આજથી માગશર મહિનાનો વદ પક્ષ શરૂ થઈ ગયો છે. જે 20 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી રહેશે. આ દરમિયાન 14 જાન્યુઆરી સુધી સૂર્યના ધન રાશિમાં રહેવાથી ધનુર્માસ પણ રહેશે. ત્યાં જ, આ મહિને બુધવારે એટલે 22 ડિસેમ્બરના રોજ 2021 વર્ષનું છેલ્લું પુષ્ય નક્ષત્ર રહેશે. ધનુર્માસ હોવા છતાંય પુષ્ય નક્ષત્રમાં શુભ કાર્યો માટે ખરીદદારી કરી શકાય છે.
વર્ષનું છેલ્લું પુષ્ય નક્ષત્ર
આ વર્ષનું છેલ્લું પુષ્ય નક્ષત્ર 22 ડિસેમ્બર, બુધવારના રોજ રહેશે. આ સંયોગમાં ખરીદી, રોકાણ અને મોટી વ્યાપારિક લેવડ-દેવડ કરવી શુભ મનાય છે. પુષ્ય નક્ષત્રમાં શરૂ કરવામાં આવતું દરેક કામ પુષ્ટિદાયક અને સર્વાર્થ સિદ્ધિ આપનાર રહે છે. એટલે સોનું, ચાંદી અને નવા સામાનની ખરીદદારી પણ શુભ માનવામાં આવે છે.
પુષ્ય નક્ષત્રમાં બધા જ માંગલિક કાર્યો કરવામાં આવે છે
પુષ્યને ઋગ્વેદમાં તિષ્ય એટલે શુભ કે માંગલિક તારો કહેવામાં આવે છે. આ સમયે લગ્નને છોડીને બધા જ માંગલિક કામ શરૂ કરી શકાય છે. ગ્રહોની સ્થિતિની વાત કરવામાં આવે તો પુષ્ય નક્ષત્ર દરમિયાન ચંદ્ર કર્ક રાશિમાં સ્થિત હોય છે. 12 રાશિઓમાં એકમાત્ર કર્ક રાશિનો સ્વામી ચંદ્ર હોય છે. ધનના દેવતાને પુષ્ય નક્ષત્ર માટે ખાસ માનવામાં આવે છે. પરંતુ હાલ ધનુર્માસ હોવાના કારણે કોઈપણ માંગલિક કાર્યો કરવામાં આવશે નહીં. જોકે, આ શુભ દિવસમાં ખરીદી કરી શકાશે.
14 જાન્યુઆરી સુધી ખરમાસ
જ્યોતિષ પ્રમાણે જ્યારે સૂર્ય ગુરુ રાશિમાં આવે છે, ત્યારથી ધનુર્માસ શરૂ થાય છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સૂર્ય 16 ડિસેમ્બરના રોજ બૃહસ્પતિની રાશિ ધનમાં પ્રવેશ કરી ગયો છે, જે 14 જાન્યુઆરી સુધી આ રાશિમાં રહેશે. એટલે આ દિવસોમાં માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. હવે લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ, ઘરનું બાંધકામ, નવો વેપાર વગેરે શરૂ ન કરવું.
ધનુર્માસમાં આ કામ પણ કરી શકાય છે
લગ્નની વાત આગળ વધારી શકાય છે. જે કામ 16 ડિસેમ્બર પહેલાં શરૂ કરી દીધું હતું અને જે હાલ અટકી ગયું છે તો તે કામને ફરી શરૂ કરી શકાય છે. નાની-મોટી યાત્રા કરી શકાય છે. ભાડાનું ઘર બદલી શકાય છે. વાહન ખરીદી કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.