તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Horoscope May 1st Week 2021: May Weekly Rashifal 2021, Aries Mesh Vrishab Weekly Horoscope, Saptahik Horoscope Leo Virgo Libra Scorpio

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપ્તાહિક રાશિફળ:2 થી 8 મે સુધી ધન સહિત 5 રાશિના લોકો માટે સમય સારો રહેશે, નોકરી અને બિઝનેસમાં નક્ષત્રોનો સાથ મળી શકે છે

4 દિવસ પહેલા
  • આ સપ્તાહ કન્યા અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે, નુકસાન થવાની શક્યતા છે

2 થી 8 મેની દરમિયાન ચંદ્ર ધનથી મીન રાશિ સુધી જશે. આ સપ્તાહ ચંદ્ર સાથે જ અન્ય ગ્રહોની ચાલની અસર બધી જ રાશિઓ ઉપર પડશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે વૃષભ રાશિના નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે. મિથુન રાશિના લોકોને એકસ્ટ્રા આવકના યોગ છે. સિંહ રાશિના નોકરિયાત લોકો માટે આ સપ્તાહ શુભ રહેશે. આ સપ્તાહ ગ્રહોની સ્થિતિ ધન રાશિના લોકોના પક્ષમાં છે. ઉન્નતિના નવા અવસર મળી શકે છે. આ સપ્તાહ મીન રાશિના લોકોના ફેવરમાં ગ્રહ સ્થિતિઓ રહી શકે છે. આ સિવાય મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે આ સપ્તાહ મિશ્રિત ફળદાયી રહી શકે છે. ત્યાં જ, કન્યા અને કુંભ રાશિના લોકોએ આ સપ્તાહ સાવધાન રહેવું પડશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ...

મેષઃ-

પોઝિટિવઃ- જો કોઇ પારિવારિક મતભેદ ચાલી રહ્યો છે તો એકબીજા સાથે ચર્ચા-વિચારણાથી તેનો ઉકેલ મળી શકે છે. માત્ર ધૈર્ય તથા એકબીજા ઉપર વિશ્વાસ રાખવાની જરૂરિયાત છે. કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે. ભાવનાત્મક રૂપથી તમે પોતાને સશક્ત અનુભવ કરી શકો છો.

નેગેટિવઃ- ગુસ્સાના કારણે તમે તમારું નિયંત્રણ ગુમાવી શકો છો. તેના કારણે કોઇ પાડોસી કે નજીકના સંબંધી સાથે ક્લેશ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. થોડો સમય ધાર્મિક સ્થળ કે કોઇ એકાંત વાતાવરણમાં પસાર કરો.

વ્યવસાયઃ- જો કાર્યક્ષેત્રમાં થોડું રિનોવેશન કે પરિવર્તન લાવવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે યોગ્ય છે.

લવઃ- પારિવારિક સભ્યોને તમારી ગતિવિધિઓને જણાવો. જેથી તમને નિર્ણય લેવામાં સરળતા રહે.

સ્વાસ્થ્યઃ- તમારી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રાખો.

------------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- ફોન દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ શુભ સૂચના મળી શકે છે. રાજનૈતિક કે સામાજિક કાર્યક્રમમાં જવાનો અવસર મળી શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. કોઇ જૂના મિત્ર સાથે અચાનક જ મુલાકાત જૂની યાદ તાજા કરી દેશે.

નેગેટિવઃ- શેરબજાર, સટ્ટો વગેરે જેવા રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો. આ સમયે થોડું નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. વાહન ચલાવતી સમયે વધારે સાવધાની જાળવો.

વ્યવસાયઃ- કોઇપણ વ્યવસાયિક કાર્યમાં તમારા પેપર તથા ફાઇલોને પૂર્ણ વ્યવસ્થિત રાખો.

લવઃ- જીવનસાથીનો સહયોગાત્મક વ્યવહાર તમારી અનેક સમસ્યાઓનો ઉકેલ લાવશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

------------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- કોઇ ધાર્મિક કાર્યો પ્રત્યે તમારો રસ રહેશે. બાળકોની કોઇ એક્ટિવિટીથી તમે ગર્વ અનુભવ કરશો. ખર્ચ વધારે રહી શકે છે. આ ખર્ચ થોડા સારા ભવિષ્યને લગતી શુભ યોજનાઓ માટે રહેશે.

