તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • It Is Yet To Be Decided Whether The Gates Of The Temple Will Be Opened On The 79th Day, The Entrance To The Sanctum Sanctorum And The Darshan Of Bhasmarati Will Also Take Place In Shravan.

મહાકાલના શહેર ઉજ્જૈનથી:79 દિવસે મહાકાલ મંદિરના દ્વાર ખુલ્યા, ગર્ભગૃહમાં પ્રવેશ અને ભસ્મારતીના દર્શન શ્રાવણમાં થઇ શકશે કે નહીં તે નક્કી નથી

5 મહિનો પહેલા
  • કોરોના અહીં વેતાળની જેમ પરીક્ષા લઇ રહ્યું છે, સિસ્ટમ એક સમસ્યાનો ઉકેલ લાવે છે તો બીજી તૈયાર રહે છે
  • મધ્યપ્રદેશમાં કોરોના સામે મૃત્યુના મામલે ઇન્દોર પહેલાં, ભોપાલ બીજા અને ઉજ્જૈન ત્રીજા નંબર પર
  • વિવાદના કારણે મહાકાલના ગર્ભગૃહમાં આલ્કોહોલ યુક્ત સેનેટાઇઝરનો ઉપયોગ થઇ રહ્યો નથી

ઉજ્જૈનનું મહાકાલ મંદિર 79 દિવસ બાદ 8 જૂને સામાન્ય ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું, પરંતુ માત્ર દર્શન માટે જ. પૂજન-અર્ચન માટે નહીં. 16 માર્ચથી ભસ્મારતી દર્શન અને 21 માર્ચથી મંદિરમાં સામાન્ય ભક્તો માટે પ્રવેશ બંધ હતો. કોરોનાની શરૂઆતમાં લોકો અહીં નિશ્ચિંત હતાં કે, તેઓ આ બીમારીથી મુક્ત છે. પરંતુ જોત-જોતામાં મૃત્યુનો આંકડો વધ્યો અને હવે આ સ્થાન પ્રદેશનું ત્રીજું કોરોના હોટસ્પોટ બની ગયું છે. અત્યાર સુધી અહીં 725 સંક્રમિત મળી આવ્યાં છે. કોરોના સામે મૃત્યુના મામલે ઇન્દોર, ભોપાલ પછી ઉજ્જૈન ત્રીજા નંબરે છે. અહીં 64 લોકો મૃત્યુ પામ્યા છે.

સોમવારે સ્થાનીય શ્રદ્ધાળુઓએ ભગવાન મહાકાલના દર્શન કર્યાં. સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી દર્શન મહાકાલના એપ અને ટોલ ફ્રી નંબર ઉપર પ્રી-બુકિંગ આધારે થઇ રહ્યાં છે. સવારે 8 થી સાંજે 6 વાગ્યાની વચ્ચે ટાઇમ સ્લોટ પ્રમાણે જ દર્શન કરી શકાશે. ફોટો/વીડિો- અનિકેત સેન, ઉજ્જૈન
સોમવારે સ્થાનીય શ્રદ્ધાળુઓએ ભગવાન મહાકાલના દર્શન કર્યાં. સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી દર્શન મહાકાલના એપ અને ટોલ ફ્રી નંબર ઉપર પ્રી-બુકિંગ આધારે થઇ રહ્યાં છે. સવારે 8 થી સાંજે 6 વાગ્યાની વચ્ચે ટાઇમ સ્લોટ પ્રમાણે જ દર્શન કરી શકાશે. ફોટો/વીડિો- અનિકેત સેન, ઉજ્જૈન

અહીં બધું જ મહાકાલની શ્રદ્ધાએઃ-
અહીંના પંડિત મહેશ ગુરુના કહેવા પ્રમાણે ઉજ્જૈનમાં કોઇ ભક્ત એક કોથળો ચોખા લઇને આવે અને બે-બે દાણા એક મંદિરમાં ચઢાવે તો ચોખા પૂર્ણ થઇ જશે, મંદિર નહીં. અહીં 250થી વધારે મોટા મંદિર છે, જ્યાં અનેક લોકોની આજીવિકા દેવ-દર્શન માટે આવતાં ભક્તોથી ચાલે છે. અઢી મહિનાથી બધું જ બંધ રહ્યું. હજું પણ ફૂલ-હાર, પ્રસાદ, ટ્રાન્સપોર્ટેશન, હોટલ, ભોજનાલય સંપૂર્ણ રીતે ખુલ્યા નથી. પંડિત મહેશ ગુરુની પીઢીઓ 300 વર્ષથી અહીં પૂજા કરે છે.

શ્રાવણ, નાગપાંચમે નાગચંદ્રેશ્વરના દર્શન થશે કે નહીં તે બાબતે ચિંતાઃ-
મહાકાલ મંદિરના પૂજારી આશીષ ગુરુના કહેવા પ્રમાણે ચિંતા શ્રાવણ મહિનાની છે. હવે શ્રાવણ શરૂ થવાના 28 દિવસ બાકી છે. જુલાઈમાં શ્રાવણની શરૂઆત સોમવારથી જ થશે. શ્રાવણમાં અહીં દરરોજ 70-80 હજાર શ્રદ્ધાળુઓ આવે છે. શ્રાવણ મહિનાના સોમવારે આ સંખ્યા એક લાખથી વધારે થઇ જાય છે. મહાકાલ કોઇનાથી દૂર થાય એવું અમે ઇચ્છતાં નથી. નાગપાંચમ પણ જુલાઈના ચોથા સપ્તાહમાં થશે. અહીં નાગચંદ્રેશ્વરનની પૂજા પણ વિશાળ સ્તરે થાય છે, જે મંદિર વર્ષમાં એક જ દિવસ ખુલે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો