ભાગ્યના ભેદ:મનુષ્યોના જીવનમાં જો અંક રૂઠે તો તકદીરમાં ટાલ પડે અને રિઝે તો વ્યક્તિને માલામાલ કરે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંક 4 અને અંક 8 માનવીના જીવનમાં નકારાત્મક રોલ ભજવે છે
  • અંકશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર અંક “5” બુધની અસર હેઠળ અને અંક “7” નેપ્ચ્યુનની અસર હેઠળ આવે છે

અંક માનવીના જીવનમાં જીવ પુરે છે અને અંક રૂઠે તો જીવન વન જેવુ બની જાય છે. કેટલાક અંક એવા હોય છે કે જે જીવનમાં વારંવાર ચડતી પડતીનો એહસાસ કરાવે છે. વિશેષ રૂપે અંક 4 અને અંક 8 માનવીના જીવનમાં નકારાત્મક રોલ ભજવે છે અલબત્ત દરેકે દરેક કેસમાં આવું ના હોય તો પણ મોટા ભાગના કેસ અમારા અવલોકનમાં એવા આવ્યા છે કે જ્યાં અંક 4 અને 8 નું પ્રાધાન્ય હોય તેવા જાતકો અન્ય લોકો કરતાં જીવનમાં વધુ સંઘર્ષ કરી સિદ્ધિનો સ્વાદ માણતા હોય છે તેનું મુળ કારણ અંકશાસ્ત્ર અનુસાર અંક 4 રાહુ અને અંક 8 શનિની અસર હેઠળ આવે છે. ગત વર્ષોમાં રીલીઝ થયેલી અતિ સફળ ફિલ્મો બાહુબલી અંક 3 ની અસર હેઠળ બજરંગી ભાઇજાન અંક 7 ની અસર હેઠળ અને રૂસ્તમ ફિલ્મ અંક 3 ની અસર હેઠળ કરોડોની ક્લબમાં પ્રવેશી તે સત્યથી આપણે અજાણ નથી. કારણ કે અંક 3 પર ગુરુ ગ્રહની સીધી અસર છે અને ગુરુ ગ્રહ વિસ્તૃતિકરણ તેમજ ધનનો કારક ગ્રહ છે તે જ પ્રમાણે અંક 7 પર નેપચ્યૂન ગ્રહની અસર છે અને નેપચ્યૂન ગ્રહમાં તમારા સ્વપ્નોને સિદ્ધ કરવાની તાકાત છે.

(અંક શાસ્ત્રના આ લેખના લેખક ડો.પંકજ નાગર કાશી બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલય દ્વારા જ્યોતિષશાસ્ત્રમાં ડોક્ટરેટની ડીગ્રી મેળવી ચુક્યા છે અને આ ક્ષેત્રે ૧૯૮૪ થી કાર્યરત છે. ડો.રોહન નાગર લંડન ખાતે આયુર્વેદ અને જ્યોતિષમાં નાઈન જવેલ્સ ઓફ યુકે નો અવોર્ડ પ્રાપ્ત કરી ચુક્યા છે.)

ફિલ્મ અભિનેતા ઇરફાન પોતાનો સ્પેલિંગ I R F A N લખતા હતા. અંકશાસ્ત્ર અનુસાર આ સ્પેલિંગની વેલ્યુ “8” થાય. અંક 8 ની અસર હેઠળ ઇરફાન ખુબ જ ઝજુમ્યા અને અંતે એમણે મહાબીમારીના કારણે પ્રાણ ત્યજ્યા. હોલીવુડ હોય કે બૉલીવુડ સફળતા તેમના ચરણમાં અને શરણમાં લાવવા માટે અંકશાસ્ત્રનો પ્રસિદ્ધિ અને લક્ષ્મી મેળવવા શસ્ત્ર તરીકે ઉપયોગ કરે જ છે.

અંક કમાલ કરે છે અને માનવીને માલામાલ પણ કરે છે
અંક કમાલ કરે છે અને માનવીને માલામાલ પણ કરે છે

અમે જેમ જણાવ્યુ કે અંક કમાલ કરે છે અને માનવીને માલામાલ પણ કરે છે તેનું એક તાજું ઉદાહરણ આપીએ. દિલ્હીના એક બિઝનેસમેનની આ ટચુકડી વાત છે. તેઓ દિલ્હીમાં 6 વર્ષથી એક પ્રતિષ્ઠિત મોટર કંપનીની એજેંસી ધરાવે છે. મોટરની આ કંપનીનું નામ “J A T I N D E R T R A N S P O R T ” અને કંપનીની સ્થાપના તારીખ ૦2-૦1- 2011 હતી.

