• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Investments Related To Rupees Will Be Beneficial For Capricorns But They Will Need To Achieve Stability, How Will The Day Be For Other Castes?

ગુરુવારનું ટેરોભવિષ્ય:મકર જાતકોને રૂપિયાને લગતું રોકાણ ફાયદાકારક રહેશે પણ તેમાં સ્થિરતા પ્રાપ્ત કરવાની જરૂર રહેશે, બીજા જાતકો માટે કેવો રહેશે દિવસ?

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ PAGE OF CUPS

લોકો સાથે થઈ રહેલી વાતચીત અને દરેક નાની વાતને લગતા અનુભવાતા ચિડપણાને કારણે કામ પર ધ્યાન આપવું તમારી માટે મુશ્કેલ રહેશે. કામ તમારું કઠિન નથી, પરંતુ એકાગ્રતા ભંગ થવાને કારણે કોઈપણ વાતને લગતી રુચિ નહીં થાય. લોકો દ્વારા થતી ટીકાની ઊંડી અસર થાય. પરંતુ તમારે નક્કી કરવાનું છે કે કોની વાત સાંભળવી અને કોની નહીં.,

કરિયરઃ- કરિયરને લગતી પ્રાપ્ત થતી તકો હકીકતનું રૂપ લેવામાં સમય લાગશે. અત્યારે જે કામ હાથ પર છે તેના પર ધ્યાન આપો.

લવઃ- વ્યક્તિગત જીવનમાં વધી રહેલી વ્યસ્તતાને કારણે લવ રિલેશનને લગતી વાતો પર ધ્યાન આપવું કઠિન રહે.

હેલ્થઃ- સ્વાસ્થ્ય સારું રહે છથાં જૂની બીમારી પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5 -------------------------------------

વૃષભ QUEEN OF SWORDS

તમારા દ્વાર સારી રીતે કામ કરવા છતાં કોઈને કોઈ વાતનો ઈલ્જામ તમારા પર આવી શકે છે, જેના કારણે મનમાં ક્રોધ વધે. હાલના સમયમાં જે વાતો તમારી વિરુદ્ધ થઈ રહી છે માત્ર તેના પર જ ધ્યાન આપીને તેને સુધારવાનો પ્રયાસ કરો. લાગણીઓને નિયંત્રણમાં રાખીને વાતચીત કરવી અને નિર્ણય લેવો તમારી માટે જરૂરી છે. કેટલાક લોકો સાથે સંબંધ બગડે પણ આગળ જતાં તેને સુધારી શકાશે.

કરિયરઃ- કરિયરને લગતો નિર્ણય હાલના સમય માટે લેવો કઠિન લાગશે.

લવઃ- બીજા લોકો દ્વારા બોલવામાં આવતી નકારાત્મક વાતોને કારણે રિલેશનને લગતો કોઈ પણ મોટો નિર્ણય લેવાની ભૂલ ન કરો.

હેલ્થઃ- લો સુગરની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

-------------------------------------

મિથુન THE HERMIT

જે પ્રકારે વ્યક્તિની સાથે સંવાદ કરવાની તમારી અપેક્ષા હતી તે પૂરી ન થવાને કારણે થોડી એકલતા લાગશે. જીવનમાં આવી રહેલ કેટલાક નવા ફેરફાર પણ તમારી અંદર એકલતા અને નકારાત્મકતા ઘણી હદે પેદા કરી શકે છે. પરિસ્થિતિ બદલાઈ રહી છે પરંતુ તેનો અર્થ એ નથી કે વાતો તમારી મરજી પ્રમાણે નથી થઈ. જીવનમાં જે ફેરફાર લાવવા માગો છો તે ઝડપથી થશે.

કરિયરઃ- કરિયરને લગતી ચિંતા સતાવશે, પરંતુ પ્રયત્ન ચાલું રાખવાને કારણે પોતાના પર વિશ્વાસ પણ ટકાવી શકશો.

લવઃ- અપેક્ષા પ્રમાણે લવ રિલેશનશીપની શરૂઆત ઝડપથી થશે. હાલ માત્ર પોતાના પર જ ધ્યાન આપો.

હેલ્થઃ- ઊંઘ ઓછી રહેવાથી થાક વધુ લાગશે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 6

-------------------------------------

કર્ક FOUR OF SWORDS

દરેક કામને લગતી વધી રહેલી જટિલતાને કારણે નકારાત્મકતા અનુભવાશે. સાથે જ માનસિક થાક પણ પેદા થશે. એક-એક સમસ્યા પર ધ્યાન આપીને તેને ઉકેલવાનો પ્રયાસ કરો. વર્તમાન સાથે જોડાયેલ કામને સમય પર પૂરું કરવું જરૂરી છે. નહીંતર તણાવ વધી શકે છે. રૂપિયાને લગતી સમસ્યા ધૂીરે-ધીરે દૂર થશે.

કરિયરઃ-કરિયરને નવી દિશા આપવા માટે જે પ્રયાસ તમે કરો છો, તેને ચાલું રાખો.

લવઃ- રિલેશનને લગતી અનુભવાતી ચિંતા પાર્ટનર દ્વારા દૂર કરવા પ્રયાસ થશે.

હેલ્થઃ- સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

-------------------------------------

સિંહ THE MOON

દરેક વાતને લગતી દુવિધા અનુભવવાને કારણે દરેક વ્યક્તિ કે સમસ્યાથી અંતર રાખવાનો તમે પ્રયાસ કરો. બપોર પછી તમારી પરિસ્થિતિ બદલાઈ શકે છે. લોકો દ્વારા બોલવામાં આવતી વાતો કે પછી તમારી સંગતની અસર તમારા મન પર ઊંડી રીતે થશે. એ વાતનું ધ્યાન રાખીને મિત્ર પરિવાર જે લોકોની સાથે તમે કામ કરો છો ત્યાં સંગતને સુધારવાનો પ્રયાસ કરવો પડશે. કરિયરઃ- સહકર્મી દ્વારા જે ભૂલો થઈ રહી છે તેને સારી રીતે સમજીને પોતાના દ્વારા તે ભૂલો ન થાય તેનું ધ્યાન રાખો.

લવઃ- રિલેશનમાં અનુભવાતી નારાજગી દૂર કરવા એક-બીજા સાથે વાતચીત કરવી જરૂરી છે.

હેલ્થઃ- લો બીપીની સમસ્યાને કારણે શરીરમાં ઊર્જાની ખામી અનુભવાશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

-------------------------------------

કન્યા SEVEN OF WANDS

કામની શરૂઆત હકારાત્મક રીતે થવા છતાં પણ સમય પર પૂરું ન થવાને કારણે વિવાદ પેદા થઈ શકે. પરિવારના લોકો કરતાં બીજા લોકો સાથે તાદાત્મય લાગશે. જે જવાબદારીને તમે નિભાવી નથી શકતા તેને કોઈ વ્યક્તિની સાથે વહેંચીને પૂરી કરો. જે કારણે જીવનમાં સમસ્યાઓ પેદા થઈ રહી છે તેને સારી રીતે સમજીને તેને સુધારવી જરૂરી છે.

કરિયરઃ- જે લોકોને નોકરી પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેને પરિચિત અને પ્રભાવશાળી લોકોની મદદ લેવાની જરૂર રહેશે.

લવઃ- સ્વભાવના નકારાત્મક પહેલૂઓને કારણે રિલેશનશીપમાં બેકારનો વિવાદ થાય.

હેલ્થઃ- સ્વાસ્થ્યને લગતી ચિંતાને દૂર કરવા માટે જીવનશૈલીમાં ફેરફાર લાવવો જરૂરી છે. શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

-------------------------------------

તુલા TWO OF PENTACLES

આર્થિક પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ તમે કરશો પરંતુ જૂની ભૂલો હજી ન સુધરવાને કારણે કોઈને કોઈ કારણે તમને નુકસાન થાય. મનમરજી પ્રમાણે લોકોની સાથે વર્તન રાખવાને કારણે સંબંઘો બગડી શકે છે. માત્ર પોતાના ફાયદા વિશે વિચાર કરવો અને બીજા લોકોના વિચારોને મહત્વ ન આપવું તમારી માટે નુકસાનદાયક સાબિત થાય.

કરિયરઃ- સહકર્મીની સાથે પેદા થઈ રહેલાં વિવાદને કારણે કોઈ કામને એકલા જ પૂરું કરવું પડશે.

લવઃ- પાર્ટનરને આપેલ વચનને સારી રીતે ન નિભાવવાના કારણે નારાજાગી પેદા થાય.

હેલ્થઃ- કામની જકડન કે કમને લગતી તકલીફ પેદા થશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 7

-------------------------------------

વૃશ્ચિક TWO OF CUPS

જે વાતોને કારણે તમને બેચેની લાગે છે, એ વાતોમાં સુધારો લાવવા માટે પ્રયાસ કરવાની જરૂર રહેશે. દરેક વાતને અવોઈડ ન કરવાને કારણે તમે થોડીવાર માટે સમસ્યાઓથી છુટાકારો મેળવી શકો છો, પરંતુ એ સમસ્યાઓ ફરી મોટું રૂપ લઈને સામે આવતી દેખાશે. એ વાતને સમજવી પડશે. પરિવારના લોકો કે નજીકના મિત્રો દ્વારા મળતી સલાહ પર ધ્યાન આપો.

કરિયરઃ- કામની જગ્યાએ ખોટી વાતો માટે લોકોને આપેલ સાથ તમારી માટે સમસ્યા પેદા કરશે.

લવઃ- રિલેશનશીપની ચર્ચા બહારના લોકો સાથે બિલકુલ ન કરશો.

હેલ્થઃ- ખાન-પાનમાં આવેલ ફેરફારની અસર સ્વાસ્થ્ય પર જોવા મળશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

-------------------------------------

ધન KNIGHT OF CUPS

વ્યક્તિગત જીવન સરળતાથી આગળ વધવા છતાં તમે પોતાના સ્વભાવ અને નકારાત્મક વાતોને મહત્વ આપીને જટિલતા પેદા કરી રહ્યાં છો. પોતાની સમસ્યાનું સમાધાન મેળવવા માટે દરેક વાતને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર રહેશે. રૂપિયાને લગતી વાતોને કારણે કોઈ વ્યક્તિ સાથે વિવાદ પેદા થઈ શકે છે.

કરિયરઃ- લોકો દ્વારા મળી રહેલાં સાથ માત્ર સીમિત માત્રામાં જ રહેશે. કામને લગતી પેદા થઈ રહેલી સમસ્યાઓનું સમાધાન પોતે જ શોધરવાની જરૂર રહેશે.

લવઃ- બેકાની વાતોને મહત્વ આપીને રિલેશનશીપને લગતા વિવાદ પેદા ન થાય તેનું ધ્યાન રાખો.

હેલ્થઃ- ઈન્ફેક્શનને કારણે સ્વાસ્થ્યને લગતી તકલીફ પેદા થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

-------------------------------------

મકર EIGHT OF PENTACLES

કામની ગતિ વધારવાની સાથે તેને શ્રેષ્ઠ કરવા પર ધ્યાન આપવાની જરૂર રહેશે. રૂપિયાને લગતું રોકાણ તમારી માટે ફાયદાકારક રહેશે. મળી રહેલ ફાયદાને કારણે માત્ર સ્થિરતા પ્રાપ્ત કરવા પ્રયાસ કરો. આ રૂપિયાનો ઉપયોગ બીજી બાબતો માટે કરવાનો યોગ્ય નિર્ણય નહીં હોય.

કરિયરઃ- જે લોકો પર તમે કામ માટે નિર્ભર હતા એ લોકો દ્વારા પોતાની જવાબદારીઓને સારી રીતે નિભાવવી તમારી માટે તકલીફનું કારણ બની શકે.

લવઃ- રિલેશનશીપને લગતા વિચાર બદલાતા રહેશે જેના કારણે યોગ્ય નિર્ણય સુધી પહોંચવું શક્ય નહીં બને.

હેલ્થઃ- ગળાની ખારાશ અને શારીરિક નબળાઈ તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 3

-------------------------------------

કુંભ FOUR OF WANDS

કોઈપણ વ્યક્તિનો સાથ પ્રાપ્ત કરતાં પહેલાં તેની નિયતને સારી રીતે સમજી લેવી જરૂરી છે. પરિવારના કેટલાક લોકો તમારી વિરુદ્ધ ખોટી વાતો ફેલાવી શકે છે. જેના કારણે બીજા લોકોનો તમારા પર વિશ્વાસ ઘટી શકે છે. કોઈની સાથે કેટલા ઊંડા સંબંધો બનાવવા છે તેને જાણવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- કામ માટે લોન મળવાને કારણે અટકેલા કામને આગળ વધારી શકો છો.

લવઃ- જે સમસ્યાની અસર તમારા રિલેશન પર જોવા મળતી હતી તે સમસ્યા અચાનક ઉકેલાઈ શકે છે.

હેલ્થઃ- આંખોની બળતરા તકલીફનું કારણ બની શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

-------------------------------------

મીન KING OF PENTACLES

જેટલી મહેનત અને લગનથી તમે સ્થિરતા પ્રાપ્ત કરી છે, તે પ્રકારે જ તેને ટકાવી રાખવી જરૂરી છે. પોતાની સંગતને સુધારતી વખતે દરેક વ્યક્તિના નકારાત્મક પહેલૂઓ પર ધ્યાન આપીને કયા લોકોની પસંદગી કરવી છે તેને સારી રીતે જાણવાની જરૂર છે. ઈમોશનલ વાતોને અત્યારે સમજવી અઘરી છે. તમને અનુભવાતી બેચેનીની અસર બીજા પર ન થાય તેનું ધ્યાન રાખો.

કરિયરઃ-કામને લગતો મોટો ઓર્ડર મળી શકે, પરંતુ તેને પૂરો કરવાની ક્ષમતા તમારામાં છે કે નથી તેનો વિચાર કરીને પછી જ તેને સ્વીકારો.

લવઃ- પાર્ટનર રપકા કમે અહંકારને વધુ મહત્વ આપી શકો છો.

હેલ્થઃ- શારીરિક નબળાઈ અને થાક વધી શકે છે. ઈમ્યૂનિટી પર ધ્યાન આપો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1