પુષ્ય નક્ષત્ર:વિક્રમ સંવત 2078માં ગુરુ પુષ્ય નક્ષત્રના 4 યોગ બનશે, 25મી નવેમ્બરે પુષ્ય નક્ષત્રનો પહેલો યોગ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25મી નવેમ્બર પછી સાત મહિનાના બ્રેક બાદ 30 જૂનના રોજ ગુરુ પુષ્ય નક્ષત્ર આવશે

વિક્રમ સંવત 2078ના નવા વર્ષનો આરંભ થયો છે અને વિક્રમના આ નવા વર્ષમાં ગુરૂ પુષ્ય નક્ષત્રના કુલ 4 યોગ આવે છે. આ વર્ષે સૌ પ્રથમ ગુરૂ પુષ્ય નક્ષત્ર 2021ના વર્ષમાં 25મી નવેમ્બરે આવી રહ્યું છે. ગુરૂ પુષ્ય કે રવિ પુષ્ય યોગને સોના-ચાંદી, જમીન, ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ, વાહનો સહિતની કોઇ પણ ખરીદી માટે શ્રેષ્ઠ યોગ ગણવામાં આવે છે. આ ઉપરાંત 2078ના વર્ષમાં રવિ પુષ્ય નક્ષત્રના 3 યોગ આવશે. આમ, કુલ સાત યોગ પુષ્ય નક્ષત્રના આ વર્ષમાં આવશે. વિક્રમ સંવત 2078નું નવું વર્ષ આરંભાયું છે પણ હવે આ નવા વર્ષમાં પુષ્ય નક્ષત્રનો યોગ આગામી દિવસોમાં આવી રહ્યું છે. હવે નવા વિક્રમ સંવતની સાથે ઇસ્વીસનના આ વર્ષ 2021માં 25મી નવેમ્બરે છે. ત્યાર બાદ છેક સાત માસ બાદ એટલે કે 30 જૂને આ યોગ આવશે.

2022ના વર્ષમાં ત્રણેક માસના સમયગાળા દરમિયાન ત્રણ ગુરૂ પુષ્ય નક્ષત્ર આવશે. જેમાં જૂન, જુલાઇ અને ઑગસ્ટ માસમાં લગલગાટ આ ગુરૂ પુષ્ય નક્ષત્રનો યોગ આવશે. બાદ 25 જૂને આ વર્ષનો પ્રથમ રવિ પુષ્ય નક્ષત્રનો યોગ આવશે. જો કે વિક્રમ સંવત 2078ના વર્ષમાં 28 ઓગસ્ટ બાદ એટલે કે નવરાત્રિ કે દીપોત્સવનીના પર્વેમાં એકેય ગુરૂ પુષ્ય નક્ષત્રનો યોગ નથી.

વર્ષમાં 3 રવિ પુષ્યામૃત નક્ષત્ર યોગ આવશે

તારીખવાર
13 માર્ચ, 2022રવિવાર
10 એપ્રિલ,2022રવિવાર
08 મે, 2022રવિવાર

આ વર્ષે ગુરૂ પુષ્ય નક્ષત્રના યોગ

તારીખવાર
25 નવેમ્બર,2021ગુરૂવાર
30 જૂન, 2022ગુરૂવાર
28 જુલાઇ, 2022ગુરૂવાર
25 ઓગસ્ટ, 2022ગુરૂવાર

​​​​​​​ગુરૂ પુષ્યનો દિવસ ખરીદી ઉપરાંત અભ્યાસ માટે પણ શ્રેષ્ઠ
ગુરૂ પુષ્યામૃત યોગમાં સોનાની ખરીદી શ્રેષ્ઠ ગણાય છે. સોના-ચાંદી, ઝવેરાત, ઉપરાંત વિદ્યાપ્રાપ્તિ માટે પણ આ યોગ શ્રેષ્ઠ ગણાય છે. મનનો કારક ચંદ્ર ગુરૂવારના દિવસે બૃહસ્પતિ ગુરૂ જે જ્ઞાન અને વિદ્યાના કારક છે તેના દિવસે વિદ્યાપ્રાપ્તિ કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. દાન, પુણ્ય, પૂજાપાઠ, નદી કે સમુદ્ર સ્નાન વિ. કરી પુણ્યનું ભાથુ બાંધવા માટે પુષ્ય નક્ષત્ર સાથેનો ગુરૂવારનો દિવસ સર્વોત્તમ છે. આથી આ નક્ષત્રમાં તમામ પ્રકારની ધૂમ ખરીદી થાય છે.