2021નું રાશિફળ:આ વર્ષ 12માંથી 6 રાશિના લોકો માટે સફળતા અને ફાયદો આપનાર રહેશે, અનેક લોકો ભાગ્યશાળી રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મિથુન અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે, તુલા અને મકર સહિત 4 રાશિઓ ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે

2021માં ગ્રહોના રાશિ પરિવર્તનની અસર બધી રાશિઓ ઉપર પડશે. આ વર્ષે 9માંથી માત્ર 7 ગ્રહ જ રાશિ બદલશે. જેનાથી 6 રાશિઓ માટે આ વર્ષ સારું રહેશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે, 2021માં મેષ, વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને સફળતા મળવાના યોગ છે. આ રાશિઓના લોકો માટે સમય સારો રહેશે. ધનલાભ અને ફાયદો તો મળશે જ સાથે જ કિસ્મતનો સાથ પણ મળશે. ત્યાં જ, સિંહ, તુલા, ધન અને મકર રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. આ કારણે આ રાશિઓના લોકોને સફળતા તો મળશે પરંતુ પડકાર અને મહેનત વધારે રહેશે. અનેક મામલે મુંઝવણ પણ વધી શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ રહેશે. આ સિવાય મિથુન અને કુંભ રાશિના લોકોએ આખું વર્ષ સાવધાન રહેવું. આ 2 રાશિઓ માટે જોબ અને બિઝનેસમાં મુંઝવણ વધી શકે છે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે બારેય રાશિઓનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- મેષ રાશિ માટે આ વર્ષ ખૂબ જ સારી સફળતાઓ આપનાર રહેશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળશે. આ સમયે પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક તમારા માટે કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરાવશે. સફળતાના નવા માર્ગ બનશે. માત્ર વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. ફેબ્રુઆરી મહિનામાં તમારી ઉપર કોઇ મહત્ત્વપૂર્ણ જવાબદારી આવશે, જેને તમે ઉત્તમ રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારો કોઇ રચનાત્મક ગુણ લોકો સામે પ્રકટ થશે. આ સમયે ઘરમાં થોડા ફેરફારની સંભાવનાઓ બની રહી છે. વિદ્યાર્થીઓને તેમના મન પ્રમાણે પરિણામ મળી શકશે. નવી યોજનાઓ અને પડકારો તમારી સામે આવશે, જેને તમે યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. ઘણાં સમયથી અટવાયેલાં કોઇ કોર્ટ કેસને લગતા મામલે સફળતા મળી શકે છે. દૂરના લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે. યુવા વર્ગ માટે વિદેશ જવાની તક મળી શકે છે. વર્ષના મધ્યમાં દિનચર્યામાં થોડો ફેરફાર આવી જશે. રાજનીતિ તથા સામાજિક ક્ષેત્રમાં કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા મળવાથી ગ્રહ સ્થિતિ બનશે.

નેગેટિવઃ- આ વર્ષે તમે તમારા સ્વભાવ તથા વ્યક્તિગત કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર લાવવાનો સંકલ્પ કરો. વધારે ભાવુકતા તથા સંવેદનશીલતા તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. તમારો વધારે ખર્ચીલો સ્વભાવ તમારા માટે મુશ્કેલીઓ વધારી શકે છે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ તરફ વધારે ધ્યાન આપે. પ્રોપર્ટીને લગતી કોઇપણ પ્રકારની ખરીદદારી કરતી સમયે ભૂલો થવાની સંભાવના રહેશે, આ કાર્ય કોઇ અન્ય વ્યક્તિની દેખરેખમાં કરો તો વધારે સારું રહેશે. એપ્રિલમાં સમયની ચાલ થોડી વિપરીત થઇ શકે છે. મીડિયા, નેટ ચેટિંગ, મિત્રો વગેરે સાથે ખોટો સમય નષ્ટ કરવાની જગ્યાએ તમારા કામ ઉપર ધ્યાન આપો. ક્યારેક તમારી બેકાબૂ વાણી તથા અહંકાર તમારા પોતાના માટે જ પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- મેષ રાશિના લોકો માટે આ વર્ષ રોજગારના અવસર વધશે. લાભની સ્થિતિઓ વધશે. ફેબ્રુઆરી મહિનામાં થોડા ખર્ચની સ્થિતિ રહેશે. નોકરીમાં ઉન્નતિ અને ટ્રાન્સફરના યોગ બની રહ્યા છે. નવી યોજનાઓ તથા પડકાર તમારી સામે આવશે. ઓગસ્ટ મહિનામાં તમને આલોચનાત્મક તથા નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પણ યોગ્ય છે. તમારા ભવિષ્યની યોજનાઓને કોઇ સામે જાહેર ન કરો. નોકરી તથા વ્યવસાય બંનેમાં જ આ વર્ષે કોઇના ઉપર વધારે વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. વ્યવસાયિક સ્પર્ધાના કારણે વ્યવસ્થિત તથા સારી રીતે કામ કરવું પડી શકે છે. નોકરમાં સ્થાન પરિવર્તન અને ઉન્નતિના યોગ બનશે.

લવઃ- આ વર્ષે પારિવારિક વાતાવરણ સુખ-શાંતિ ભરેલું રહેશે. કુંવારા લોકો માટે લગ્નના અવસર બનશે. ઘરમાં ભાગલાને લગતાં વિવાદ એકબીજાના તાલમેલ સાથે પૂર્ણ થઇ જશે. પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખશે. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. પ્રેમ સંબંધોમાં મર્યાદા તથા એકબીજા પ્રત્યે વિશ્વાસનું ધ્યાન રાખવું જરૂરી છે. ધ્યાન રાખો તેનો નકારાત્મક પ્રભાવ તમારા ઘર ઉપર પડે નહીં તથા કરિયરમાં પણ વિઘ્ન આવે નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ વર્ષ સામાન્ય રહેશે. સિઝનલ બીમારીઓથી સાવધાન રહેવાની જરૂરિયાત છે. કોઇ ગંભીર કે ઘાતક બીમારી થશે નહીં. તમારા ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખવાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. આ વર્ષે વાહન ખૂબ જ સાવધાની પૂર્વક ઉપયોગ કરો. જોકે, મેષ રાશિના લોકો શારીરિક રીતે ઊર્જાવાન તથા એક્ટિવ રહેશે.

------------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ વર્ષ આ રાશિના લોકો માટે સમૃદ્ધિદાયક રહેશે. ભાગ્ય અને ઉન્નતિના રસ્તા પ્રબળ બનશે. ધન પ્રાપ્તિના સ્ત્રોત પહેલાં કરતાં વધારે ખુલશે. તમારી યોગ્યતા અને પ્રતિભા લોકો સામે આવશે. તમે તમારા કોઇ રસપૂર્ણ કામમાં સમય પસાર કરવાનો પણ સંકલ્પ લેશો. જેનાથી તમે પોતાને માનસિક અને આત્મિક રૂપથી ખૂબ જ સ્વસ્થ અને પ્રસન્ન અનુભવ કરશો. સાંસારિક કાર્ય પણ સુગમતાથી પૂર્ણ થશે. તમારા માટે મુશ્કેલ સમયમાં મિત્રો અને નજીકના સંબંધીઓનો પૂર્ણ સહયોગ બની રહ્યો છે. સંપર્કોની સીમા વધશે. પ્રોપર્ટીની ખરીદદારીને લગતાં મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થશે. ભાઇઓ વચ્ચે સારા અને સુખમય સંબંધ બંધાશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે અનેકવાર ઉતાવળ અને અતિ ઉત્સાહના કારણે કામ ખરાબ થઇ શકે છે. જેની અસર પારિવારિક સુખ-શાંતિ ઉપર પણ પડશે. તમારા ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો. સામાજિક ગતિવિધિઓમાં વધારે સમય પસાર કરવાથી તમારા વ્યક્તિગત કાર્યોમાં વિઘ્નો આવશે. જરૂરિયાત પ્રમાણે સમય પસાર કરો. વિદ્યાર્થીઓનું મન આ વર્ષે અભ્યાસ અને તેમના લક્ષ્યથી ભટકી શકે છે. બેકારની ગતિવિધિઓથી ધ્યાન હટાવીને અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહો, નહીંતર લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય રહેશે નહીં.

વ્યવસાયઃ- તમારા વ્યવસાયિક કાર્યોમાં આ વર્ષે ખૂબ જ મહેનત અને પરિશ્રમની જરૂરિયાત છે. કાર્ય વિસ્તારની યોજના શરૂ કરતાં પહેલાં તેના અંગે વિચાર કરો. જોકે, નાની-મોટી પરેશાનીઓ આવશે, પરંતુ તમે તમારી બુદ્ધિમતા તથા વિવેકથી શાંતિપૂર્ણ રીતે ઉકેલ પણ શોધવામાં સક્ષમ રહેશો. પાર્ટનરશિપને લગતાં વ્યવસાયમાં સાવધાન રહેવાની જરૂરિયાત છે. નાની ભૂલના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે. તેની અસર વ્યવસાય ઉપર પણ પડશે. જમીન, શેરબજાર, સોના-ચાંદી જેવા કાર્યોમાં રોકાણ કરવા માટે સમય ખૂબ જ ઉત્તમ રહેશે. નોકરીમાં પ્રમોશનના યોગ્ય યોગ બનશે. મન પ્રમાણે પ્રમોશન સંભવ છે. ઓફિસનું વાતાવરણ તમારા અનુકૂળ રહેશે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિથી સમય સારો છે. ઘર-પરિવાર તમારી પ્રાથમિકતા ઉપર રહેશે. ઘરમાં બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળશે. કોઇ લગ્નને લગતાં માંગલિક કામ પણ આ વર્ષે સંપન્ન થઇ શકે છે. ક્યારેક બાળકોની સંગત અને ગતિવિધિઓ તમને ચિંતામાં મુકી શકે છે. યુવાઓની મિત્રતા પ્રેમ સંબંધોમાં બદલાઇ શકે છે અને જલ્દી જ લગ્નના અવસર પણ બનશે. પરણિતા લોકોને વિપરીત લિંગના વ્યક્તિઓ સાથે સંબંધ રાખવા લગ્નજીવનમાં વિવાદ ઊભો કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- આ વર્ષ સ્વાસ્થ્ય ઠીક રહેશે. સાંધા તથા ઘુંટણમાં દુખાવાની સમસ્યા વધી શકે છે. સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ રૂપથી સજાગ રહેવું. સ્ત્રી જનિત રોગ તેમને પરેશાન કરી શકે છે. થોડો સમય મોર્નિંગ વોક કરવા તથા પ્રકૃતિના સાનિધ્યમાં પસાર કરવો જોઇએ. તેનાથી શારીરિક અને માનસિક બંને પ્રકારે સ્વસ્થ રહેશો

------------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- મિથુન રાશિ માટે આ વર્ષ થોડું પડકાર સ્વરૂપ રહેશે. પરંતુ બુદ્ધિમત્તા તથા વિવેકથી તમે મુશ્કેલીઓ સામે લડી શકશો અને તેનો ઉકેલ શોધી શકશો. વિદ્યાર્થીઓને અભ્યાસ કે પ્રતિયોગિતાને લગતી પરીક્ષામાં અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે, પરંતુ ખૂબ જ વધારે મહેનતની પણ જરૂરિયાત છે. સંપત્તિને લગતો કે અન્ય કોઇપણ વિવાદ કોઇ કોઇ અન્ય વ્યક્તિ દ્વારા ઉકેલવા માટે સમય યોગ્ય છે. સંબંધીઓ સાથે ચાલી રહેલાં વિવાદ પણ દૂર થશે તથા સંબંધો મધુર રહેશે. વર્ષની શરૂઆતમાં પરિસ્થિતિ વધારે અનુકૂળ રહેશે. તમારા સંપર્કોની સીમા પણ વિસ્તૃત થશે તથા મિત્રોની મદદ તમારા ઉત્સાહ તથા આત્મવિશ્વાસને વધારશે. આ વર્ષ ધાર્મિક તથા અધ્યાત્મિક યાત્રાઓનો સમયગાળો રહેશે.

