મંગળ ગ્રહ અત્યાર સુધી મિથુન રાશિમાં હતો. પરંતુ હવે તે વક્રી ગતિ કરીને એક રાશિ પાછળ એટલે વૃષભમાં આવી ગયો છે. આ રાશિમાં 12 માર્ચ 2023 સુધી રહેશે. જ્યોતિષીઓના પ્રમાણે મંગળનું આ પ્રકારે વક્રી થઈને રાશિ બદલવું યોગ્ય નથી. અનેક વર્ષે આવી સ્થિતિ બને છે. આવી સ્થિતિ 47 વર્ષ પહેલાં એટલે 14 ડિસેમ્બર 1975ના રોજ બની હતી. તે સમયે ઝારખંડમાં કોલસાની ખાણમાં પાણી ભરાઈ જવાથી અનેક લોકો મૃત્યુ પામ્યા હતાં. ત્યાં જ, જાન્યુઆરી 1976માં જર્મનીમાંથી શરૂ થયેલાં તોફાનના કારણે યૂકે અને અન્ય દેશોમાં પૂર આવી ગયું હતું. મંગળની ગતિમાં ફેરફારના કારણે જ્યોતિષીઓ ફરી આવી જ આપત્તીઓની શક્યતાઓ જણાવી રહ્યા છે.
ભવિષ્યવાણીઃ પ્રાકૃતિક આપત્તિઓ અને દુર્ઘટનાની શક્યતા
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે મંગળના કારણે દેશમાં આંદોલન, હિંસા, ઉપદ્રવ અને આગની દુર્ઘટનાની સ્થિતિ બની શકે છે. હવા કે પાણી સાથે જોડાયેલી દુર્ઘટનાની પણ શક્યતા છે. દેશના થોડાં ભાગમાં બરફ વર્ષા અને વરસાદ થઈ શકે છે.
કાશી વિદ્વત પરિષદના મહામંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદી ભૂકંપ અથવા કોઈપણ પ્રકારની પ્રાકૃતિક આપત્તિઓ આવે તેવી શક્યતાઓ જણાવી રહ્યા છે. સેના અને પોલીસ વિભાગ સાથે જોડાયેલાં મોટા મામલાઓ સામે આવી શકે છે. જળ સેનાની તાકાત વધશે. દેશની કાનૂન વ્યવસ્થા પણ મજબૂત થશે.
45ની જગ્યાએ 120 દિવસ સુધી વૃષભ રાશિમાં રહેશે
મંગળ પોતાની સામાન્ય ગતિ પ્રમાણે એક રાશિમાં 45 દિવસ રહે છે. પરંતુ 10 ઓગસ્ટથી 16 ઓક્ટોબર સુધી 67 દિવસ વૃષભ રાશિમાં રહ્યો. તે પછી હવે ફરીથી આ રાશિમાં આવી ગયો અને 12 માર્ચ સુધી એટલે 120 દિવસ રહેશે. કોઈ ગ્રહનું એક રાશિમાં પોતાના નિશ્ચિત દિવસોથી વધારે રહેવાની સ્થિતિને જ્યોતિષમાં અતિચારી હોવું કહેવામાં આવે છે. મંગળનું અતિચારી થવું યોગ્ય નથી. તેનાથી દેશ-દુનિયામાં અનિચ્છનીય પરિસ્થિતિ બની શકે છે.
મંગળના કારણે 1975-76માં આપત્તિઓ
14 ડિસેમ્બર 1975ના રોજ મંગળ વક્રી ગતિ કરીને વૃષભ રાશિમાં આવ્યો હતો. જે 19 જાન્યુઆરી 1976 સુધી હતો. જેથી 27 ડિસેમ્બર 1975ના રોજ ઝારખંડના ધનબાદ જિલ્લાની ચાસનાલા કોલસાની ખાણમાં 372 લોકોનું મૃત્યુ થયું હતું.
02 જાન્યુઆરી 1976એ ‘કૈપેલા’ તોફાન શરૂ થયું હતું. જેમાં 215 કિમી/કલાકની ઝડપે હવા ચાલતી રહી હતી. જેના કારણે અનેક દરિયા કિનારે રહેલાં દેશોમાં પૂર આવી ગયું હતું. આ તોફાનથી આયર્લેન્ડ, યૂકે, ફ્રાન્સ, ડેનમાર્ક, જર્મની, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇટલી અને પોલેન્ડમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતાં.
મંગળના કારણે ઊર્જા વધે છે પરંતુ વિવાદ પણ થાય છે
મંગળના કારણે ઉત્સાહ વધવા લાગે છે. આ ગ્રહના કારણે શારીરિક ઊર્જા પણ વધે છે. જ્યોતિષમાં મંગળને ઊર્જાનો કારક ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહના કારણે જ વ્યક્તિમાં કોઈપણ કામ કરવાની ઇચ્છા પેદા થાય છે. મંગળની અસર હથિયાર, સેના, પોલીસ અને આગ સાથે જોડાયેલી જગ્યાએ થાય છે.
આ ગ્રહની અશુભ અસરથી ગુસ્સો વધે છે અને વિવાદ થાય છે. એટલે મંગળની ગતિ વક્રી હોવાથી દરેક કામ સમજી-વિચારીને કરવું જોઈએ. ઉતાવળ કરવાથી બચવું જોઈએ. મંગળની અશુભ અસરના કારણે સામાન્ય લોકોમાં ગુસ્સો અને ઇચ્છાઓ વધવા લાગે છે. ઇચ્છાઓ પૂર્ણ ન થવાથી લોકો ખોટા પગલાં ભરે છે. જેથી વિવાદ અને દુર્ઘટનાઓ થાય છે.
વક્રી એટલે ગ્રહનું ખૂબ જ ધીમી ગતિએ ચાલવું
કોઈપણ ગ્રહની ગતિ ધીમે-ધીમે ઘટવા લાગે છે. જ્યારે તે ગ્રહ ધીમી ગતિએ ચાલે છે અને એક સમયે એવી સ્થિતિ આવી જાય છે કે પૃથ્વીથી તે ગ્રહને જોવામાં એવું લાગે કે તે પાછળ તરફ ગતિ કરી રહ્યો છે. આ સ્થિતિને જ ગ્રહનું વક્રી થવું કહેવામાં આવે છે. જ્યોતિષમાં ગ્રહની આવી સ્થિતિનું પણ ખાસ ફળ ઉલ્લેખવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.