ભવિષ્યફળ:અનેક લોકો માટે નવેમ્બરનો છેલ્લો દિવસ શુભ છે, તુલા સહિત 6 રાશિના લોકોને ધનલાભ થઇ શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુંભ રાશિના લોકોને સ્વાસ્થ્યને લગતી પરેશાની રહેશે, અન્ય 5 રાશિઓએ પણ સાવધાન રહેવું પડશે

23 થી 29 નવેમ્બરની વચ્ચે અનેક લોકોને નક્ષત્રોનો સાથ મળશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે નવેમ્બરના છેલ્લાં દિવસોમાં મેષ, મિથુન, સિંહ, કન્યા, તુલા અને ધન રાશિના લોકોને ધનલાભ થઇ શકે છે. આ રાશિના લોકોને અનેક મામલે નક્ષત્રોનો સાથ પણ મળશે. જેથી જૂની પરેશાનીઓમાં રાહત મળી શકે છે. ત્યાં જ, વૃષભ, કર્ક, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. એટલે આ રાશિના લોકોએ અનેક મામલે સાવધાન રહેવું પડશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે 12 રાશિઓનું ફળઃ-

મેષઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે તમારો મોટાભાગનો સમય અધ્યાત્મ અને કોઇ ધાર્મિક સ્થળ ઉપર પસાર કરવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છો તો તેના ઉપર અમલ કરો. તેનાથી તમારી આંતરિક ઊર્જાને ફરી એકઠી કરીને તમારા આત્મવિશ્વાસ અને મનોબળને વધારવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- થોડી આલોચના સંબંધિત સ્થિતિઓ પણ બની રહી છે પરંતુ આ અંગે ધ્યાન ન રાખીને તમારા કાર્ય ઉપર ધ્યાન આપો. આર્થિક સ્થિતિ હાલ થોડી નબળી રહેશે. વિદ્યાર્થીઓએ પણ અભ્યાસ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા સહયોગીઓ અને કર્મચારીઓ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખો.

લવઃ- પ્રેમ સંબંધોમાં ગેરસમજ વધવાના કારણે સંબંધ તૂટે તેવી સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- એલર્જી અને ગરમીને લગતી કોઇ સમસ્યા ઊભી થઇ શકે છે.

------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમે તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરો તથા બહારની ગતિવિધિઓ અને જનસંપર્ક ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરો. તમારા માટે થોડી નવી ફાયદાકારક પરિસ્થિતિ બની રહી છે. આ સ્થિતિઓનો લાભ કેવી રીતે ઉઠાવવો જોઇએ તે તમારી બુદ્ધિમત્તા ઉપર નિર્ભર કરશે.

નેગેટિવઃ- સામાજિક અને રાજનૈતિક કાર્યોથી અંતર જાળવી રાખો. કોઇ પ્રકારનું અપમાન થવાની સંભાવના છે. બાળકોના કાર્યોમાં વધારે દખલ કરવાથી તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- આર્થિક મામલે સંપૂર્ણ સાવધાની રાખવી જરૂરી છે. આ સમયે ખર્ચની સ્થિતિ બની રહી છે.

લવઃ- વિપરિત પરિસ્થિતિઓમાં પરિવારનો સાથ તમારા મનોબળને વધારશે તથા લગ્નજીવનમાં મધુરતાની સ્થિતિ રહેશે.

સ્વાસ્થ્યઃ- સંતુલિત આહાર સાથે-સાથે શારીરિક પરિશ્રમ અને કસરત જેવી બાબતો ઉપર પણ ધ્યાન આપવું.

------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ થોડી મુશ્કેલી આવી જવાથી તમે તમારા પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચાર સાથે આગળ વધતાં જશો તથા તમારા કાર્યોને સમયે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- કોઇપણ પ્રકારના નવા રોકાણને હાલ ટાળી દો. કેમ કે, ધનને લગતી થોડી નુકસાનદાયક સ્થિતિ સામે આવી શકે છે. ભાઇઓ સાથે ચાલી રહેલો કોઇ સંપત્તિનો વિવાદ અન્ય વ્યક્તિની દખલ દ્વારા ઉકેલાઇ જશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિમાં પરિવારના વડીલ લોકોની સલાહ લો, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- યુવા વર્ગ પોતાના કોઇ કામમાં સફળતા મળવાથી રાહત અનુભવ કરશે. સાથે જ, રચનાત્મક કાર્યોમાં રસ વધશે. માનસિક સુખની પ્રાપ્તિ માટે કોઇ નજીકના એકાંત સ્થાને અથવા ધાર્મિક સ્થાને જવાનો વિચાર કરો.

નેગેટિવઃ- કાર્યોમાં સફળતા ન મળવાના કારણે સ્વભાવમાં ચીડિયાપણું રહેશે. તમારા નજીકના મિત્રો પાસેથી સલાહ લેવાથી તમને થોડી રાહત મળે તેવી સંભાવના છે. વધારે મહેનત કરવાથી અનુકૂળ પરિણામ મળી શકશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમ જ શરૂ રહેશે.

લવઃ- વ્યસ્તતાના કારણે તમે તમારા પરિવાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- તમારે તમારું મનોબળ વધારવાની જરૂરિયાત છે.

------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ મહિલાઓ માટે ખૂબ જ ઉત્તમ ફળ આપનાર રહેશે. તમે દરેક પરિસ્થિતિનો સામનો હિંમત અને સાહસથી કરશો. થોડી નવી યોજનાઓ બનશે. સાથે જ, ઘરના વડીલોના આશીર્વાદ પણ તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરશે.

નેગેટિવઃ- તમારી ક્ષમતાથી વધારે કામ કરવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. એટલે કામ સાથે-સાથે આરામ પણ લેવો જરૂરી છે. થોડી જૂની નકારાત્મક વાતોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વેપારને લગતી કોઇ તપાસ ચાલી રહી છે તો તેનું પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે.

લવઃ- પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- લોહી અને પગને લગતી પરેશાની રહી શકે છે.

------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ ગ્રહ સ્થિતિઓ તમારા માટે અનેક અવસર પ્રદાન કરશે. તેનો ભરપૂર ઉપયોગ કરો. બધા કામ સરળતાથી સંપન્ન થઇ જશે. જેના કારણે મનમાં તાજગી જાગશે.

નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે, કામ વધારે હોવાથી તેનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે. એટલે આરામ જરૂરી છે. સાથે જ બોલચાલની રીત નરમ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે સહયોગીઓનો કાર્ય પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.

લવઃ- પારિવારિક લોકો સાથે ખરીદારી કરવાથી તેમને સુખ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- કામ વધારે રહેવાના કારણે થોડો થાક અને નબળાઇ અનુભવ થશે.

------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારી અંદર છુપાયેલી પ્રતિભાને ઓળખો અને તેનો ઉપયોગ કરો. વર્તમાન ગ્રહ સ્થિતિને અદભૂત શક્તિ પ્રદાન કરી રહી છે. થોડી ધનદાયક સ્થિતિઓ પણ બનશે. સાથે જ બનાવેલી અનેક યોજનાઓ નજીકના ભવિષ્યમાં શુભ અવસર પ્રદાન કરશે.

નેગેટિવઃ- વધારે વિચારવામાં સમય પસાર ન કરો. યોજનાઓને તરત શરૂ કરો. સાથે જ, બહારના વ્યક્તિઓની દખલ પણ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કામ કરવાની રીતમાં થોડા ફેરફારની જરૂરિયા છે.

લવઃ- લગ્નજીવનમાં થોડાં મતભેદની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- નસમાં દુખાવો અનુભવ થઇ શકે છે.

