કારોબારની દૃષ્ટિએ 3 મે, મંગળવાર એટલે આજે ખરીદીનું મહામુહૂર્ત રહેશે. આ દિવસે અખાત્રીજે ખરીદી, રોકાણ અને નવી શરૂઆત માટે આખો દિવસ શુભ છે. આ પર્વમાં ગ્રહ-નક્ષત્રોથી બની રહેલાં પંચ મહાયોગમાં કરવામાં આવતી ખરીદી અને અન્ય કાર્યો શુભ અને મંગળકારી રહેશે. પંડિતોના જણાવ્યા પ્રમાણે અક્ષય તૃતીયા સ્વયં સિદ્ધ મુહૂર્ત હોય છે. એટલે આ દિવસે મુહૂર્ત જોયા વિના જ દરેક પ્રકારના શુભ કામ કરી શકાય છે. સાથે જ, દરેક પ્રકારની ખરીદી માટે આ દિવસ વણજોયું મુહૂર્ત છે.
3 સ્વયં સિદ્ધ મુહૂર્તમાંથી એક
વર્ષભરમાં 3 દિવસ એવા હોય છે જેને જ્યોતિષ ગ્રંથોમાં સ્વયં સિદ્ધ મુહૂર્ત કહેવામાં આવે છે. એટલે તેમાં સારા-ખરાબ સમયનો વિચાર કર્યા વિના જ શુભ કામ કરી શકાય છે. આ ત્રણ યુગાદિ પર્વ (ગુડી પડવો), અખાત્રીજ અને વિજયાદશમી (દશેરા)છે. જોકે, દર મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિ શુભ હોય છે, પરંતુ વૈશાખ મહિનાની આ તિથિ સ્વયં સિદ્ધ મુહૂર્ત છે. આ જયા તિથિએ સૂર્ય-ચંદ્ર પોત-પોતાની ઉચ્ચ રાશિમાં હોય છે. એટલે આ સંયોગને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે.
લક્ષ્મી યોગમાં લેવડ-દેવડ અને રોકાણ શુભ રહેશે
પં. પ્રફુલ્લ ભટ્ટના જણાવ્યા પ્રમાણે અખાત્રીજના દિવસે બુધ ગ્રહ શુક્રની રાશિ એટલે વૃષભમાં રહેશે અને શુક્ર ઉચ્ચ રાશિમાં રહેશે. આ નક્ષત્ર લક્ષ્મી યોગ બનાવી રહ્યો છે. જે આખો દિવસ રહેશે. આ શુભ યોગમાં કરવામાં આવતી લેવડ-દેવડ અને રોકાણથી સમૃદ્ધિ વધશે. બુધ-શુક્ર, વેપાર અને સુખના કારક ગ્રહ છે. ગ્રહોની આ શુભ સ્થિતિમાં કપડાં, ઘરેણાં, ભૂમિ-ભવન, વાસણ, સુખ-સુવિધાઓના સામાન અને કિંમતી ધાતુઓની ખરીદી કરવી શુભ રહે છે.
શું ખરીદવું
અખાત્રીજે એવી વસ્તુ ખરીદવામાં આવે છે જેનો લાભ આપણે લાંબા સમય સુધી લેવા ઇચ્છિએ છીએ. એટલે આ દિવસે કિંમતી ધાતુઓ, ઘરેણાં, મશીન અને ભૂમિ-ભવનની ખરીદી ખાસ કરવામાં આવે છે. આ સિવાય કપડાં, વાસણ, ફર્નિચર ખરીદી શકાય છે. સાથે જ, નોકરી અને બિઝનેસના ખાસ એગ્રીમેન્ટ પણ આ દિવસે કરવા ફાયદાકારક હોય છે.
પ્રોપર્ટી ખરીદી-વેચાણ શુભ રહેશે
ત્રીજ તિથિને જયા તિથિ કહેવામાં આવે છે. એટલે સફળતા આપનારી તિથિ. ત્યાં જ, જમીન પુત્ર મંગળ દેવ પ્રોપર્ટીના સ્વામી ગ્રહ હોય છે. એટલે જ્યોતિષીઓ ભૂમિ અને ભવનની ખરીદી-વેચાણ આ દિવસે કરવાની સલાહ આપે છે. મંગળવારે રિયલ અસ્ટેટમાં રોકાણ અને જમીનની ખરીદી-વેચાણથી બેગણો ફાયદો થવાની શક્યતા રહે છે. સાથે જ દેવું ચૂકતે થવાના પણ યોગ બને છે.
સોનાની ખરીદી શુભ અને ફળદાયી
આ દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે અખાત્રીજના દિવસે કરવામાં આવતા કાર્યો અનેકગણું શુભ ફળ આપે છે. માન્યતા છે કે આ દિવસે જે પણ ધાતુ ખરીદવામાં આવે તે ભવિષ્યમાં ખૂટતી નથી પરંતુ વધતી રહે છે. આ જ કારણે આ દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. ગ્રંથોના જણાવ્યા પ્રમાણે આ દિવસે સોનું ખરીદવાથી સુખ-સમૃદ્ધિ વધે છે અને ઘર-પરિવારમાં હંમેશાં ખુશહાલી રહે છે.
રાશિ પ્રમાણે ખરીદીનું ખાસ મહત્ત્વ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે અખાત્રીજના દિવસે બધા લોકો સોનું અને પ્રોપર્ટી ખરીદી સાથે રાશિ પ્રમાણે ખરીદી પણ કરી શકે છે.
ખરીદી માટે શુભ મુહૂર્ત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.