નેગેટિવઃ- આર્થિક ખેંચતાણ ચાલતી રહેશે. સફળતા મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે. ક્યારેક તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂરિયાત છે. ઇનકમ ટેક્સ, લોન વગેરે જેવી ફાઇલોને પૂર્ણ રાખો, નહીંતર કોઇ કાર્યવાહી પણ થઇ શકે છે. જોકે, આર્થિક સ્થિતિ વધારે સારી રહેશે નહીં. પરંતુ જરૂરિયાત સમયે હાથ ખાલી પણ નહીં રહે. ખાસ કરીને સાસરિયાં પક્ષ સાથે મધુર સંબંધ જાળવી રાખો, આ સમયે તમારી ખરાબ આદતો ઉપર અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે. ઘરના કોઇ વડીલ સભ્યને સ્વાસ્થ્યને લગતી સમસ્યા થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિથી આ વર્ષ સામાન્ય જ રહેશે. આવકની સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. વેપારના વિસ્તારને લગતી યોજનાઓ તો બનશે, પરંતુ તેમને શરૂ કરવા માટે વધારે મહેનત અને પ્રયાસ કરવા પડશે. રોકાણને લગતાં કાર્યો કરતી સમયે અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે. પાર્ટનરશિપને લગતાં વ્યવસાય માટે આ વર્ષ ઉત્તમ રહેશે. જોબમાં બોસ તથા અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે. કોઇ મહત્ત્વપૂર્ણ અથોરિટી પણ મળવાની સંભાવના છે. પ્રમોશનના યોગ અને મનોવાંછિત સ્થાને ટ્રાન્સફર થઇ શકે છે.

લવઃ- બાળકના કરિયર તથા લગ્નને લગતાં મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થઇ શકે છે. લગ્ન સંબંધોમાં મધુરતા રહેશે. પતિ-પત્ની વચ્ચે થોડા મતભેદ થઇ શકે છે. જોકે, એકબીજાના તાલમેલ દ્વારા સંબંધોમાં મધુરતા આવી જશે. સંબંધીઓ સાથે સંબંધ થોડા ખાસ સારા રહેશે નહીં, પરંતુ ઘરના વડીલોનો આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર જળવાયેલો રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે, પરંતુ આ સંબંધોના કારણે તમારા અભ્યાસ અને કરિયર પ્રત્યે બેદરકાર ન રહો.

સ્વાસ્થ્યઃ-સ્વાસ્થ્યને લગતાં કોઇ નાના-મોટા ઉતાર-ચઢાવ આવતાં રહેશે. કોઇ ગંભીર બીમારીની સંભાવના નથી. પાચનને લગતી સમસ્યા રહેશે. શારીરિક દૃષ્ટિએ નબળાઇ અનુભવ થઇ શકે છે. ખરાબ આદતો તથા ખરાબ સંગતથી દૂર રહો. યોગ અને કસરતને વિશેષ રૂપથી તમારી દિનચર્યામાં સામેલ કરો.

------------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કર્ક રાશિના લોકો માટે આ વર્ષ સારી સફળતા લઇને આવી રહ્યું છે. તમે તમારા કૌશલ્ય તથા ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરશો તથા છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ ઉપર પણ વિરામ લાગશે. કોઇ કોર્ટ કેસને લગતી સમસ્યાનો ઉકેલ પણ શાંતિથી મળી શકશે. વર્ષના બીજા ભાગમાં થોડું સાવધાન રહેવાની જરૂરિયાત છે. જોકે, તમે તમારી કુશળતા અને કાર્યક્ષમતા દ્વારા નકારાત્મક પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરવામાં સફળ રહેશો. આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવશે. યુવાઓ માટે આ વર્ષ સારી સફળતા લઇને આવી રહ્યું છે. માત્ર થોડી વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

નેગેટિવઃ- ભાવુકતા અને વધારે ઉદારતા તમારી સૌથી મોટી નબળાઈ રહેશે. આ નબળાઈ ઉપર વિજય પ્રાપ્ત કરો. બાળકોના લગ્ન તથા કરિયરને લગતી થોડી ચિંતા રહેશે, પરંતુ મે મહિના પછી આ સમસ્યાઓનું સમાધાન પણ મળી જશે. અયોગ્ય તથા બે નંબરના કાર્યોમાં બિલકુલ રસ ન લેશો, નહીંતર સમસ્યા ઊભી થઇ શકે છે. પિતા-પુત્રની વચ્ચે થોડો મતભેદ રહેશે. થોડી સાવધાની અને વિચારોમાં નિયંત્રણ રાખીને સંબંધોને મધુર જાળવી રાખવા સરળ રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં તમારા મહત્ત્વપૂર્ણ નિર્ણય ઉત્તમ રહેશે. તથા વિસ્તારને લગતી જે યોજનાઓ ઘણાં સમયથી ટાળી રહ્યા હતાં, તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. આર્થિક સ્થિતિ સારી થશે પરંતુ રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચ પણ વધારે થશે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિના સહયોગ દ્વારા તમને કોઇ મહત્ત્વપૂર્ણ ઓર્ડર પ્રાપ્ત થશે. પાર્ટનર્સ તથા કર્મચારીઓ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરશો નહીં. કેમ કે તેમના દ્વારા તમારા પ્રત્યે દગાબાજી તમારા માટે ખૂબ નુકસાનદાયી રહેશે. પ્રોપર્ટીને લગતો વેપાર આ સમયે ખૂબ જ ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓને નોકરીને લગતી પરીક્ષાના પરિણામ તેમના પક્ષમાં રહેશે. સરકારી સેવા કરનાર વ્યક્તિઓને આ વર્ષે સાવધાન રહેવાની જરૂરિયાત છે. અજાણ્યા વ્યક્તિઓ સાથે સંબંધ તથા કોઇ લાલચના કારણે પરેશાનીમાં પડી શકો છો.

લવઃ- પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ આ વર્ષ ઉત્તમ છે. ક્યારેક બાળકોની હરકત તથા અડિયલ વ્યવહારના કારણે ચિંતા રહેશે. પતિ-પત્ની વચ્ચે તાલમેલ જળવાયેલો રહેશે. પરંતુ કોઇ બહારના વ્યક્તિની દખલ તમારા વ્યક્તિગત જીવન ઉપર પડવા દેશો નહીં. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલો વિવાદ પણ પૂર્ણ થશે અને એકબીજા સાથેના સંબંધ ફરી મધુર થઇ જશે. પ્રેમ સંબંધો પ્રત્યે પ્રામાણિક રહો.

સ્વાસ્થ્યઃ- આ વર્ષે શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. ક્યારેક કામકાજમાં વધારે મહેનત અને પરિશ્રમના ચક્કરમાં શારીરિક અને માનસિક રૂપથી વધારે થાક અનુભવ કરશો. બહારના ખાનપાન ઉપર નિયંત્રણ રાખો, તેના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા પરેશાન કરી શકે છે. વ્યાયામ, યોગ તથા મેડિટેશનને તમારી દિનચર્યામાં ગંભીરતાથી સામેલ કરો.

------------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ વર્ષ સિંહ રાશિના લોકો માટે સફળતાથી પૂર્ણ રહેશે. તમે તમારી બુદ્ધિમત્તા અને કાર્યકુશળતા દ્વારા પરિસ્થિતિને વધારે સારી બનાવશો. વર્ષની શરૂઆતમાં જ કોઇ સંબંધીને લગતાં કોઇ શુભ સમાચાર મળવાથી આનંદ થશે. કોર્ટને લગતાં જે મામલા છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહ્યા હતાં આજે તેના પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. પ્રોપર્ટીને લગતી ખરીદદારી માટે ઉધાર લેવાના યોગ બની રહ્યા છે. આ ઉધાર જલ્દી જ ચૂકતે થઇ જશે અને પ્રોપર્ટી પણ ફાયદાકારક રહેશે. પ્રભાવશાળી તથા પ્રેરણાસ્પદ લોકો સાથે મુલાકાત તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે. ખોટા ખર્ચમાં કાપ મૂકીને તમે સંતુલિત અને યોગ્ય બજેટ બનાવવામાં સફળ રહેશો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ક્યારેક બેદરકારીના કારણે તમારા હાથમાંથી મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિઓ સરકી શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. કેમ કે, આ લોકોની સલાહ તમારા માટે નુકસાનદાયી રહેશે. તમારે તમારા ગુસ્સા અને ઉત્તેજના ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. સપ્ટેમ્બર મહિનામાં ધનને લગતા મામલે કોઇના ઉપર વિશ્વાસ કરવું નુકસાનદાયી રહેશે. બાળકના અભ્યાસ, વ્યવસાય, લગ્ન વગેરે કોઇ કાર્યને લઇને મોટી રકમ ખર્ચ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિમાં સુધાર આવશે. હળવી પરેશાની રહેશે. સમય રહેતાં તમે દરેક મુશ્કેલ અને પરેશાનીનો ઉકેલ શોધી લેશો. તથા નવા વ્યાવસાયિક કરાર અને અવસર પ્રાપ્ત થશે. શેર બજાર, સોના-ચાંદી, પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરતાં પહેલાં કાગળિયાઓને યોગ્ય રીતે તપાસી લો. નહીંતર તમારી સાથે કોઇ દગાબાજી થઇ શકે છે. નોકરીમાં બોસ અને અધિકારીઓ સાથે સંબંધ મજબૂત થશે. ક્યારેક ગુસ્સાના કારણે સહયોગી સાથે વિવાદ થઇ શકે છે.

લવઃ- પારિવારિક રૂપથી આ વર્ષ વધારે સારું રહેશે નહીં. તમારા વેપાર અને પરિવાર વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રાખવાની જરૂરિયાત છે. પતિ-પત્નીની વચ્ચે નાની વાતોને લઇને તણાવ અને વિવાદ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. જેની અસર તમારી સુખ-શાંતિ ઉપર પડી શકે છે. તમારો સામાજિક કાર્યોમાં સહયોગ તમારા માન-સન્માનમાં વધારો કરશે. પ્રેમ-પ્રસંગોમાં કોઇ વધારે સફળતા મળી શકશે નહીં. આ ગતિવિધિઓમાં પડશો નહીં.

સ્વાસ્થ્યઃ- વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય ઠીક રહેશે. બેદરકારી કરવી યોગ્ય રહેશે નહીં. ખાનપાન, કસરત જેવી વાતો ઉપર વિશેષ સમય આપો. બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકોએ વિશેષ રૂપથી નિયમિત તપાસ કરાવતાં રહેવી જોઇએ. ક્યારેક તણાવના કારણે માઇગ્રેનની સમસ્યા વધી શકે છે. હળવો આહાર અને ઉત્તમ દિનચર્યા તમને સ્વસ્થ જાળવી રાખશે.

------------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- કન્યા રાશિના લોકો વ્યવહાર કુશળ તથા બુદ્ધિમાન હોય છે. આ વર્ષ તમારા માટે અનુકૂળ રહેશે. જમીન, વાહન વગેરે ઉપર રોકાણ કરવા માટે વર્ષ ખૂબ જ ઉત્તમ છે. રાજનૈતિક તથા મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક બનશે અને સંબંધોની સીમા પણ વિસ્તૃત થશે. અસંભવ કાર્યોને પણ તમારા વ્યવહાર કુશળતા અને મહેનત દ્વારા તમે સંભવ કરી શકશો. વિદ્યાર્થીઓ અને યુવાઓ માટે પણ આ વર્ષ સારું રહેશે. તમારા અભ્યાસ અને કરિયર પ્રત્યે પૂર્ણ ફોકસ રાખો. ધાર્મિક તથા આધ્યાત્મિક ગતિવિધિઓમાં રસ તમારી જીવનશૈલીમાં અદભૂત પરિવર્તન લાવશે. પરિવાર સાથે ધાર્મિક સ્થાનોની યાત્રાનો કાર્યક્રમ બની શકે છે.

નેગેટિવઃ- ક્યારેક મન ભટકી શકે છે જેના કારણે તમે તમારા લક્ષ્યથી પણ ભટકી શકો છો. તમારા મન ઉપર કાબૂ રાખો. આ વર્ષે ધન તો કમાશો પરંતુ રૂપિયા આવતાં પહેલાં જ જવાનો રસ્તો તૈયાર રહેશે એટલે ધનની બચત થઇ શકશે નહીં. કોઇ નજીકના સંબંધીના પારિવારિક જીવનમાં અલગ થવાને લગતી કોઇ મુશ્કેલીઓ આવવાથી મન નિરાશ રહેશે. કોઇપણ નવું રોકાણ કરતાં પહેલાં યોગ્ય તપાસ કરો નહીંતર કોઇની વાતોમાં આવીને તમે તમારું જ નુકસાન કરાવી શકો છો. અનેક મામલે તમારે ધૈર્ય અને ધીરજથી કામ લેવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કારોબાર તથા વ્યવસાયમાં નવી સફળતા પ્રાપ્ત થશે. છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કાર્યો યોગ્ય રીતે પૂર્ણ થઇ જશે. નવી તકનીક તથા ઉત્તમ નીતિઓ દ્વારા તમે તમારા વ્યવસાયને વધારવામાં સક્ષમ રહેશો. માર્કેટિંગને લગતાં કાર્યો તથા સંપર્ક સૂત્રો દ્વારા તમને વિશેષ સફળતા પ્રાપ્ત થશે. આ વર્ષે કોઇ મોટું રોકામ કરવા માટે ઉત્તમ છે. નોકરીમાં પ્રમોશનની પૂર્ણ સંભાવના છે. ઓફિસમાં વાતાવરણ અને સ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. તમે તમારા કાર્યોને પૂર્ણ પ્રામાણિકતાથી અંજામ આપો.

લવઃ- પરિવારમાં સુખ-શાંતિ તથા સારું વાતાવરણ જળવાયેલું રહેશે. ક્યારેક પતિ-પત્નીમાં મીઠો વિવાદ પણ થઇ શકે છે. સંબંધોમાં વધારે સારા જળવાયેલાં રહેશે. પ્રેમ સંબંધો માટે આ વર્ષ વધારે સારું નથી. આ સંબંધોમાં સંયમ અને મર્યાદા જાળવી રાખવી જરૂરી છે. પ્રેમ સંબંધોનો પ્રભાવ તમારા પારિવારિક જીવન ઉપર પણ નકારાત્મક અસર કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- આ વર્ષ શારીરિક સ્વાસ્થ્ય નબળું પડી શકે છે. શારીરિક શક્તિમાં ઘટાડો આવી શકે છે. સાથે જ, શરદી, તાવ, ગળું ખરાબ થવું જેવી પરેશાનીઓ રહી શકે છે. કોઇપણ પ્રકારની યાત્રા કરતી સમયે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

------------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ વર્ષ તુલા રાશિના લોકો માટે મિશ્રિત પ્રભાવ આપનારું રહેશે. આ સમયે અનેક પડકારનો સામનો કરવો પડશે. તમે આત્મવિશ્વાસ તથા વ્યવહાર કુશળતા દ્વારા આ પડકારનો સામનો કરવામાં સક્ષમ રહેશો. આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે. મકાન બનાવવાને લગતાં કોઇ કામ અટવાયેલાં હતાં તો વર્ષની શરૂઆતમાં તે યોગ્ય રીતે શરૂ થઇ જશે. તમારો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને ઉત્તમ વિચાર તમને આગળ વધવામાં મદદ કરશે. વિદ્યાર્થી તથા યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ગંભીર રહેશે. કોઇ સંબંધી કે મિત્રના મુશ્કેલ સમયમાં કામ આવવું તમને સુખ આપશે. સામાજિક ગતિવિધિઓમાં તમારો રસ વધશે તથા જનસંપર્કની સીમા પણ વધારે વિસ્તૃત થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારી યોજનાઓ અને કાર્યપ્રણાલીમાં યોગ્ય પરિણામ ન મળવાથી નિરાશા હાવી રહેશે. ધૈર્ય અને સંયમથી તમે તમારા લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહો. સફળતા મળશે. તુલા રાશિના લોકો સુખ-દુઃખ, લાભ-હાનિ, શુભ-અશુભ બંને પક્ષમાં યોગ્ય સંતુલન જાળવી શકે છે. આ સમયે તમારે તમારી વાણી તથા વ્યવહારમાં નરમી રાખવી જરૂરી છે. કોઇ સંબંધી સાથે કોઇ ઘટના બનવાથી તમારી જીવનશૈલી ઉપર તેનો વધારે પ્રભાવ પડશે.

વ્યવસાયઃ- આ વર્ષ તમે તમારી સમજણ તથા દૂરદર્શિતાથી વેપારમાં લાભને લગતાં નિર્ણય લેશો. જોકે, ગ્રહ પરિસ્થિતિઓ વધારે અનુકૂળ રહેશે નહીં પરંતુ તમે તમારી ઉદારતા તથા વાણી દ્વારા પરિસ્થિતિઓને પોતાના અનુકૂળ બનાવી લેશો. તમારા કામની ક્વોલિટી સાથે કોઇ પ્રકારનો સમાધાન ન કરો. સપ્ટેમ્બર મહિનામાં થોડા જૂના ઓર્ડર તથા પાર્ટીઓ તૂટી શકે છે. તમારા ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું. કોઇપણ મહત્ત્વપૂર્ણ કાગળિયા કે દસ્તાવેજ ઉપર સહી કરતાં પહેલાં તેની તપાસ કરી લેવી. વર્ષના અંતે પરિસ્થિતિઓ વધારે અનુકૂળ થઇ જશે.

લવઃ- ઘરના વાતાવરણમાં તાલમેલની ખામી રહેશે. ક્યારેક પતિ-પત્નીમાં હળવો મતભેદ થઇ શકે છે. પારિવારિક મામલે વધારે દખલ ન કરો. ઘરના સભ્યોને તેમના મન પ્રમાણે સ્વતંત્રતા આપો. બાળકોની સંગત અને ગતિવિધિઓ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. પ્રેમ પ્રસંગો માટે સમય અનુકૂળ નથી. વિપરીત લિંગના વ્યક્તિઓ પ્રત્યે આકર્ષણ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતો ઉતાર-ચઢાવ રહેશે. કમરનો દુખાવો અને પેટની સમસ્યા વધારે પરેશાન કરી શકે છે. વાહન પણ ખૂબ જ સાવધાની પૂર્વક ચલાવો. ઈજા પહોંચે તેવા યોગ બની રહ્યા છે. વર્તમાન નકારાત્મક વાતાવરણથી તમારે બચવું જરૂરી છે. આયુર્વેદિક વસ્તુઓનું વધારેમાં વધારે સેવન કરો.

------------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- વૃશ્ચિક રાશિના લોકો માટે આ વર્ષ ઉન્નતિપૂર્ણ રહેશે. ઘણાં સમયથી તમે જે અવસરની શોધમાં હતાં, વર્ષની શરૂઆતમાં જ તમને તે અવસર પ્રાપ્ત થઇ જશે. આ વર્ષે યોજનાબદ્ધ રીતે તમારા બધા કાર્યો પૂર્ણ કરવાની કોશિશ કરો, તમને સફળતા પ્રાપ્ત થશે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમારું અહિત કરવામાં સફળ થશે નહીં. વર્ષની શરૂઆતમાં કોઇ મહત્ત્વપૂર્ણ શુભ સમાચારથી તમારી કાર્યક્ષમતા અને આત્મબળમાં વધારો થઇ શકે છે. તમે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરીને તેને પોતાના પક્ષમાં કરી લેશો તથા સમસ્યાઓ ઉપર પણ તમારું વિશેષ ધ્યાન રહેશે.

નેગેટિવઃ- વધારે મહત્ત્વકાંક્ષાના ચક્કરમાં કોઇ અયોગ્ય કાર્ય હાથમાં લેશો નહીં. તેના કારણે તમારી માનહાનિ સંભવ છે. મે મહિનામાં વિશેષ ધ્યાન રાખો કે તમારી સાથે વિશ્વાસઘાત કે દગાબાજી થઇ શકે છે. રૂપિયા-પૈસાના મામલે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો. કોઇ રાજકીય કેસ ચાલી રહ્યો હોય તો ધ્યાન રાખો કે, કોઇ મિત્રની ગવાહી તમારા માટે નુકસાનદાયક રહેશે. કોઇપણ રોકાણ કરતી સમયે તેના બધા સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરી લો. ક્યારેક આલોચના અને નિંદા થવાની સ્થિતિ બનશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ આ વર્ષ ખૂબ જ સારું રહેશે. વિસ્તારની યોજનાઓ ઉપર ગંભીરતાથી કામ લેવું. આ સમયે તમારા કામની ગુણવત્તાને વધારવી જરૂરી છે. કોઇ સાથે સ્પર્ધાને લગતાં મામલાઓમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. માર્કેટિંગને લગતાં કાર્યોમાં વિશેષ સફળતા પ્રાપ્ત થશે. વેપારના વિસ્તાર માટે લોન લેવાની સ્થિતિ બની શકે છે, પરંતુ તે ફાયદાકારક સાબિત થશે. નોકરીમાં નક્કી લક્ષ્યને સરળતા અને સુગમતાથી પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. કોઇપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય અને શાંતિપૂર્ણ રહેશે. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ પરિવારની વ્યવસ્થાને ઉત્તમ જાળવી રાખશે. એપ્રિલ મહિનામાં ઘરમાં માંગલિક આયોજન પણ સંપન્ન થશે. તમારા મુશ્કેલ સમયમાં પારિવારિક લોકોનો પૂર્ણ સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં વધારે સાવધાની રાખો. બેદરકારીના કારણે એકબીજા સાથે ગેરસમજ ઊભી થઇ શકે છે. મિત્રોની સંખ્યા તો વધારે રહેશે, પરંતુ તેનાથી વાસ્તિવિક શાંતિ પ્રાપ્ત થશે નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ વર્ષ મધ્યમ જ રહેશે. હળવા ઉતાર-ચઢાવ તથા સિઝનલ બીમારીઓ પરેશાન કરતી રહેશે. યાત્રા કરતી સમયે વિશેષ સાવધાની રાખવાની જરૂરિયાત છે. આ સમયે તમારા ખાનપાન અને દવાઓ પ્રત્યે બિલકુલ બેદરકારી ન રાખો. સ્વાસ્થ્યને લગતું નિયમિત ચેકઅપ કરાવતાં રહો. જીવનસાથીને સ્વાસ્થ્યને લઇને ખર્ચની સ્થિતિ બની રહેશે.

------------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ વર્ષે તમને વધારે મહેનત અને પરિશ્રમ દ્વારા સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ શાનદાર રહેશે. તેમને શિક્ષણ અને કરિયરને લગતાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. જમીન કે કોઇ કાર્ય માટે લીધેલી લોન આ વર્ષે ચૂકવી શકો છો. ધન રાશિના લોકો લક્ષ્ય ભેદવામાં નિપુણ હોય છે. તમે તમારા આ ગુણ દ્વારા એકાગ્રચિત્ત થઇને આગળ વધશો અને સફળતા પ્રાપ્ત કરશો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે પણ તમારી વિશેષ શ્રદ્ધા બની રહેશે. પારિવારિક તથા સામાજિક મુશ્કેલીઓને ઉકેલવામાં તમારી કોશિશ તમને માન-સન્માન અપાવશે. રાજકીય પક્ષમાં તમારો દબદબો અને વર્ચસ્વ રહેશે. કોઇ ધાર્મિક સ્થળની યાત્રા કે કોઇ સંતના આશીર્વાદ અને માર્ગદર્શન તમને જીવનનો ધ્યેય સમજવામાં મદદગાર રહેશે.

નેગેટિવઃ- ત્યાં જ બીજી બાજુ આર્થિક મામલે થોડી પરેશાનીઓ સામે આવશે. ધનને લગતી મુશ્કેલી રહેશે. રૂપિયા-પૈસાના મામલે કોઇપણ પ્રકારની લેવડ-દેવડ ન કરો. કેમ કે, રૂપિયાને લગતા મામલાઓને લઇને જ તમારા સંબંધીઓ સાથે તણાવ અને ગેરસમજ ઊભી થઇ શકે છે. આ વર્ષે કોઇ નવું વાહન ન ખરીદો તો સારું રહેશે. ઘરના રિનોવેશનને લગતાં કાર્યોમાં વધારે ખર્ચ થવાથી બજેટ ખરાબ થઇ શકે છે. તમારા હાથે કોઇ એવું કામ થઇ જશે, જેનાથી તમારી આલોચના થશે. એટલે તમારે દરેક પગલાં સમજી વિચારીને ભરવા પડશે.

વ્યવસાયઃ- વ્યવસાયને યોગ્ય રીતે ચલાવવા માટે વધારે મહેનત અને પરિશ્રમની જરૂરિયાત છે. થોડી પરેશાનીઓ રહેશે પરંતુ તમે તેને ઉકેલવામાં સક્ષમ પણ રહેશો. આ સમયે અજાણ્યા તથા નવી પાર્ટીઓ સાથે જોડાતાં સમયે યોગ્ય તપાસ કરવી જરૂરી રહેશે. નહીંતર તમે કોઇ દગાબાજીનો શિકાર બની શકો છો. મશીન, સ્ટાફ, કર્મચારીઓ વગેરે સાથે જોડાયેલી પરેશાનીઓ એપ્રિલ મહિલા સુધી ઉકેલાઇ જશે. વ્યવસાયિક યાત્રાઓ પણ વધશે. નોકરીમાં કામનો ભાર વધારે રહેશે. કામ વધારે રહેવાના કારણે થોડા ઉચ્ચ અધિકારીઓ સાથે મતભેદ થઇ શકે છે. આ સમયે તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. કેમ કે, તેનો ખરાબ પ્રભાવ તમારી નોકરી ઉપર પડી શકે છે.

