ભાગ્યના ભેદ:જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો, નક્ષત્રો, રાશિઓનું તલસ્પર્શી અવલોકન કરવામાં આવે તો અમૂલ્ય મોતીનો ખજાનો હાથે લાગે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિકટ ભયાનક મુસીબતમાં જાતકે "ઓમ હ્રીમ મમ સર્વ સુખ પ્રસાદેન કુરુ કુરુ સ્વાહા" મંત્રનું રટણ કરવું અને રટણ કરતી વખતે તમે હવનમાં આહુતિ આપતા હોય તેવી માનસિક કલ્પના કરવી

આજકાલ જ્યોતિષશાસ્ત્ર અબાલથી વૃદ્ધ તમામ માટે એક અનિવાર્ય અભિન્ન અંગ સમાન બની ગયું છે. જ્યોતિષશાસ્ત્રની અમુક વાતો અદભૂત જ નહિ ક્યારેકઆશ્ચર્ય પમાડે તેવી હોય છે. મારા પીએચડીના અભ્યાસકાળ દરમિયાન મારા ગુરુ શ્યામ પ્રસાદ મહારાજ જ્યોતિષની કેટલીક ટીપ્સ એવી આપતા કે જે ગળેઉતરી જાય. તેઓ હમેશાં કહેતા કે જે જાતકનો જન્મ અમાસની રાત્રિએ થયો હોય તેવા જાતકો ભોજન બાબતે વૃકોદર(ખાઉધરા)હોય અને ઊંઘણશી પણ હોય.તેમના આ કથનનો મેં સંશોધનાત્મક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચાર કર્યો તો અનુભવે અમાસની વાત સાથેનું તેમનું કથન સત્યની નજીક જણાયું. કારણ કેઅમાસની રાત્રિએ ચંદ્ર અદ્રશ્ય(ઇનવિસીબલ)હોય છે જેને અંગ્રેજીમાં ઝીરો મુન કહે છે. જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને મન કહે છે અને અમાસની ઘટનામાં ચંદ્ર અર્થાતસ્વયં મન ગેરહાજર હોય છે. અમાસની ઘટનામાં ચંદ્ર સૂર્યથી દબાય છે આથી ચંદ્ર પોતાનું બળ ગુમાવે છે. ચંદ્ર વિચાર વ્યવસ્થા અને વૈચારિક શક્તિનુંપ્રતિનિધિત્વ કરે છે કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્ર મનનો કારક છે. અમાસની ઘટનામાં મન (ચંદ્રનું)નું અસ્તિત્વ શૂન્ય હોય છે આથી આવા જાતકો વિચારોમાંજડ, ચિન્તાવિહીન, સ્વયંમાં મસ્ત અને મોજીલા હોય છે. આથી જ આ જાતકોનો ખોરાક અને ઊંઘ બંને અતિશય હોય છે. જ્યોતિષશાસ્ત્ર તેના ગ્રહો, નક્ષત્રો, રાશિઓનું તલસ્પર્શી અવલોકન કરવામાં આવે તો અમૂલ્ય મોતીનો ખજાનો હાથે લાગે. એક સર્વે અનુસાર સમગ્ર જગતની વસ્તીના ૮૬% લોકો જ્યોતિષ પાછળ ઘેલા છે અને આ શાસ્ત્રમાં અતુટ વિશ્વાસ ધરાવે છે.

(ડો.પંકજ નાગર જ્યોતિષશાસ્ત્રમાં PHd ની ડીગ્રી ધરાવે છે ઉપરાંત ગુજરાતમાંથી માત્ર એક એવા લેખક છે કે જેમણે આ વિષય પર "Astrology The mighty placebo for Mankind" નામનું અંગ્રેજી પુસ્તક લખેલું છે.)

જ્યોતિષી તરીકેની મારી પ્રલંબ કારકિર્દી દરમિયાન અનુભવે એવું પણ જણાયું છે કે ગજકેસરી યોગ ધરાવતા જાતકો બિચારા આર્થિક દ્રષ્ટિએ બેહાલ હોય છેઅને ગુરુ-રાહુનો ચાંડાળ યોગ જેમની કુંડળીમાં હોય તેવા જાતકો બેનંબરી ધનથી માલામાલ બની જતા હોય છે. કોઈ પણ યોગનું અર્થઘટન માત્ર સિદ્ધાંતોના આધારે નહિ પણ ક્યારેક સંચિત કર્મોના આધારે પણ થતું હશે તેવું અનુભવે ધીરે-ધીરે સમજાતું જાય છે. જન્મકુંડળીમાં પાંચમું સ્થાન જાતકના સંચિત કર્મોનું છે અને સંચિત કર્મોના આધારે માનવી જન્મ પહેલા કોની કુખે અર્થાત કઈ યોનીથી જન્મ લેશે તેવું વિધાતા નક્કી કરે છે તેવું મને સમજાતું જાય છે. નહિતરઅલ્હાબાદમાં 11મી ઓક્ટોબર 1942ના રોજ અમિતાભના સમયે જ 63 બાળકોનો જન્મ થયેલો પણ આપણી એક જ અમિતાભ છે આવું જ કંઇક ગાંધીજીબાબતે પણ છે કારણ કે પોરબંદરમાં એ જ સમયે એ જ તારીખે 37 બાળકો જન્મેલા પણ ગાંધીજીએ જે કર્યું તે બાકીના 36 બાળકોમાં જોવા મળ્યું નહિ. આકિસ્સાઓમાં તેજી બચ્ચનની કુખે અમિતાભ અગર પુતલીબાઈની કુખે ગાંધીજીના જન્મની વાતમાં ક્યાંક સંચિત કર્મોનો કમાલ દેખાય છે. જરૂરી નથી કે સમાનકુંડળીઓ, સમાન ગ્રહો એક જ ડીએનએ કે જીન્સ વાળી સમાન વ્યક્તિઓ પેદા કરે. આથી જ હું માનું છું કે આ શાસ્ત્ર અતિ અકળ અને ગુઢ છે.

કુટુંબમાં જ્યારે સંતાનના લગ્નની વાત આવે ત્યારે ગુણાંક, મંગળ દોષ કે નાડી દોષને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે પણ અનુભવે એવું જણાયું છે કે ગુણગમે તેટલા મળતા હોય અગર નાડી કે મંગળ દોષ ના હોય તો પણ લગ્નો મેઈડ ઇન ચાઈનાની જેમ તકલાદી બની જતા હોય છે. વરવધુની કુંડળીમાં ગમેતેટલા બળવાન યોગ હોય પણ જો વર કે વધુ કોઈ એકની કુંડળીમાં પણ શુક્ર-રાહુની યુતિ હોય તો લગ્નજીવન નર્ક બની જાય છે. કારણ કે શુક્ર દાંપત્યસુખનોકારક ગ્રહ છે આથી કુંડળીમાં શુક્ર જ્યારે રાહુના સંપર્કમાં આવે ત્યારે દાંપત્યજીવનમાં ગ્રહણ લાગી જાય છે. સંશોધનવૃત્તિએ મને એવું સમજાવ્યું છે કે કુંડળીમાંશુક્ર-શનિની યુતિ હોય તો લગ્ન જીવન પીડાદાયક બને છે. શુક્ર-સૂર્ય સાથે હોય તો જાતીય સુખમાં લઘુતાગ્રંથી આવે છે. શુક્ર સાથે મંગળ હોય તો ચારિત્ર્યના પ્રશ્નો ઉપસ્થિત કરે છે. સંતાનનું લગ્ન જીવન શરુ કરતાં પહેલાં આવી યુતિ કે સંબંધોને ખાસ ધ્યાનમાં રાખવા અન્યથા લગ્ન જીવન વિધ્ન જીવન બની જાય છે.આ શાસ્ત્રમાં જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ તેમ તેમ સંશોધનના મોતી હાથ લાગતા જ જાય છે. એક વાત હમેશાં યાદ રાખજો કે સૂર્ય અને ચંદ્ર એ કુંડળીનાવિચારાત્મક અને મુખ્ય પરિબળો છે કારણ કે સૂર્ય કુંડળીનો આત્મા અને ચંદ્ર એ મન છે.

મન એટલે મગજ (બ્રેઈન)અને આત્મા એટલે હૃદય (હાર્ટ).જો કુંડળીમાં સૂર્ય અને ચંદ્ર નિર્બળ હોય તો તેવી કુંડળીઓ મગજ અને હૃદય વિનાની કહેવાય અનેઆપણે જાણીએ છીએ કે જે શરીરમાં મગજ અને હૃદય જેવા અંગો ના હોય તેને ડેડ બોડી(મૃત શરીર) કહેવાય. તમે ખાસ નિરીક્ષણ કરજો જ્યારે જ્યારે તમારીકુંડળીના ચંદ્ર અને સૂર્ય કોઈ ક્રૂર ગ્રહોના શાપ કે દૃષ્ટિ હેઠળ આવે ત્યારે તમે દુઃખી બનો છો અને જો આ બંને ગ્રહો શુભ ગ્રહોની કૃપાદ્રષ્ટિ હેઠળ હોય તો તમારુંજીવન જલસા જ જલસા. અને હા અંતમાં અગત્યનો મંત્ર કે જે મારા ગુરુજીએ મારા અભ્યાસ કાળ દરમિયાન આપેલો. તમે વિકટ ભયાનક મુસીબતમાં હોવત્યારે "ઓમ હ્રીમ મમ સર્વ સુખ પ્રસાદેન કુરુ કુરુ સ્વાહા" મંત્રનું રટણ કરવું અને રટણ કરતી વખતે તમે હવનમાં આહુતિ આપતા હોય તેવી માનસિક કલ્પના કરવી પછી કહેજો કેવું લાગ્યું તમને?

(ડો.પંકજ નાગર અને ડો. રોહન નાગરે આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રકાશિત કરેલ છે.)