નેગેટિવઃ- ક્યારેક તમારા શંકા કરવાના સ્વભાવથી બનતા કાર્યોમાં વિઘ્ન ઊભા થઇ શકે છે, તમારી આ આદતો ઉપર કંટ્રોલ કરવાની કોશિશ કરો. તમારી ઇચ્છાપૂર્તિ માટે કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાની કોશિશ ન કરો.

વ્યવસાયઃ- સરકારી સેવાનું કામ કરનાર વ્યક્તિઓને તેમની મનગમતી અથોરિટી મળવાની શુભ સૂચના મળી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે કોઇ પારિવારિક સમસ્યાને લઇને થોડો તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

------------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ અચાનક જ તમારું કોઇ કામ સિદ્ધ થઇ શકે છે. માત્ર બીજા પાસેથી આશા કરવાની જગ્યાએ તમારી મહેનત અને કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. ઘરના વડીલ સભ્યોના માન-સન્માન અને સેવામાં કોઇ પ્રકારની ખામી આવવા દેશો નહીં.

નેગેટિવઃ- ક્યારેક વધારે ઇચ્છા અને કામ પ્રત્યે ઉતાવળ તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. વ્યવસ્થિત રીતે તમારા કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો. જે મળી રહ્યું છે તેમાં જ સંતોષ રાખવો તમને તણાવ મુક્ત રાખશે.

વ્યવસાયઃ- આ સપ્તાહ કાર્યક્ષેત્રમાં વર્તમાન ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે,

------------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારી આસપાસની પરિસ્થિતિઓમાં થોડો ફેરફાર અનુભવ કરશો. આ ફેરફાર તમારા વ્યક્તિત્વ ઉપર પોઝિટિવ પ્રભાવ પણ પાડી શકે છે. માત્ર તમારે તમારી ઊર્જા એકઠી કરીને ફરી નીતિ બનાવવાની જરૂરિયાત છે.

નેગેટિવઃ- કોઇપણ વડીલ તથા સન્માનિત વ્યક્તિ સાથે વિવાદ કે મતભેદ ઊભો થવા દેશો નહીં. મહેનત કરવાથી જ ભાગ્ય તમને સહયોગ કરશે. કોઇપણ પ્રકારના વિવાદ કે ગપશપ કરવામાં ઊર્જા વ્યર્થ ન કરો.

વ્યવસાયઃ- આ સપ્તાહ વ્યવસાયમાં થોડી પોઝિટિવ અને ફાયદાકારક ગતિવિધિ રહેશે.

લવઃ- ઘર-પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ ઊભી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ જળવાયેલું રહેશે.

------------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ કોઇ પ્રિય મિત્ર સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થઇ શકે છે. તેનો રાજનૈતિક પાવર તમારા માટે મહત્ત્વપૂર્ણ રસ્તા ખોલી શકે છે. મનોરંજનને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર કરો.

નેગેટિવઃ- તમારા પર્સનલ કામમાં વ્યસ્તતાના કારણે તમારા સંબંધીઓને ઇગ્નોર ન કરો, તેમની સાથે તમારા સંબંધ ખરાબ થઇ શકે છે. બાળકોની ગતિવિધિઓ અને સંગત ઉપર પણ નજર રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં વિસ્તારને લગતી યોજનાઓ સફળ રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરો.

------------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- તમારી છુપાયેલી પ્રતિભા અને ક્ષમતાઓને ઓળખો. ઘર અને સમાજમાં તમે તમારી કોઇ વિશેષ સફળતાને લઇને સન્માનિત થશો. મહત્ત્વપૂર્ણ યાત્રાને લગતાં યોગ પણ બની રહ્યા છે.

નેગેટિવઃ- તમારી ઉન્નતિના કારણે થોડાં લોકોમાં ઇર્ષ્યા અને ગેરસમજ ઊભી થઇ શકે છે. તમે બધું જ ઇગ્નોર કરીને તમારા સ્વભાવમાં સહજતા જાળવી રાખશો. જેનાથી તમારી છાપમાં કોઇ ઘટાડો આવશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયમં ભરપૂર ઓર્ડર મળી શકે છે. કર્મચારીઓ તથા સ્ટાફ મન પ્રમાણે કામ કરી શકે છે.

લવઃ- ઘરમાં સંબંધીઓ આવી શકે છે. જેથી ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં ચામડીને લગતી કોઇ એલર્જી થઇ શકે છે.

------------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- નજીકના મિત્ર સાથે મુલાકાત અને મનોરંજનમાં સમય પસાર થશે. તમને તમારી કાર્યકુશળતા દ્વારા આશા કરતાં વધારે લાભ થશે. ઘરમાં બાળકોને લગતાં શુભ સમાચાર મળવાથી વાતાવરણ સુખમય રહેશે.

નેગેટિવઃ- ઘરના કોઇ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ થવાના કારણે હોસ્પિટલની દોડભાગ થઇ શકે છે. તમારા કામનો ભાર અન્ય સભ્યોમાં વહેંચી લો. નહીંતર તમારા થોડા મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં હાલ ગતિવિધિઓ થોડી ધીમી રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સારું તાલમેલ જળવાયેલું રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે ઠંડીની અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

------------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પારિવારિક સભ્યોની સુવિધાઓનું ધ્યાન રાખવામાં તમારો પૂર્ણ સહયોગ રહેશે. જેનાથી પરિવારના સભ્યોમાં સુખ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. તમારા પર્સનલ કામ પણ યોગ્ય રીતે પૂર્ણ થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારા વિચારો પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે તમારા વ્યવહાર અને વિચારોને સંયમિત રાખો. તમારી થોડી સાવધાની પરિવારમાં તાલમેલ જાળવી રાખશે.

વ્યવસાયઃ- આ સપ્તાહ ગ્રહ સ્થિતિ સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં રહી શકે છે. ઉન્નતિના નવા-નવા અવસર પણ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ બની રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

------------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ છેલ્લી થોડી ખામીઓથી બોધપાઠ લઇને પોતાની દિનચર્યામાં સુધાર લાવવાની કોશિશ કરશો. જેમાં તમે સફળ પણ થશો. આ પ્રકારની કોશિશથી લોકો સાથે સંબંધોમાં આશ્ચર્યજનક સુધાર આવશે.

નેગેટિવઃ- વરિષ્ઠ તથા અનુભવી લોકો પાસેથી સલાહ લેવામાં અચકાશો નહીં. તેમનું માર્ગદર્શન અને સહયોગ તમારા મનોબળને વધારશે. ખોટી બહારની ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરો.

વ્યવસાયઃ- આ સપ્તાહ વ્યવસાયને લગતી ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- આ સમયે લગ્નજીવન તથા પ્રેમ સંબંધોમાં કોઇ પ્રકારની ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઇ-કોઇ સમયે અકારણ જ ગુસ્સો અને તણાવની સ્થિતિ રહી શકે છે.

------------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘરના રિનોવેશન કે સુધારને લગતી યોજનાઓ બનશે. કોઇ વાસ્તુ નિષ્ણાત સાથે ચર્ચા-વિચારણાં કરો. દરેક કાર્ય કરતાં પહેલાં તમારું બજેટ બનાવવું અતિ જરૂરી છે.

નેગેટિવઃ- તમારા સામાનની દેખરેખ જાતે જ કરો, ચોરી થવાની કે ખોવાઇ જવાની સંભાવના છે. પ્રોપર્ટીના ચક્કરમાં કોઇ નજીકના સંબંધી કે ભાઇ સાથે વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- ઘર સાથે-સાથે કાર્યક્ષેત્રમાં પણ વ્યસ્તતા બની રહેશે.

લવઃ- ઘરનું વાતાવરણ સંતુલિત જાળવી રાખવા માટે તમારા વ્યવહારમાં સંતુલન લાવવું.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પાચનક્રિયા ખરાબ થઇ શકે છે.

------------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિનો સ્નેહ અને આશીર્વાદ તમારી ઉપર જળવાયેલો રહેશે. તેમની યોગ્ય સલાહનું અનુસરણ કરવું તમારા માટે હિતકારી રહેશે. આર્થિક સ્થિતિઓ સારી જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- તમારો આત્મવિશ્વા અને કાર્ય ક્ષમતાને મજબૂત જાળવી રાખવી જરૂરી છે. કેમ કે, કોઇ સમયે આળસના કારણે તમે થોડા કાર્યોને નજરઅંદાજ કરી શકો છો. જેની અસર તમારી આર્થિક સ્થિતિ ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- આ સપ્તાહ થોડા અંગત કાર્યોના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- ઘરની જરૂરિયાત અને મહત્ત્વપૂર્ણ કાર્યોમાં તમારો સહયોગ ઘરના વાતાવરણને સારું જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સાંધા તથા માંસપેશીઓમાં દુખાવાની ફરિયાદ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો