂર્વ ઝોનમાં ‘વેકલમ’ પ્લાઝા બનાવવામાં આવશે. જેમાં મુખ્ય શટલ-ઓફ ઝોન હશે, જેમાં ઇલેક્ટ્રિકલ શટલ બસ માટે તીર્થયાત્રીઓ અને મુસાફરોને અવર-જવરની સુવિધા મળી શકશે.
  • ઓપન એર શો અને ક્લચરલ પ્રોગ્રામ માટે પણ અલગથી ઓપન થિયેટર હશે.
  • સૌર ઊર્જા અને રેનવોટર હારવેંસ્ટિંગની પણ સંપૂર્ણ વ્યવસ્થા હશે.
  • દક્ષિણ મેદાનમાં બંને તરફ મેડિટેશન, પ્રદર્શની અને કળા મંડપ હશે.
  • જગન્નાથ મંદિરના 75 મીટરની સીમામાં હેરિટેજ સિક્યોરિટી ઝોનમાં જગન્નાથ પંથ, કળા અને કલાકૃતિઓ સાથે જોડાયેલાં દેવતાઓ અને મૂર્તિઓ અને પ્રસાદ માટે જગ્યા હશે.
અન્ય સમાચારો પણ છે...