------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે થોડાં વિશેષ કાર્યને પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના ઉપર અમલ કરો. ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદારી પણ સંભવ છે.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી કે મિત્ર સાથે કોઇ મતભેદ ઊભો થઇ શકે છે. અન્યના કારણે તમને આર્થિક નુકસાન થવાની સંભાવના છે. જેના કારણે થોડો તણાવ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાય કે ઓફિસમાં થોડાં પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.

લવઃ- જીવનસાથીનો અનુશાસિત સ્વભાવ ઘરને વ્યવસ્થિત જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની સમસ્યા થવાથી પેટમાં દુખાવો થઇ શકે છે.

------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમને તમારા કાર્યોના પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. એટલે તમારા કાર્યો પ્રત્યે પૂર્ણ નિષ્ઠાથી કામ કરો. સાથે જ, સમાજમાં પણ તમારી વાહવાહ થશે. કોઇ જમીનને લગતી ખરીદદારી કે વહેંચાણનું કામ પણ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ- મિત્ર કે નજીકના સંબંધી તમારા માટે કોઇ યોજના બનાવી શકે છે અથવા કોઇ અફવાહ ફેલાવી શકે છે. જેના કારણે સમાજમાં બદનામી કે અપમાન થવાની સંભાવના છે.

વ્યવસાયઃ- વેપારમાં અને કામકાજને લઇને કોઇ નજીકની યાત્રા તમારા ઉત્તમ ભવિષ્યનો રસ્તો ખોલી શકે છે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

------------------------

મકરઃ-

પોઝિટિવઃ- થોડાં સમયથી ચાલી રહેલી ઘરેલૂ સમસ્યાઓને તમે આ સપ્તાહ સુધારી શકશો. તમારા સોમ્ય અને સહજ સ્વભાવના કારણે ઘર અને પરિવારમાં માન-સન્માન જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- બાળકોને કોઇ પ્રકારનો નિર્ણય લેવામાં સહયોગ કરો. જેનાથી તેમાં સુરક્ષાની ભાવના વધશે. તેમની સમસ્યાને લઇને તણાવ અને ગુસ્સો કરવાથી સમસ્યા વધી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી ન કરશો.

લવઃ- જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ તમારી કાર્યક્ષમતાને નવી ઊર્જા પ્રદાન કરશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીની ફરિયાદ રહી શકે છે.

------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ શાંતિદાયક સિદ્ધ થઇ શકે છે. ધર્મ-કર્મના મામલે રસ રહેશે. કોઇ સમાજસેવી સંસ્થામાં સહયોગ આપવાથી તમને માન-સન્માન પણ પ્રાપ્ત થશે. સમાજમાં તમારી છાપ જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- કોઇ બાળકના કારણે તણાવ ઉત્પન્ન થઇ શકે છે. સમય સાથે બધું જ ઠીક થઇ જશે. સાસરિયા પક્ષ સાથે સંબંધોમાં કોઇ પ્રકારનો વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- આ સપ્તાહ ક્લોલિટીને વધારે સારી કરવાથી વધારે ઓર્ડર મળવાની સંભાવના છે.

લવઃ- બહારના મુદ્દાને લઇને પતિ-પત્ની વચ્ચે તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતના કારણે પેટમાં દુખાવાની સ્થિતિ ઊભી થઇ શકે છે.

------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ સમયે તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય ફળ પ્રાપ્ત થશે. તેના માટે કર્મ પ્રધાન થવું પડશે. તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. કોઇ પ્રોપર્ટીને લગતાં કાર્યો પણ થવાની સંભાવના છે.

નેગેટિવઃ- તમારી વસ્તુઓને સાચવીને રાખો. કેમ કે ચોરી થવાના યોગ બની રહ્યા છે. ભાવનાઓમાં આવીને કોઇપણ નિર્ણય ન લેવો. વર્તમાન સ્થિતિઓ ઉપર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કર્મચારીઓ સાથે કોઇ વાદ-વિવાદની સ્થિતિ ઊભી થવા દેશો નહીં.

લવઃ- પતિ-પત્ની પોત-પોતાના કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે એકબીજા સાથે સમય પસાર કરી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.