લવઃ- બાળકના શિક્ષણ તથા સ્પર્ધાને લગતાં શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. વિદેશમાં જઇને અભ્યાસ કરવા માટે કોશિશ કરી રહેલાં વિદ્યાર્થીઓને આ વર્ષની શરૂઆતમાં સફળતા પ્રાપ્ત થશે. યુવાઓની મિત્રતા પ્રેમ સંબંધોમાં બદલાઇ શકે છે. આ સંબંધ ખૂબ જ ગંભીર અને મર્યાદાપૂર્ણ પણ રહી શકે છે. પ્રેમ સંબંધોનો નકારાત્મક પ્રભાવ તમારી પારિવારિક વ્યવસ્થા ઉપર પડશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ વર્ષ ઉત્તમ નથી. આ સમયે તમારે વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. ગરમીને લગતી બીમારીઓ, પેટ ખરાબ થવું, એલર્જી જેવી સમસ્યાઓ ખૂબ જ પરેશાન કરી શકે છે. બ્લડ પ્રેશર હોય તેવા લોકોએ નિયમિત તપાસ કરાવતા રહેવું. પોતાના ઇલાજને લગતી બેદરકારી કરશો નહીં. સાથે જ, તમારા ખાનપાન અને દિનચર્યાને પણ એકદમ વ્યવસ્થિત રાખવાનો નિયમ બનાવી લો.

------------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ વર્ષ શુભ-અશુભ બંને પ્રકારે ફળ પ્રદાન કરશે. પડકારનો સામનો કરવાથી સફળતા પ્રાપ્ત થશે. માત્ર વધારે મહેનતની જરૂરિયાત છે. અનેકવાર ગુસ્સો કરવો અનેક મામલે તમારા માટે અસ્ત્રનું કામ પણ કરશે. ખર્ચ ઉપર નિયંત્રણ કરીને તમે તમારી આર્થિક વ્યવસ્થાને જાળવી રાખવામાં સક્ષમ રહેશો. ઉધાર આપેલાં રૂપિયા પાછા મળી શકે છે. થોડા સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવું તમને માનસિક તથા આત્મિક સુકૂન પ્રદાન કરશે.

નેગેટિવઃ- ખોટી દોડભાગ અને વ્યસ્તતા વધારે જ રહેશે. અજાણ્યા તથા અપરિચિત લોકો સાથે કોઇ પ્રકારનો વ્યવહાર અને લેવડ-દેવડમાં સાવધાની રાખો. આર્થિક પક્ષને લઇને આ વર્ષ થોડું પરેશાનીભર્યું રહી શકે છે. આવક ઓછી અને ખર્ચ વધારે રહે તેવી સ્થિતિ રહેશે. કોર્ટ કેસને લગતાં મામલે સરકારી વિભાગના ચક્કર વધી શકે છે. આ પ્રકારના મામલે વધારે ઊંડા ઊતરશો નહીં. સામાજિક અને રાજનૈતિક મામલે થોડું દૂર રહો તો જ સારું રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાય તથા આર્થિક મામલે અનેક પડકાર સામે આવશે. તમે તમારી કોશિશ દ્વારા અનેક પરિસ્થિતિને સંભાળવામાં સક્ષમ રહેશો. વેપારના વિસ્તારને લગતી તમારી જે યોજના બનેલી છે, તેના ઉપર ફરી એકવાર વિચાર કરવાની જરૂરિયાત છે. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે. નાનામાં નાનું કામ કરતા સમયે વધારે સમજણની જરૂરિયાત રહેશે. આ સમયે કામની ક્વોલિટી સાથે કોઇપણ પ્રકારનું સમાધાન ન કરો.

લવઃ- વિષમ પરિસ્થિતિઓમાં તમને તમારા પરિવાર તથા જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. જેનાથી લગ્ન સંબંધમાં વધારે મધુરતા આવશે. આર્થિક સમસ્યાને લઇને ક્યારેક મતભેદ પણ થઇ શકે છે. તમારી સમજણ દ્વારા જલ્દી જ તેનો ઉકેલ આવી શકશે. બાળકોના વ્યવહાર ક્યારેક ચિંતાનું કારણ બની શકે છે. પ્રેમ સંબંધો વધારે ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ- આ વર્ષ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ઉત્તમ રહેશે. વધારે ભાગદોડ અને વ્યસ્તતાના કારણે શારીરિક અને માનસિક થાક અને તણાવ રહેશે. ખાનપાનમાં બેદરકારીના કારણે શારીરિક નબળાઇ રહેશે. જેના કારણે સિઝનલ બીમારીઓની અસર જલ્દી થશે. તમારા ખાનપાન અને દિનચર્યા પ્રત્યે પણ વિશેષ સજાગ રહેવું. યોગ, મેડિટેશનને પણ તમારી દિનચર્યાનો ભાગ બનાવો.

------------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ વર્ષે કુંભ રાશિના લોકો માટે થોડી સંઘર્ષની સ્થિતિ રહેશે. પરંતુ ધૈર્ય અને સંયમ દ્વારા તમે સફળતા મેળવવામાં સફળ રહેશો. જોકે, કુંભ રાશિના લોકો આત્મબળવાળા અને સ્વાભિમાની હોય છે. કોઇપણ પરિસ્થિતિમાં હિંમત અને સાહસ છોડતાં નથી. કર્મ અને પુરૂષાર્થના માધ્યમથી તમે દરેક સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. અનુભવી તથા પ્રભાવશાળી લોકોનું માર્ગદર્શન તથા સહયોગ તમારા માટે મદદગાર રહેશે તથા વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે. બાળકોના અભ્યાસને લગતાં કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે. જેના કારણે તમે પોતાને તણાવમુક્ત અનુભવ કરશો. તમારે તમારા ભાગ્ય અને ભવિષ્યનું નિર્માણ જાતે જ કરવું પડશે.

નેગેટિવઃ- આ વર્ષે તમારા ગુસ્સા અને ઉત્તેજના ઉપર કાબૂ રાખો. તમારી આદતના કારણે કોઇ કામ બનતાં-બનતાં અટકી શકે છે. ધૈર્ય અને સંયમ જાળવી રાખો. તમારી કોઇપણ ગતિવિધિ કે કાર્યમાં પારદર્શિતા રાખવાની જરૂરિયાત છે. નહીંતર કઇ આરોપ કે પ્રત્યારોપ તમારી ઉપર લાગી શકે છે. ઘરના વડીલ સભ્ય અને વડીલોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. જૂન કે જુલાઈ મહિનામાં વિશેષ રીતે તમારી આર્થિક સ્થિતિને સંભાળી રાખો.

વ્યવસાયઃ- આ વર્ષ વ્યવસાયિક દૃષ્ટિએ ઉત્તમ નથી. અવસરોનો લાભ ઉઠાવવામાં વધારે મહેનત લાગશે. વર્ષની શરૂઆતમાં કોઇ નવા કામની શરૂઆત કરશો નહીં તથા વર્તમાન ગતિવિધિઓ ઉપર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરો. મશીન, કારખાના વગેરેને લગતાં વ્યવસાયમાં રોકાણ કરવું યોગ્ય રહેશે. સ્ટાફ તથા કર્મચારીઓ સાથે સંબંધને મધુર જાળવી રાખવા તમારા વ્યવસાય માટે યોગ્ય રહેશે. કોઇપણ પ્રકારની વ્યવસાયિક લોન લેતી સમયે પહેલાં તેની શરતોને ધ્યાનથી વાંચો.

લવઃ- લગ્નજીવન મધુર બની રહેશે. તમારી ભાવનાઓને તમારા જીવનસાથી સામે જાહેર કરવી જરૂરી છે. તેનાથી તમારા સંબંધો વધારે મજબૂત બનશે. ક્યારેક પરિવાર વચ્ચે કોઇ બહારની વ્યક્તિ આવી જવાથી મનમુટાવ અને ગેરસમજ ઊભી થઇ શકે છે. તમારી સમજણ અને સમજદારીથી તેનો ઉકેલ લાવાવની કોશિશ કરો. માતા-પિતા તથા વડીલોનું વિશેષ સન્માન જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- આ વર્ષ સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. તમે પોતાને સ્વસ્થ જાળવી રાખવા માટે તમારી દિનચર્યા અને કાર્યશૈલીને વ્યવસ્થિત રાખવાની જરૂરિયાત છે. વધારે કામનો ભાર તમારે તમારા માથે લેવો નહીં. શરીર અને દિમાગને આરામ આપવો. કોઇ જૂનો રોગ ફરી થઇ શકે છે. એટલે પહેલાં જ તમે તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો.

------------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવસાય બંને દૃષ્ટિએ આ વર્ષ સફળતા આપનારું રહેશે. આ વર્ષ તમારા માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે. રોકાણને લગતાં કાર્ય ખૂબ જ લાભદાયક રહેશે. જો કોઇ કોર્ટને લગતો મામલો ચાલી રહ્યો છે તો નિર્ણય જલ્દી જ તમારા હકમાં થવાની સંભાવના છે. જોકે, મીન રાશિના લોકો સંતોષી તથા ભાવુક પ્રવૃત્તિના હોય છે. વર્ષના ઉત્તરાર્ધમાં કોઇ સારી સફળતા મળવાના યોગ બની રહ્યા છે, પરંતુ તે સમયની સારી ગ્રહ સ્થિતિનો યોગ્ય ઉપયોગ કરવો તમારી કુશળતા અને ક્ષમતા ઉપર નિર્ભર કરે છે. આર્થિક સ્થિતિએ વર્ષ સારું રહેશે. બાળકોને લગતાં કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા સંતોષજનક રહેશે.

નેગેટિવઃ- વર્ષની શરૂઆતમાં કોઇ પરેશાની આવવાથી ઉત્સાહ હીનતા અને નકારાત્મકતા હાવી થઇ શકે છે. સમય સાથે પરિસ્થિતિઓ અનુકૂળ થતી જશે. આવકના સારા સ્ત્રોત રહેશે. પરંતુ સાથે જ ખર્ચ પણ વધારે થશે. ઓગસ્ટ મહિનામાં વિદ્યાર્થીઓને આશા અને મહેનત વિરૂદ્ધ પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. એટલે પહેલાંથી જ અભ્યાસને લગતી સંપૂર્ણ તૈયારીઓ કરી લો.

વ્યવસાયઃ- વ્યાવસાયિક મામલે નવી યોજના બનાવો તથા નવા-નવા પ્રયોગ કરવા પણ તમને સફળતા અપાવશે. છેલ્લા થોડા સમયથી કોઇ પાર્ટનર સાથે ચાલી રહેલા સંબંધોમાં તણાવ દૂર થશે તથા સંબંધ ફરી મધુર થઇ જશે. પાર્ટનરશિપને લગતાં કાર્યોમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે. રોકાણ કરતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો. મે થી ઓગસ્ટ સુધીનો સમય કારોબારને લગતાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા માટે ખૂબ જ યોગ્ય છે. આ સમયનો ભરપૂર ઉપયોગ કરો.

લવઃ- પારિવારિક સુખ-શાંતિથી સમય પસાર થશે. ક્યારેક પતિ-પત્ની વચ્ચે ઘરની સમસ્યાઓને લઇને વિવાદ થઇ શકે છે. આ સમયે બાળકોની શિક્ષાને લઇને વિશેષ ચિંતા રહેશે. સંબંધીઓ સાથે કોઇપણ પ્રકારની વિશેષ અપેક્ષા ન રાખો. પરિવારની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. યુવાઓને પ્રેમની તક મળશે પરંતુ બેદરકારી અને અજાણ્યામાં સંબંધ બદનામીનું કારણ બની શકે છે. આ સંબંધોને મર્યાદા તથા ગંભીરતાપૂર્ણ જાળવી રાખો. વિપરિત લિંગના વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી સમયે એક યોગ્ય અંતર રાખવું જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- આ વર્ષ સ્વાસ્થ્યને લગતી કોઇ પરેશાની રહેશે નહીં. જૂના કોઇ રોગથી છુટકારો મળી શકે છે. નાની-મોટી પરેશાની જેમ કે, શરદી, તાવ અને એલર્જી વગેરે પરેશાન કરી શકે છે. થોડી સાવધાની અને આયુર્વેદનો ઉપયોગ તમને સ્વસ્થ રાખશે. ઘરના વડીલ સભ્યોના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...