તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાસ્તુશાસ્ત્ર:ઘરમાં પૂર્વ દિશાની દીવાલમાં બારી હોવું શુભ માનવામાં આવે છે, અહીંથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના રૂમમાં કોઇપણ દીવાલ ઉપર એકથી વધારે બારી હોવી જોઇએ નહીં

વાસ્તુશાસ્ત્રમાં અનેક નાની-નાની વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે, ઘર કે કામકાજની જગ્યાએ બારી અને દરવાજાની સંખ્યા અને તેમને ખોલવાની રીત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સાથે જ, બારી અને દરવાજા કઇ દિશામાં હોય, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેના દ્વારા નુકસાન અને પરેશાનીઓથી બચી શકાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં બારીમાંથી જ નેગેટિવ એનર્જી બહાર જાય છે અને પોઝિટિવ એનર્જી ઘરમાં આવે છે. બારીથી ઘરની સુંદરતા પણ વધે છે. હવા અને સૂર્યનો પ્રકાશ પણ બારી દ્વારા જ રૂમમાં આવે છે. ઘરમાં બારી બનાવતી વખતે વાસ્તુના થોડાં નિયમોનું ધ્યાન રાખવું જોઇએ.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બારી સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ વાતોઃ-
1. બારી ખોલતી કે બંધ કરતી વખતે અવાજ આવવો જોઇએ નહીં. તેનો પ્રભાવ ઘરની સુખ-શાંતિ ઉપર પડે છે. જેના કારણે પરિવારના સભ્યોનું ધ્યાન ભંગ થાય છે.
2. ઘરમાં બારીની સંખ્યા સમ એટલે 2, 4 કે 6 હોવી જોઇએ.
3. બારીની સાઇઝ વધારે મોટી કે વધારે નાની હોવી જોઇએ નહીં.
4. રૂમની દીવાલ ઉપર એકથી વધારે બારી બનાવવી જોઇએ નહીં.
5. ઘરની પૂર્વ દિશા તરફ બારી જરૂર બનાવવી જોઇએ. જેથી રોજ સવારે સૂર્યના કિરણો સીધા રૂમમાં આવી શકે.
6. જો પૂર્વ દિશામાં બારી બનાવવું સંભવ ન હોય તો રોશનદાન (જાળિયું) બનાવી શકો છો.
7. સમયે-સમયે બારીનું સમારકામ અને કલર જરૂર કરાવતાં રહેવું.

અન્ય સમાચારો પણ છે...