તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપ્તાહિક ભવિષ્યફળ:આ સપ્તાહ મિથુન, કર્ક, સિંહ અને મીન રાશિના લોકોને ધનલાભ થઈ શકે છે અને નક્ષત્રોનો સાથ પણ મળી શકે છે

2 મહિનો પહેલા
  • મેષ, વૃષભ અને કુંભ રાશિના લોકોને આ 7 દિવસોમાં ખાસ સાવધાન રહેવું પડશે

18 થી 24 એપ્રિલ વચ્ચે ચંદ્ર મિથુન રાશિથી સિંહ રાશિ સુધી જશે. આ દિવસોમાં ચંદ્ર ઉપર બૃહસ્પતિ, શનિ અને કેતુની દૃષ્ટિ રહેશે. જેથી ગજકેસરી રાજયોગ સાથે વિષયોગ પણ બનશે અને ચંદ્ર પીડિત પણ રહેશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ સપ્તાહ મિથુન રાશિના લોકો માટે નવા કામની યોજનાઓ માટે સમય સારો રહેશે. ફાયદાની તક મળશે. કર્ક રાશિના લોકોને નોકરી અને બિઝનેસ માટે સમય સારો રહેશે. સિંહ રાશિના લોકોની આવકના સોર્સ વધશે જેથી આર્થિક સ્થિતિ સારી રહેશે. ત્યાં જ, મીન રાશિના લોકોની નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં ફાયદો થવાના યોગ બની રહ્યા છે. આ સિવાય કન્યા, તુલા, વૃશ્ચિક, ધન અને મકર રાશિના લોકો ઉપર આ સપ્તાહ નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. આ દિવસોમાં મેષ, વૃષભ અને કુંભ રાશિના લોકોને આ દિવસોમાં ખાસ સાવધાન રહેવું પડશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ.....

મેષઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ માંગલિક કાર્યોને લગતી શોપિંગની યોજના બનશે. તમે ઉત્સાહમાં રહેશો. પારિવારિક અવ્યવસ્થાને દૂર કરવા માટે તમારી મહેનત અને સહયોગ સફળ રહેશે. મહેમાનોની અવર-જવર રહેશે.

નેગેટિવઃ- ખર્ચના મામલે વધારે દરિયાદિલી ન બતાવશો. નહીંતર બજેટ ખરાબ થવાથી પછતાવું પડી શકે છે. કોઇ ઝઘડા કે મનમવુટાવ થવાની સ્થિતિ બની શકે છે. ફાલતૂ વાતો ઉપર ધ્યાન આપશો નહીં.

વ્યવસાયઃ- આ સપ્તાહ વ્યક્તિગત કાર્યોના કારણે વ્યવસામાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- પરિવારમાં સભ્યોનો એકબીજા પ્રત્યે સહયોગ અને ભાવનાત્મક લગાવ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- તમારું તમારા કાર્યો પ્રત્યે વધારે ગંભીર અને જાગરૂત રહેવું લાભદાયક સ્થિતિઓનું નિર્માણ કરશે. વિશિષ્ટ લોકો સાથે લાભદાયક સંપર્ક બનશે, જેનાથી તમારા વ્યક્તિત્વ તથા વિચાર શૈલીમાં પણ નવીનતા આવશે.

નેગેટિવઃ- કોઇ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો તમને નુકસાન આપી શકે છે. તમારી થોડી આશા તૂટી શકે છે. ખરીદદારી કે મનોરંજનને લગતા કાર્યોમાં ખર્ચ કરતા પહેલાં તમારા બજેટનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આ સપ્તાહ કોઇપણ પ્રકારનું રોકાણ ન કરો.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમે તમારા સિદ્ધાંતો સાથે કોઇ પ્રકારનો સમજોતો ન કરવો તમારા માન-સન્માનને વધારશે. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ પણ ઘર ઉપર જળવાયેલો રહેશે. થોડા રચનાત્મક કાર્યોમાં તમારો વિશેષ રસ રહેશે.

નેગેટિવઃ- વિરોધી તમારા માટે થોડી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તમે તેમના ઉપર વિજય પ્રાપ્ત કરી લેશો. યુવા વર્ગ જલ્દી સફળતા મેળવવાના ચક્કરમાં કોઇ ખોટો માર્ગ અપનાવી ન લે. આ સમયે તમારી પાસે યોજનાઓ તો ઘણી છે, તેને કઇ રીતે શરૂ કરવી તે મુશ્કેલ રહેશે.

વ્યવસાયઃ- જો તમે કોઇ નવા કામને શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના માટે સમય યોગ્ય છે. જલ્દી જ તમને લાભની તક મળશે. કોઇ વ્યવસાયિક યાત્રા પણ તમારા માટે ફાયદાકારક રહેશે. એટલે માર્કેટિંગ તથા જનસંપર્કોને વધારે મજબૂત કરો.

લવઃ- પરિવારમાં કોઇ મુદ્દાને લઇને તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી કોઇ કાર્ય પ્રત્યે ચાલી રહેલી મહેનત અને પરિશ્રમનું યોગ્ય પરિણામ મળશે. તમે સુકૂન અનુભવ કરી શકો છો. ખોવાયેલી પ્રતિષ્ઠા ફરી પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે.

નેગેટિવઃ- આવક અને વ્યયનો સારો તાલમેલ જાળવી રાખો. અન્યની સલાહને ગંભીરતાથી લો. તેના ઉપર વિચાર કરીને તેને પોતાના અનુભવોમાં લઇને આવો.

વ્યવસાયઃ- વ્યવસાયના વિસ્તારને લગતી યોજનાને શરૂ કરવા માટે સમય ઉત્તમ છે.

લવઃ- ઘર-પરિવાર ઉપર વધારે સમય ન આપી શકવાના કારણે મન નિરાશ રહેશે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરના વધવાની સમસ્યા થઇ શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- કોઇ કામમાં અચાનક જ સારી સફળતા મળવાથી મન ખૂબ જ પ્રસન્ન રહેશે. સાથે જ કોઇ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ તમારા મનોબળમાં વધારો કરશે. થોડો સમય સમાજસેવી સંસ્થાના સહયોગમાં પણ પસાર કરો.

નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિતિ થોડી પ્રતિકૂળ રહેશે. તમારું મહત્ત્વપૂર્ણ કામ સપ્તાહની શરૂઆતમાં પૂર્ણ કરો. સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું રહી શકે છે. માનહાનિ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે.

લવઃ- પરિવારમાં સુખનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- અચાનક સાંધામાં દુખાવો કે પેટનો દુખાવો થઇ શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા વિનમ્ર તથા મધુર સ્વભાવના કારણે લોકપ્રિયતા બની રહેશે. થોડા જૂના મતભેદોનું પણ નિવારણ આવી શકે છે. બાળકોને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મળવાથી તેમને સુકૂન મળશે. ભાઇઓની કોઇ પરેશાનીમાં તેમની મદદ કરવાથી તમને આત્મિક સુખ મળશે.

નેગેટિવઃ- સપનાની દુનિયાથી પણ બહાર આવો અને હકીકતને સમજીને કામ કરો. તમારા થોડા નિર્ણયો પણ ખોટા સાબિત થઇ શકે છે. થોડો સમય આત્મ ચિંતન અને મનન કરવામાં પણ લગાવો.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક કાર્યોમાં મહેનત વધારે અને લાભ ઓછા જેવી સ્થિતિ રહેશે.

લવઃ- પ્રેમ સંબંધોમાં એકબીજાના તાલમેલમાં ઘટાડો આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- તાવ, શરદી જેવી પરેશાની રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમે તમારી અંદર સારી પોઝિટિવ ઊર્જા અનુભવ કરશો. વધારે લાભની શક્યતા નથી પરંતુ તમે તમારું બજેટ સંતુલિત રાખવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓની શિક્ષાને લગતી કોઇ મુશ્કેલી દૂર થવાથી તેમને રાહત મળશે.

નેગેટિવઃ- કોઇ બનતા કાર્યોમાં પરેશાની કે મુશ્કેલીઓ આવવાથી થોડો સમય નિરાશા હાવી રહેશે. આ સમયે તમને પણ તમારા વ્યવહારમાં થોડો ફેરફાર લાવવાની જરૂરિયાત છે. ગુસ્સા અને ઉતાવળની જગ્યાએ શાંતિથી પરિસ્થિતિનો ઉકેલ લાવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારું પૂર્ણ નિયંત્રણ તથા વર્ચસ્વ રહેશે.

