સાપ્તાહિક રાશિફળ:નવું વર્ષ બારેય રાશિના જાતકો માટે કેવું રહેશે? ચંદ્ર રાશિ મુજબ અને સાથે જ ટેરો કાર્ડસ અને ન્યૂમરોલોજીથી જાણો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચંદ્ર રાશિ મુજબ અને સાથે જ ટેરો કાર્ડસ અને ન્યૂમરોલોજીથી જાણીએ કે, બારેય રાશિઓ માટે આવનાર અઠવાડિયુ કેવું રહેશે? પંડિત મનીષ શર્મા, ટેરો કાર્ડ રિડર દિવ્યા અને ન્યૂમરોલોજી ડૉ. બબીના બોહરા જાતકો માટે આ અઠવાડિયુ કેવું રહેશે તે જણાવશે.

ભાગ્યનો સાથ મળશે. આવક પણ સારી રહેશે. વિવાદિત કિસ્સાઓમાં સફળતા મળશે. મિત્ર તરફથી લાભ મળશે. શત્રુઓ પરાસ્ત થશે. શનિવારના રોજ યશની પ્રાપ્તિ થશે.

ટેરો શુભ રંગ- સફેદ શુભ અંક- 2 ટેરો કાર્ડ- Page of cups

યાત્રાનો યોગ બનશે. નવા લોકો સાથે સંબંધો જોડાશે. શારીરિક થાકનો અનુભવ થાય. ભારે ખોરાક લેવાનું ટાળો.

આવકમાં વૃદ્ધિ થશે. મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહેશે. મંગળ અને બુધમાં શત્રુઓ પ્રબળ રહેશે, સાવચેત રહેવું. ગુરુ અને શુક્રમાં ધનલાભનો યોગ બનશે. શનિવારના રોજ ધ્યાન રાખવું, ખર્ચ અને વાદ-વિવાદ વધી શકે.

ટેરો શુભ રંગ- નારંગી શુભ અંક- 9 ટેરો કાર્ડ- Moon

તમારું મન ભ્રમિત રહેશે. વિચિત્ર વિચાર, ભય અને શંકાઓ તમારા મનને ઘેરી વળશે. મહત્વપૂર્ણ કામમાં રાહ જોવી પડશે. અઠવાડિયાના અંતે સારા સમાચાર મળશે.

આવકથી અસંતુષ્ટ રહેશો. અઠવાડિયાની શરુઆતમાં તણાવ રહી શકે. કાર્યો અટકી શકે પણ ધીમે-ધીમે સુધાર આવશે. શનિવારનો દિવસ તમારા માટે લકી સાબિત થશે.

ટેરો શુભ રંગ- ભૂરો શુભ અંક- 6 ટેરો કાર્ડ- 6 of cups

આવનાર સમયમાં લગ્નજીવન અને પારિવારિક જીવનને પ્રાથમિકતા આપશો. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે. ધન પ્રાપ્તિનો યોગ બનશે.

કોઈપણ અગત્યના કામ માટે આ સમય સારો રહેશે. મંગળ કે બુધના રોજ ઉધાર પૈસા લેવાથી બચવું.

ટેરો શુભ રંગ- વાદળી શુભ અંક- 5 ટેરો કાર્ડ- 5 of Wands

આખું અઠવાડિયું ઉત્સાહથી ભરપૂર રહેશે. નવી જવાબદારીઓનું ભારણ પણ મળશે. ઉચ્ચ અધિકારીઓનો સાથ-સહકાર મળશે.

સુખ-સમૃદ્ધિ ભરપૂર મળશે. મંગળ અને બુધવારના રોજ સંપતિ સંબંધિત કિસ્સાઓ મજબૂત રહેશે. કાર્યમાં સફળતા સાથે ધનલાભ પણ મળશે.

ટેરો શુભ રંગ- હલ્કો પીળો શુભ અંક- 1 ટેરો કાર્ડ- Wheel of fortune

ભાગ્યના સિતારાનો ભરપૂર સાથ મળી રહેશે. કળા અને સાહિત્ય સાથે જોડાયેલા લોકોને પોતાના ક્ષેત્રમાં સારી સફળતા મળશે.

ચંદ્રનું ગોચર આ રાશિમાં જ રહેશે. આવક સારી રહેશે. આસપાસના લોકો સાથે વિવાદ થઈ શકે, સંભાળીને રહેવું.

ટેરો શુભ રંગ- પિસ્તા ગ્રીન શુભ અંક- 7 ટેરો કાર્ડ- Chariot

બિઝનેસમાં લીધેલા તમારા દરેક નિર્ણય લાભદાયી સાબિત થશે. જૂના ઝઘડાઓને ખત્તમ કરવા માટે સમય સારો છે. કાનૂની કાર્યવાહી ઝડપી બનશે.

સોમવારનો દિવસ મુશ્કેલી ભરેલ રહી શકે પણ પછીનું આખુ અઠવાડિયું સારું રહેશે. યાત્રાનો યોગ બનશે. આવનાર સમયમાં નવા લોકો સાથે સંપર્ક બનાવી શકો.

ટેરો શુભ રંગ- હલ્કો ગુલાબી શુભ અંક- 6 ટેરો કાર્ડ- 6 of wands

તમારી રચનાત્મક પ્રવૃતિ ટોચ પર રહેશે. નવા વિચારોની ધારા તમને શારીરિક અને માનસિક રીતે સક્રિય રાખશે. મીડિયા, ફેશન અને પત્રકારત્વ સાથે જોડાયેલા લોકોને તેમનું મનપસંદ કાર્ય મળશે.

રવિ અને સોમવારનો દિવસ શ્રેષ્ઠ રહેશે. આવકની વૃદ્ધિ સાથે સુખ-સુવિધાઓ પણ મળશે. વિવાદોથી બચવું.

ટેરો શુભ રંગ- બદામી શુભ અંક- 3 ટેરો કાર્ડ- 3 of pentacles

ઉત્સાહ સાથે સામાજિક કાર્યોમાં જોડાઈ જાવ. પરોપકારી લાગણીઓ મન પર હાવી રહેશે. તે મનમાં ક્રોધ ઉત્પન્ન કરશે.

સોમવાર અને મંગળવાર મહત્વના કાર્યો પૂર્ણ કરવા માટે સારા રહેશે. પૂર્વનિર્ધારિત યોજનાઓ સફળ રહેશે અને સહકાર પણ મળી રહેશે.

ટેરો શુભ રંગ- ખાખી શુભ અંક- 7 ટેરો કાર્ડ- Tower

તણાવથી ભરેલો સમય રહેશે. આત્મવિશ્વાસથી ભરેલા કામમાં સફળતા જરુર મળશે. સારા સંબંધોનો લાભ જરુર ઉઠાવો. રોકાણ માટે આવનાર સમય શુભ રહેશે.

અઠવાડિયાની શરુઆતનો સમય સારો રહેશે. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સંતાનસુખની પ્રાપ્તિ થશે.

ટેરો શુભ રંગ- ગ્રે શુભ અંક- 4 ટેરો કાર્ડ- 4 of swords

કરિયર બાબતે આવનાર સમય ખૂબ જ સારો રહેશે. આવનાર સમયમાં વધુ ખર્ચ થવાની સંભાવના રહેશે. જૂના મિત્રો સાથે સંબંધ સુધારી શકો. પેટ સંબંધિત સમસ્યા રહેશે.

અણધાર્યો વાદ-વિવાદ આવી શકે. તમામ કાર્યો સમય પર થશે. અટકેલા કાર્યો પૂર્ણ થશે. શનિવારના રોજ ધનપ્રાપ્તિનો યોગ બની રહ્યો છે

ટેરો શુભ રંગ- હળવો સ્લેટી શુભ અંક- 5 ટેરો કાર્ડ- Temperance

ઉત્સાહ અને આત્મવિશ્વાસ બનેલો રહેશે. રોજિંદા કાર્યો સાથે જવાબદારીઓનો ભાર વધશે. પારિવારિક પ્રસનન્તાનો અનુભવ થશે.

આવનાર અઠવાડિયામાં મંગળવાર અને બુધવાર સમસ્યાઓથી ભરપૂર રહેશે. જોખમ લેવાનું ટાળો. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. અધૂરા કાર્યો પૂરા થશે.

ટેરો શુભ રંગ- પિસ્તા લીલો શુભ અંક- 2 ટેરો કાર્ડ- 2 of Swords

માનસિક સ્થિતિ સારી રહેશે. તમારા વિકાસની તરફ તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે. સ્વાસ્થ્ય માટે આવનાર સમય ખૂબ જ સારો રહેશે.

ન્યુમેરોલોજી દ્વારા આગામી સપ્તાહ કેવું રહેશે તે જાણી લો ડો.બબીના બોહરા પાસેથી...

આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે. આ સમયે તમે એકથી એકથી વધુ કામ કરી શકશો. કામકાજ માટે આ અઠવાડિયું વ્યસ્તતાભર્યું રહેશે. એક જ સમયે તમારે પ્રોફેશનલ અને પર્સનલ બંને નિર્ણય લેવા પડશે, અઠવાડિયાંના મધ્યમાં નોકરીમાં કોઈ નવો મોકો મળી શકે છે.