કંપનીના સ્પેલિંગ “J A T I N D E R T R A N S P O R T ” અનુસાર હિબ્રુ મેથડ મુજબ નામનો સરવાળો “ 5 ” આવે. પરંતુ કંપનીની સ્થાપના તારીખનો સરવાળો ૦2 +૦1 + 2011 = 12 = 7 આવે. અંકશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર અંક “5” બુધની અસર હેઠળ અને અંક “7” નેપ્ચ્યુનની અસર હેઠળ આવે. નેપ્ચ્યુન અતિ ઝડપી નિર્ણય લેનારો ગ્રહ છે અને બુધ ધનની ગતિ અને વ્યવસાયના સ્વપ્ન સાકર કરવા માટેનો ગ્રહ છે. કંપનીનું નામ બુદ્ધિના કારક ગ્રહ બુધની અસર હેઠળ હોઈ દિલ્હીના આ વેપારી ભાઈ હમેંશા મહત્ત્વકાક્ષી નિર્ણય લેતા હતા. બીજી બાજુ સ્થાપના તારીખનો અંક”7” નેપ્ચ્યુન ગ્રહની અસર હેઠળ આવે આથી બંને વચ્ચે એક વિરોધાભાસી અને અસંતુલિત ચિત્ર ઊભું થાય. અહી મહત્ત્વકાંક્ષા અને સ્વપ્ન શ્રુષ્ટિ વચ્ચે ટકરાવ હતો. દિલ્હીના આ વેપારી અંકશાસ્ત્રના વિરોધાભાષી વલણમાં અટવાયેલા અને દિનપ્રતિદિન આર્થિક દેવામાં ડૂબતાં જતાં હતા.

શસ્ત્રનો ઉપયોગ પૂર્ણ જ્ઞાન સાથે કરજો ક્યાંક તમારા નામમાં શનિ કે રાહુનો અંક આવી જાય
શસ્ત્રનો ઉપયોગ પૂર્ણ જ્ઞાન સાથે કરજો ક્યાંક તમારા નામમાં શનિ કે રાહુનો અંક આવી જાય

અંકશાસ્ત્રની દ્રષ્ટિએ દિલ્હીના આ વેપારીનો અંક્શાસ્ત્રના મતે એક પડકાર હતો. દિલ્હીના આ વેપારીના કેસમાં અથાગ પરિશ્રમ કરી જતીન્દર ટ્રાન્સપોર્ટના સ્પેલિંગમાં નીચે પ્રમાણે ફેરફાર કરી તેની સ્થાપના તારીખ સાથે તેનું ટ્યુનિંગ કરી આપ્યું.

જતીન્દર ટ્રાન્સપોર્ટનો જૂનો સ્પેલિંગ ( JATINDER TRANSPORT ની વેલ્યુ “5” બુધની અસર હેઠળ આવે )

જતીન્દર ટ્રાન્સપોર્ટનો નવો સ્પેલિંગ ( J A T I N D E R R T R A N S P O R T ની વેલ્યુ “ 7 ” નેપ્ચ્યુનની અસર હેઠળ આવે)

દિલ્હીના આ બિઝનેસમેનની કંપનીની સ્થાપના તારીખનો અંક 7 તેમની કંપનીના નવા નામના સ્પેલિંગની વેલ્યુ “ 7 ” સાથે ટ્યુનિંગ કરતો થઈ ગયો. તમને જાણીને આશ્ચર્ય થશે કે દિલ્હીના વેપારી ભાઈ પોતાની કંપનીના સ્પેલિંગમાં માત્ર વધારાનો R મૂક્યા બાદ છેલ્લા 6 મહિનાથી માલામાલ અને અતિ ખુશખુશાલ છે. આવો છે અંકશાસ્ત્રનો કમાલ! જો અંક રૂઠે તો તકદીરમાં પડે ટાલ અને રિઝે તો કરે માલામાલ.

રોમ, ઈજીપ્ત અને ભારતમાં અંકશાસ્ત્રની અનેકોનેક પદ્ધતિઓ જેવી કે પાયથાગોરસ -ચાલદિયન અને હિબ્રુ અતિ પ્રચલિત છે અને તેમાંય ખાસ કરીને હિબ્રુ પદ્ધતિ આધારભૂત ગણાય છે. આપ સ્વયં પણ તેનો ઉપયોગ કરી આપના ભાગ્યને ઉદિત કરી શકો છો. પરંતુ અંક શસ્ત્રનો ઉપયોગ પૂર્ણ જ્ઞાન સાથે કરજો ક્યાંક તમારા નામમાં શનિ કે રાહુનો અંક આવી જાય અને તમે આકાશમાંથી ઉંધા માથે પટકાવ નહિ તે ધ્યાન પણ રાખજો.

(આ લેખ ડો.પંકજ નાગર અને ડો.રોહન નાગર દ્વારા drpanckaj@gmail.com અડ્રેસ હેઠળ સંપાદિત કરેલ છે.)