• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • It Is A Favorable Time For Number 1 To Make Good Investments And Number 4 Natives Can Do Good Financial Planning Due To Good Planetary Position.

ગુરુવારનં અંક ભવિષ્યફળ:અંક 1 માટે સારું રોકાણ કરવા માટે અનુકૂળ સમય છે અને અંક 4ના જાતકો સારી ગ્રહસ્થિતિ રહેવાથી સારું ફાયનાન્શિયલ પ્લાનિંગ કરી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

5 જાન્યુઆરી, ગુરુવાનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ- 1

ગણેશજી કહે છે કે, સારું રોકાણ કરવાનો સમય છે, પરંતુ કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમે યોગદાન આપશો. કોઈ નજીકના વ્યક્તિથી શુભ સમાચાર મળી શકે છે. કોઈ સાર્વજનિક જગ્યાએ વિવાદ થઈ શકે છે, પરંતુ તમે તમારું કામ કરજો. થોડો સમય ધ્યાન અને ચિંતાનમાં પસાર કરો. ઘરના વડીલોનું સન્માન કરો.

શું કરવું - પીપળા નીચે દીવો પ્રગટાવો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------
અંકઃ- 2

ગણેશજી કહે છે કે, કેટલાક પડકારો આવી શકે છે પરંતુ તમે વિશ્વાસની સાથે તેનો સામનો કરો. જો કોઈ સરકારી કામ અટકેલું હોય તો તે આજે કોઈ વગદાર વ્યક્તિની મદદથી પૂરું થશે. રૂપિયા સાથે જોડાયેલ કોઈપણ પ્રકારની લેન-દેન ન કરો બાળકોની કોઈ નકારાત્મક ગતિવિધિઓ વિશેની જાણ તમને નિરાશ કરી શકે છે. સમસ્યાઓને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો. કાર્યક્ષેત્રમાં તમારો દબદબો રહેશે.

શું કરવું - ભગવાન વિષ્ણુની આરાધના કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

--------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે, તમે તમારા માટે અને પરિવાર માટે સમય ફાળવી શકશો, ભલે પછી તમને વધારે કામ કરવું પડે. પરિવારના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં તમારું યોગદાન રહેશે. યુવાનોને કરિયરની પરીક્ષામાં હકારાત્મક પરિણામ મળી શકે છે. થોડી નવી જવાબદારી તમારું કામ વધારી શકે છે. આ સમયે કોઈ પ્રકારનું નુકસાન થવાનો ખતરો છે, એટલે હિસાબ-કિતાબમાં સાવધાની રાખો. કારણ વગર કોઈની સાથે વિવાદ ન કરો. કામ વધુ રહેવાથી પરિવાર માટે સમય નહીં ફાળવી શકો.

શું કરવું - ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

--------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે આ સમયે ગ્રહોની સ્થિતિ સારી બની રહી છે. ફાઈનાન્શિયલ પ્લાનિંગ સાથે જોડાયેલ કોઈ લક્ષ્ય સરળતાથી પૂરું થશે. ધાર્મિક સંસ્થાઓમાં તમારું નિઃસ્વાર્થ યોગદાન તમારા માન-સન્માનને વધારશે. કોઈપણ નકારાત્મક સ્થિતિમાં શાંતિથી સામનો કરો. ક્રોધ અને આક્રમકતાથી વાત બગડી શકે છે. બાળકોના પ્રવેશને લઈને ઝઝૂમવું પડશે.

શું કરવું - ભગવાન ગણેશજીની આરાધના કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

--------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે, તમે કોઈ વિશેષ કૌશલને શોધવાનો પ્રયાસ કરો. તમારું ટેલેન્ટ લોકોની સામે આવશે. જો તમે ઘરમાં કેટલાક સુધારા કરવાની યોજના બનાવી રહ્યાં હોવ તો સમય સારો છે. આ દરમિયાન રૂપિયા લઈને કોઈ પ્રકારનો પ્રવાસ ન કરવો. યુવાનો પોતાના લક્ષ્યને અવોઈડ ન કરીને નકારાત્મક કામોથી દૂર રહે. વેુપારમાં પરેશાની આવી શકે છે. ઘરમાં ખુશનુમા અને શાંતિપૂર્ણ માહોલ રહેશે.

શું કરવું - હનુમાનજીની પૂજા કરો.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7

--------------

અંકઃ- 6

ગણેશજી કરે છે કે, મિત્રોની સાથે પારિવારિક મેળ-મિલાપ થશે. સમય સુખમય અને મનોરંજનમાં વિતશે. એક-બીજા સાથે ચર્ચા કરીને બાળકોની સમસ્યાઓનું સમાધાન કરશો. વિદ્યાર્થીઓ અને યુવાનોએ આજે પોતાના લક્ષ્યની પ્રત્યે ધ્યાન આપવું, નહીં તો બાધા આવી શકે છે. ભાઈ-બહેન વચ્ચે કોઈ વડીલની મદદથી વિવાદનો ઉકેલ આવશે. કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલ ફેરફાર હકારાત્મક પરિણામ આપશે.

શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે, સમય તમારી માટે હકારાત્મક પરિવર્તન લઈને આવ્યો છે. કોઈ દુવિધાની સ્થિતિમાં સ્વજનોનો સહયોગ તમારી માટે યાદગાર સાબિત થઈ શકે છે. લગાતાર ચાલી રહેલ ઊથલ-પાથલથી રાહત મળી શકે છે. ભાવુક ન થાઓ અને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિને વાત કહો તો સમસ્યાનું સમાધાન થશે. આવકના સોર્સ ઓછા થશે. ઝડપથી સ્થિતિ તમારી અનુકૂળ થઈ જશે. આ સમય દરમિયાન તમારા કામને ફેલાવવા માટે તમારી ઊર્જા અને સોર્સનો ઉપયોગ કરો.

શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

અંકઃ- 8

--------------

અંક- 8

ગણેશજી કહે છે કે, દિવસની શરૂઆત સફળ રહેશે. અજે તમને કોઈ તમારા સાર્વજનિક સંપર્કથી લાભ થઈ શકે છે. કોઈ નજીકની વ્યક્તિ સાથે અપ્રિય ઘટના બની શકે છે. તેનાથી મન નિરાશ થઈ શકે છે. તમારા મનમાં શંકાની ભાવના સંબંધોને ખરાબ કરી શકે છે. એટલા માટે જરૂરી છે કે સમયની સાથે વ્યવહારમાં ફેરફાર લાવો. મીડિયા, કલા, પ્રકાશન સાથે જોડાયેલા લોકોને સારી સફળતા મળી શકે છે.

શું કરવું - હનુમાનજીને સિંદૂર ભેટ કરો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 11

--------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, આ સમયે બીજાની મદદની આશા રાખવાને બદલે પોતાની કામ કરવાની ક્ષમતા પર ભાર આપો. નવા કાર્યોને સારી રીતે લાગૂ કરો. કોઈ પોલીસી વગેરેની મેચ્યોરિટી થવાથી રૂપિયા સાથે જોડાયેલ રોકાણની યોજના બને. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખજો કે તમારી ઊતાવળ અને લાપરવાહી કોઈ નુકસાન ન કરે. દિવસની શરૂઆતમાં જ પોતાના મહત્વપૂર્ણ કાર્યની યોજના બનાવી લો.

શું કરવું - કીડીઓને લોટ ખવડાવો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6