આ અઠવાડિયે તમે કરેલા પ્રયાસો ને કામહી ફાયદો થશે, તમે જે તનતોડ મહેનત કરી છે તેનું ફળ મળશે. જે લોકો રાજકારણમાં છે તે લોકોને નિસ્વાર્થ ભાવથી કામ કરવાનો અને સાચું બોલવાનો સમય છે. વ્યક્તિગત મામલે તમે કરેલા કર્મોનું પરિણામ તમને જોવા મળશે. તમે તમારા વિચારો અને કામમાં શક્તિ અને અધિકારનો અનુભવ કરશો​​​​​​​.

આ અઠવાડિયે તમે તમારી ભાવનાઓ અને આઇડિયાને તમારા દિલ પર રાજ કરવા આપશો. તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં તમારી સહન શક્તિ ધૈર્યની પરીક્ષા કરવામાં આવશે. પર્સનલ વાતમાં તમારા પરિવાર સાથે મદદની સંભાવના રાખશો. વાતચીત દરમિયાન સંતુલન જાળવવું પડશે.

આ અઠવાડિયે તમારે પૈસા પર ધ્યાન આપવું પડશે. સંપત્તિ ખરીદવાના અને વેચવાના સંકેત છે. નવી આધ્યાત્મિક ચિનગારી અથવા માર્ગદર્શન તમારો આત્મવિશ્વાસ વધારશે. કામ અને ધંધામાં તમને વ્યસ્ત રાખશે અને તમે અત્યારે જે પ્રયત્નો કરશો તે આવનારા સમયમાં પ્રતિબિંબિત થશે.

આ અઠવાડિયે તમે તમારી જાતને વ્યસ્ત રાખશો. તમારા વ્યસ્ત ટાઈમટેબલને કારણે પરિવાર સાથે સમય પસાર કરવામાં તમને મુશ્કેલી પડી શકે છે. માટે થોડો સમય આરામ કરવાનો છે. અઠવાડિયાના મધ્યમાં પરિસ્થિતિમાં અચાનક ફેરફાર તમને આશ્ચર્યચકિત કરી શકે છે. આ અઠવાડિયે તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

આ અઠવાડિયાંમાં તમારું ભાગ્ય સારું રહેશે અને વધુ લાભ થઇ શકે છે. તમારું સ્વાસ્થ્ય, ધન અને પારિવારિક સુખમાં સુધારો જોવા મળશે. આ સમય છે જ્યારે તમામ મહિલાઓ સર્જનાત્મકતાથી ભરપૂર અનુભવ કરશે, તમારા કાર્યને ઉચ્ચ અધિકારી દ્વારા સ્વીકારવામાં આવશે અને માન્યતા આપવામાં આવશે. વ્યક્તિગત બાબતમાં તમે માનસિક અને શારીરિક બંને સ્તરે સ્થિરતા અને સલામતીની લાગણી અનુભવી શકો છો.

આ અઠવાડિયે તમારા જીવનમાં એવા ગુરુની શોધ પુરી થશે જે અન્ય લોકો માટે શાણપણ અને સૂઝના માર્ગો ખોલે છે. આ વ્યક્તિ તમને જરૂરી આરામ અને સમર્થન આપશે. વ્યક્તિગત મોરચે તમે તમારા પરિવારને સામાન્ય કરતાં વધુ ધ્યાનમાં રાખશો અને આસપાસની પરિસ્થિતિ બેસ્ટ નહીં રહે.

આ અઠવાડિયે તમે સારા પારિવારિક જીવન અને ખુશીઓનો આનંદ માણશો. પરિવારના બાળકો ખુશ રહેશે. આ અઠવાડિયે તમે પોઝિટિવિટીનો અનુભવ કરી શકો છો. કરિયરમાં કોઈ કઠિન નિર્ણય તમારું ધ્યાન આકર્ષિત કરશે. અઠવાડિયાના અંત સુધીમાં તમારે કામ અને આનંદ વચ્ચે સંતુલન જાળવવું પડશે.

આ અઠવાડિયે તમે નાણાં, પ્રેમ અને કામના તમારા સપનાને અનુસરશો. સપ્તાહની શરૂઆતમાં તમને અચાનક આવક અને લાભ થશે.શરૂઆતના દિવસો તમારા બધા કામમાં પુરા થશે અને તમને સફળતા મળશે. અઠવાડિયાના મધ્યમાં લગ્ન પ્રસ્તાવ અથવા પ્રિયજન સાથે મજબૂત સંબંધો થઇ શકે છે.