લવઃ- લગ્નજીવન તથા વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થશે. ભાવનાત્મક રૂપથી તમે પોતાને ખૂબ જ સશક્ત અનુભવ કરશો. જમીન-જાયદાદને લગતા કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો તથા યોગ્ય સફળતા પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇ પાડોસી સાથે વાદ-વિવાદમાં પડશો નહીં. તમારા ગુસ્સા તથા વાણી ઉપર કાબૂ રાખવો જરૂરી છે. ક્યારેક મનમાં થોડી અનહોની થવાનો ભય રહેશે. પરંતુ આ તમારો વહેમ જ છે, તમારા સ્વભાવમાં પરિવર્તન લાવો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ કર્મચારીની ગતિવિધિ તમને તણાવ આવી શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં તાલમેલ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી અંદર થોડી નબળાઈ અનુભવ કરી શકો છો.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ તમારા મોટાભાગના કામ યોજનાબદ્ધ રીતે પૂર્ણ થશે તથા તમને સારી સફળતા પ્રાપ્ત થશે. કોઇ પ્રોત્સાહિત કાર્યના કારણે તમને સમાજમાં માન-સન્માન મળશે.

નેગેટિવઃ- કોઇ સાથે વિવાદમાં ગુંચવાશો તો તમને નુકસાન થશે. તમારા કામથી કામ રાખો. કોઇ કિંમતી વસ્તુના ખોવાઇ જવાની શક્યતા છે, તમારી વસ્તુઓની દેખરેખ જાતે જ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં બધા કાર્યો વ્યવસ્થિત રૂપથી સંપન્ન થઇ જશે.

લવઃ- કુંવારા વ્યક્તિઓ માટે કોઇ સારો સંબંધ આવવાથી પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઇ મુશ્કેલી ઊભી થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સપ્તાહ પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ સમય શુભ ફળદાયી છે. વ્યક્તિગત કાર્યોમાં સફળતા મળવાથી માનસિક શાંતિનો અનુભવ કરશો. મુશ્કેલમાં મુશ્કેલ કાર્યો તમે તમારા દૃઢ નિશ્ચયથી પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો.

નેગેટિવઃ- ક્યારેક તમે અન્યની વાતોમાં આવીને તમારું જ નુકસાન કરી શકો છો. આ સમયે પણ ગ્રહ સ્થિતિ થોડી એવી છે એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખીને કાર્ય કરો, ત્યારે જ સફળતા પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળમાં થોડા નવા કરાર મળી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણ ખૂબ જ સુકૂન ભર્યું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

-------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- તમે તમારી કામ કરવાની રીતમાં જે પરિવર્તન લાવ્યું છે તે તમારા માટે લાભદાયક સાબિત થશે. પ્રોપર્ટીને લગતી લેવડ-દેવડના કાર્યોમાં ફાયદાકારક ડીલ થઇ શકે છે, એટલે આ કાર્યોમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ- થોડી જૂની નકારાત્મક વાત સામે આવવાથી નજીકના સંબંધો ખરાબ થઇ શકે છે. એટલે પોતાના વિચારો ઉપર મનન કરતાં રહો. વિદ્યાર્થીઓ પણ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશે નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો.

લવઃ- પ્રેમ સંબંધમાં તમારા ગુસ્સાના કારણે ભાવનાત્મક અંતર વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વભાવમાં ચીડિયાપણું રહેવાના કારણે થાક અને આળસની સ્થિતિ રહેશે.

-------------------------

મીનઃ-

પોઝિટિવઃ- રાશિ સ્વામી બૃહસ્પતિ તમારી રાશિથી એકાદશ ભાવમાં જ વિરાજમાન થઇને તમારા આત્મબળ અને આત્મવિશ્વાસમાં વધારો કરી રહ્યો છે. એટલે આ ગ્રહ સ્થિતિનો ઉપર ભરપૂર ફાયદો ઉઠાવો. તમારી યોગ્યતા અને ક્ષમતા લોકો સામે જાહેર થવાની છે, જેનાથી સન્માનજનક સ્થિતિઓ બનશે.

નેગેટિવઃ- આળસ અને વધારે મોજ-મસ્તી ઉપર સમય ખર્ચ ન કરો. આ સમય તમારી ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. સાથે જ, ઈગો જેવી સ્થિતિ તમારા સ્વભાવમાં ન આવે તેનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- પ્રભાવશાળી વ્યક્તિ સાથે તમારા સંબંધોને વધારે ગાઢ બનાવો.

લવઃ- જીવનસાથી સાથે કોઇ વાતને લઇને વિવાદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ખરાબ આદતો અને ખરાબ સંગતથી દૂર રહો.