જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જેના લીધે એવું કહેવામાં આવે છે કે શનિ હંમેશાં અશુભ ફળ જ પ્રદાન કરે છે. જ્યારે એવું નથી. શનિદેવ જ્યારે કોઈની ઉપર પ્રસન્ન થઈ જાય છે તો તેને સુખ અને ધન-ધાન્યથી ભંડારો ભરી દે છે. શનિદેવ દર અઢી વર્ષે રાશિ બદલે છે. આ વર્ષે શનિએ 17 જાન્યુઆરીએ રાશિ પરિવર્તન કરીને મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. શનિદેવને પ્રસન્ન કરવાના અનેક ઉપાયો જ્યોતિષ ગ્રંથોમાં બતાવવામાં આવ્યાં છે. જ્યોતિષ પ્રમાણે શનિદેવ માત્ર કર્મોનું જ ફળ મનુષ્યને આપે છે. કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઉપાય કર્યા વગર પણ શનિદેવને પ્રસન્ન કરી શકાય છે. આજે જાણો એવા કામ જેનાથી શનિદેવ પ્રસન્ન થતા હોય છે....
મજૂર કે કામદારોના રૂપિયા ન રોકો
શનિદેવ ગરીબ, નિઃસહાય, કુષ્ઠ રોગિઓ વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમે કોઈ મજૂર વ્યક્તિ પાસે કામ કરાવો છો તો સમયસર તેના પૈસા ચૂકવી દો. બીનજરૂરી રીતે તમે તેને પરેશાન ન કરો. જે વ્યક્તિ એવું નથી કરતો તેનાથી શનિદેવ નારાજ થઈ જાય છે અને ઢૈય્યા અને સાડાસાતીના સમયે તેને તેના અશુભ કાર્યોનું ફળ પ્રદાન કરે છે.
ગરીબોનું અપમાન ન કરો
કેટલાક લોકો જાણી જોઈને ગરીબોનું અપમાન કરે છે. એવા લોકો મહેનત કરીને પોતાનું ગુજરાત કરતાં હોય છે. એટલા માટે કોઈપણ રીતે ગરીબો અપમાન કરવા યોગ્ય નથી હોતાં. જે વ્યક્તિ આવું કરે છે તેની ઉપર શનિદેવની નજર રહેતી હોય છે. સમય આવ્યે તેની આ ભૂલની શનિદેવ તેને સજા આપતા હોય છે.
નોકરોને અપશબ્દો ન બોલો
કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ પોતાના ઘરે કે ઓફિસમાં કામ કરતાં નોકરોને કારણ વગર અપશબ્દો બોલતા હોય છે. જો કોઈ નોકરથી કોઈ ભૂલ થઈ જાય તો પણ તેને માફ કરી દેવા જોઈએ, તેને અપશબ્દો બોલીને અપમાન ન કરવું જોઈએ. જે લોકો જાણતાં-અજાણતાં પણ એવું કરે છે, તેમને નજીકના ભવિષ્યમાં પરેશાન થવું પડે છે.
કુષ્ઠ રોગીઓ સામે નફરતથી ન જુઓ
શનિદેવને પ્રસન્ન કરવા માટે કુષ્ઠ રોગીઓને દાન કરવાનું વિધાન છે, પરંતુ કેટલાક લોકો કુષ્ઠ રોગીઓને નફરતથી જુએ છે અને નજીક આવતા પણ ધુત્કાર કરીને ભગાવી દે છે. એવા લોકો પર શનિદેવ નારાજ થઈ જાય છે. જ્યારે જે લોકો સમયે-સમયે કુષ્ઠ રોગીઓને દાન કરતાં રહે છે અને તેમની પ્રત્યે સહાનુભિતિ રાખે છે, તેનાથી શનિદેવ હંમેશાં પ્રસન્ન રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.