18 જાન્યુઆરીનું અંક ભવિ્ષ્ય:18 જાન્યુઆરીનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

18 જાન્યુઆરીનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ- 1

ગણેશજી કહે છે કે, આજે તમે પોતાના વિશ્વાસ અને કાર્યકુશળતાથી પરિસ્થિતિઓને સુધારવાનો પ્રયાસ કરશો અને સફળતા પણ મળશે. પ્રોપર્ટી સાથે જોડાયેલ કોઈ મામલો અટવાયેલો હોય તો આજે તેની પર ધ્યાન આપો. બહારના લોકો અને મિત્રોની સલાહ તમારી માટે નુકસાનદાયક હોઈ શકે છે. એટલા માટે તેમની વાતે પર ભરોસો ન કરો અને પોતાના નિર્ણય પોતે જ લો. જોખમી કામથી બચજો.

શું કરવું - ગુરુજન કે વડીલોના આશીર્વાદ લો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

------------------------------------

અંકઃ- 2

ગણેશજી કહે છે કે, આજે મોટાભાગનો સમય ઘરની સજાવટ, ધ્યાન રાખવા પાછળ અને ખરીદીમાં વિતશે. ઘરના વડીલોની દેખભાળ અને સેવા કરો. તેમના આશીર્વાદ અને સ્નેહ તમારી માટે સંજીવનીનું કામ કરશે. વિદ્યાર્થીઓને કોઈ પ્રોજેક્ટમાં ધાર્યા પ્રમાણે સફળતા નહીં મળવાથી નિરાશા હાથ લાગે. તમારો ઉત્સાહ જાળવી રાખજો. ખર્ચ કરતી વખતે પોતાના બજેટનું ધ્યાન રાખજો.

શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો.

શુભ રંગઃ- બ્રાઉન

શુભ અંકઃ- 7

------------------------------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે, આ સમયે ગ્રહ ગોચર અને ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. પ્રયાસ કરજો કે તમારા મોટાભાગના કામ પૂરાં થઈ જાય. મનને શાંતિ મળશે. હકારાત્મક પ્રગતિથી લોકો સાથે સંબંધો સુધરશે. કેટલાક લોકો તમારી પીઠ પાછળ ઈર્ષાની ભાવનાથી આલોચના કરી શકે છે. એવા લવોકોથી દૂર રહો. મોટાભાગનો સમય બાહ્ય ગતિવિધિઓ અને માર્કેટિગંને લગતા કાર્યોમાં પસાર થશે.

શું કરવું - શિવ ચાલીસાનો પાઠ કરો.

શુભ રંગઃ- ક્રીમ

શુભ અંકઃ- 16

------------------------------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે, ઘરમાં ખાસ સંબંધીઓ આવવાથી ચહેલ-પહેલ અને વ્યસ્તતા વધશે. તમે પોતાના વ્યક્તિત્વ અને અભ્યાસને સુધારવાનો પ્રયાસ કરશો. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમારા પ્રતિસ્પર્ધી તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર કરી શકે છે. એટલા માટે નાની-નાની વાતોને અવોઈડ઼ ન કરો. પોતાના ક્રોધ અને આવેશને કંટ્રોલમાં રાખો. તમારો શાંત અને સંયમિત સ્વભાવ તમને સન્માન અપાવશે.

શું કરવું - સફેદ વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 12

------------------------------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે, તમારી ક્ષમતા લોકોની સામે આવશે, એટલા માટે લોકોની ચિંતા ન કરો. પોતાના મન પ્રમાણે કાર્યો કરો. પહેલાં અફવાહો રહેશે. પરંતુ જેમ-જેમ તમે સફળ થતાં જશો આ લોકો તમારા પક્ષમાં રહેશે. ક્યારેક તમારું મન વિચલિત થઈ શકે છે. એટલા માટે પોતાના મન પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. જીત મળવાથી અહંકાર તમારા પર હાવી થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં બધા કામ સારી રીતે પૂરાં થશે.

શું કરવું - શિવ ચાલીસાનો પાઠ કરો.

શુભ રંગઃ- કાળો

શુભ અંકઃ- 1

------------------------------------

અંકઃ- 6

ગણેશજી કહે છે કે, આજનું ગ્રહ ગોચર તમારી માટે લાભદાયી અને સુખદ પરિસ્થિતિ નિર્માણ કરી શકે છે, એટલા માટે એકાગ્ર મનથી પોતાના કામ પર ધ્યાન આપો. આળસ હાવી ન થવા દો. આર્થિક સ્થિતિ સારી રહેશે. ઘરના બાળકો અને તેમના મિત્રો સાથેની ગતિવિધિઓ પર ધ્યાન આપો, નહીં તો બાળકો ખોટા રસ્તે જઈ શકે છે. કોઈની સાથે બહેસ કર્યા વગર શાંતિથી કામ લો. વ્યાવસાયિક ગતિવિધિઓ સારી રહેશે.

શું કરવું - માતા સરસ્વતીની પૂજા કરો.

શુભ રંગઃ- જાંબુડીયો

શુભ અંકઃ- 6

------------------------------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે, સમય અને ભાગ્ય આજે તમારી સાથે રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલ દરેક કાર્યો સારાં થશે. તેનાથી આત્મવિશ્વાસ પણ વધશે. વિદ્યાર્થીઓને પણ મહેનતથી અચાનક કોઈ સફળતા મળી શકે છે. ધ્યાન રાખજો કે આર્થિક કાર્યોમાં હિસાબ-કિતાબ કરતી વખતે કોઈ પ્રકારની ભૂલ ન થાય. કોઈ દસ્તાવેજ કરતી વખતે કોઈ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો. બિઝનેસ અને મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલ લોકોને કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.

શું કરવું - સફેદ વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- સોનેરી

શુભ અંકઃ- 5

------------------------------------

અંકઃ- 8

ગણેશજી કહે છે કે, ધાર્મિક યાત્રા સાથે જોડાયેલી કોઈ યોજના બની શકે છે. કોઈ મહત્વપૂર્ણ રાજકીય વ્યક્તિ સાથે મુલાકાત થશે. તે તમારી માટે ફાયદેમંદ રહેશે. પરિવારના કોઈ સદસ્યના વ્યાવસાયિક જીવનમાં કોઈ તણાવ રહી શકે છે. બાહ્ય લોકોનો હસ્તક્ષેપ સમસ્યાને વધારી શકે છે. આર્થિક રીતે આજનો દિવસ ખૂબ જ સારો સાબિત થશે. પતિ-પત્ની વચ્ચે ગલતફેમી ન થાય તેનું ધ્યાન રાખજો.

શું કરવું - માતા-પિતાના આશીર્વાદ લો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

------------------------------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, આજે તમારી નાણાકીય યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. એટલા માટે પ્રયાસ કરતા રહો અને સફળતા જરૂર મળશે. રોકાણને લગતા કાર્યો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. સામાજિક કાર્યોમાં તમે નિઃસ્વાર્થ યોગદાન આપી શકો છો જે તમને સન્માન આપાવી શકે છે. કોઈપણ પ્રકારના નકારાત્મક સૂત્રથી બચજો. આજે તમારું કોઈ રહસ્ય ખુલી શકે છે જેનું પરિણામ તમારા પરિવાર માટે ખરાબ રહી શકે છે. કોઈ નકારાત્મક યોજનાના શિકાર પણ થઈ શકો છો. લોકો તમારી પ્રતિભાને ઓળખશે.

શું કરવું - ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 11