22 જાન્યુઆરીનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે, ક્યાંક રોકાણ કરવા માટે સારો સમય છે, પરંતુ કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગાન રહેશે. કોઈ નજીકના વ્યક્તિ પાસેથી શુભ સમાચાર મળી શકે છે. કોઈ સાર્વજનિક જગ્યાએ વિવાદની સ્થિતિ પેદા થઈ શકે છે, તમે તમારું કામ કરતાં રહો. થોડો સમય ધ્યાન અને ચિંતનમાં પસાર કરો.
શું કરવું - પીપળાની નીચે દીવો પ્રગટાવો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
---------------------------------
અંકઃ- 2
ગણેશજી કહે છે કે, કેટલાક પડકારો આવી શકે છે પરંતુ તમે પૂરાં આત્મવિશ્વાસની સાથે તેનો સામનો કરજો. જો કોઈ સરકારી કામ અટવાયું હોય તો આજે કોઈ વગદાર વ્યક્તિની મદદથી પૂરું થઈ શકે છે. રૂપિયા સાથે જોડાયેલ કોઈ લેન-દેન ન કરો. બાળકોની કોઈ ખરાબ પ્રવૃત્તિથી તમે નારાજ થઈ શકો છો. પરંતુ સમસ્યાઓને શાંતિથી ઉકેલજો.
શું કરવું - ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 9
---------------------------------
અંકઃ- 3
ગણેશજી કહે છે કે, તમે તમારી માટે અને પરિવાર માટે સમય ફાળવી શકશો. પરિવારના કેટલાક નિર્ણયો લેવામાં પણ તમે મદદરૂપ થશો. યુવાઓને કરિયરની પરીક્ષામાં હકારાત્મક પરિણામ મળી શકે છે. થોડી જવાબદારી વધી શકે છે. આ સમયે કોઈ પ્રકારનું નુકસાન થવાનો ખતરો છે, એટલે હિસાબ-કિતાબનું કામ સાવધાનીથી કરો.
શું કરવું - ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 5 ---------------------------------
અંકઃ- 4
ગણેશજી કહે છે કે, આ સમયે ગ્રહોની સ્થિતિ સારી રહી શકે છે. ફાયનાન્શિયલ પ્લાનિંગ સાથે જોડાયેલ કોઈ લક્ષ્ય સરળતાથી પૂરું થશે. ધાર્મિક સંસ્થાઓમાં નિઃસ્વાર્થ યોગદાન તમારું માન-સન્માન વધારશે. કોઈ નકારાત્મક સ્થિતિનો શાંતિથી સામનો કરો. ક્રોધ અને આક્રમકતાથી કામ બગડી શકે. બાળકોને એડ્મિશનનેલગતી સમસ્યા ચિંતા વધારશે.
શું કરવું - ભગવાન ગણેશજીની આરાધના કરો.
શુભ રંગઃ-લાલ
શુભ અંકઃ- 3 ---------------------------------
અંકઃ- 5
ગણેશજી કહે છે કે, તમે કોઈ વિશેષ કૌશલ્યને શીખવા પ્રયાસ કરશો. તમારું ટેલેન્ટ પણ લોકોની સામે આવશે. જો તમે ઘરમાં પરિવર્તન કે સુધારો કરવાની યોજના બનાવી રહ્યાં હોવ તો સમય સારો છે. આ સમય દરમિયાન કોઈ યાત્રા ન કરવી. યુવાનોએ પોતના લક્ષ્યને ધ્યાનમાં રાખી અભ્યાસ કરવો. નકારાત્મક કાર્યોથી દૂર રહો. વેપારમાં પરેશાનીઓ આવી શકે છે. ઘરમાં ખુશનુમા વાતવારણ રહે.
શું કરવું - હનુમાનજીની પૂજા કરો.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 7 ---------------------------------
અંકઃ- 6
ગણેશજી કહે છે કે, મિત્રો સાથે પારિવારિક મિલન થશે. સમય સુખમય અને મનોરંજનથી ભરપૂર રહેશે. એક-બીજા સાથે મળીને બાળકોની સમસ્યાનું સમાધાન કરજો. વિદ્યાર્થીઓ અને યુવાનોએ આજે પોતાના લક્ષ્યની પ્રત્યે લાપરવાહી ન કરવી, તેમના કાર્યોમાં ાજે બાધા આવી શકે છે. ભાઈ-બહેનોની સાથે વિવાદ કોઈ વડીલની મદદથી દૂર થઈ શકે છે. કામમાં કરેલાં ફેરફાર હકારાત્મક પરિણામ આપશે.
શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6 ---------------------------------
અંકઃ- 7
ગણેશજી કહે છે કે, સમય તમારી માટે હકારાત્મક ફેરફારો લઈને આવી રહ્યો છે. કોઈ દુવિધાની સ્થિતિમાં સ્વજનોનો સહયોગ તમારી માટે મદદગાર સાબિત થશે. લગાતાર ચાલી રહેલી ઊથલ-પાથલથી રાહત મળી શકે છે. આવકના સોર્સ ઓછા થશે. ઝડપથી સ્થિતિ અનુકૂળ થઈ જશે. આ બિંદુ પર, વિસ્તાર કરવા માટે પોતાની ઊર્જા અને પોતાના સંપર્કોનો ઉપયોગ કરો.
શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ- 2 ---------------------------------
અંકઃ- 8
ગણેશજી કહે છે કે, દિવસની શરૂઆત સફળ રહેશે. આજે તમને કોઈ રાજકીય સંપર્કથી લાભ થઈ શકે છે. પારિવારિક અને વ્યાવસાયિક જવાબજારીને તમે સારી રીતે નિભાવી શકશો. કોઈ નજીકની વ્યક્તિ સાથે અપ્રિય ઘટના બની શકે. તેનાથી મન ખિન્ન રહેશે. તમારા મનમાં સંદેહની ભાવના સંબંધોને ખરાબ કરી શકે છે. એટલા માટે જરૂરી છે કે સમયની સાથે વ્યવહારમાં પણ ફેરફાર લાવો. મીડિયા, કલા, પ્રકાશન વગેરે સાથે જોડાયેલા લોકને સફળતા મળશે.
શું કરવું - હનુમાનજીને સિંદૂર ભેટ કરો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 11 ---------------------------------
અંકઃ- 9
ગણેશજી કહે છે કે, આ સમયે બીજાની મદદની આશા રાખવાને બદલે, કામ કરવાની પોતાની ક્ષમતા પર ભરોસો કરો. નવા કાર્યોને સારી રીતે લાગૂ કરો. કોઈ પોલીસી પાકતા રૂપિયા સાથે જોડાયેલ રોકાણની યોડના બનાવી શકો. સાથે જ એ વાતનું ધ્યાન રાખજો કે તમારી ઊતાવળ અને લાપરવાહી નુકસાન કરી શકે છે. પોતાના કોઈ પ્રોજેક્ટ પર ધ્યાન આપવાની જરૂર છે. દિવસની શરૂઆતમાં જ પોતાના કાર્યોની યોજના બનાવીને ચાલજો.
શું કરવું - કીડીઓને લોટ ખવડાવો.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 6
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.