તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 5 To 11 July 2021 Panchang: July 1st Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

સાપ્તાહિક પંચાંગ:5 થી 11 જુલાઈ સુધી વ્રત અને પર્વના 5 દિવસ, આ સપ્તાહ અષાઢ મહિનો અને ગુપ્ત નોરતા શરૂ થશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સપ્તાહ બુધ ગ્રહનું રાશિ પરિવર્તન થશે, ખરીદદારી અને નવા કાર્યોની શરૂઆત માટે 3 શુભ મુહૂર્ત રહેશે

આ સપ્તાહની શરૂઆત એકાદશી તિથિ સાથે થઈ રહી છે. તેના એક દિવસ પછી પ્રદોષ વ્રત રહેશે. પછી બુધવારે શિવ ચૌદશ એટલે માસિક શિવરાત્રિએ ભગવાન શિવની વિશેષ પૂજા અને વ્રત રાખવામાં આવશે. શુક્રવારે જેઠ મહિનાની અમાસ ઊજવાશે. અમાસ તિથિ શુક્રવારે આખો દિવસ અને પછી શનિવારે સવારે લગભગ 6:47 સુધી રહેશે. જેના કારણે વ્રત-પૂજા અને પિતૃઓ માટે શ્રાદ્ધ 9 જુલાઈના રોજ કરવામાં આવશે. પરંતુ સ્નાન-દાન માટે 10 જુલાઈના રોજ શનિવારે અમાસ શ્રેષ્ઠ રહેશે. આ દિવસે તિથિ-નક્ષત્રથી શનૈશ્ચરી અમાસનો શુભ સંયોગ રહેશે. ત્યાં જ, સપ્તાહના છેલ્લાં દિવસે એટલે રવિવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવાથી રવિપુષ્ય યોગ બની રહ્યો છે. આ દિવસે ખરીદદારી અને વિશેષ પૂજા-પાઠ કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. 7 જુલાઈ, બુધવારે જ બુધ ગ્રહ પોતાની જ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જેથી સૂર્ય-બુધની યુતિથી બુધાદિત્ય શુભયોગ બનશે. સાથે જ આ સપ્તાહ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 3 શુભ મુહૂર્ત રહેશે.

5 થી 11 જુલાઈ સુધીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
5 જુલાઈ, સોમવારજેઠ વદ પક્ષ એકાદશીયોગિની એકાદશી
6 જુલાઈ, મંગળવારજેઠ વદ બારસ
7 જુલાઈ, બુધવારજેઠ વદ તેરસપ્રદોષ વ્રત
8 જુલાઈ, ગુરુવારજેઠ વદ ચૌદશમાસિક શિવરાત્રિ
9 જુલાઈ, શુક્રવારજેઠ વદ અમાસહલહારિણી અમાસ
10 જુલાઈ, શનિવારજેઠ વદ અમાસસ્નાન-દાન અમાસ
11 જુલાઈ, રવિવારઅષાઢ વદ એકમગુપ્ત નોરતા

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-
6 જુલાઈ, મંગળવાર- સર્વાર્થસિદ્ધિ અને ત્રિપુષ્કર યોગ

7 જુલાઈ, બુધવાર- સર્વાર્થસિદ્ધિ યોગ

11 જુલાઈ, રવિવાર- સર્વાર્થસિદ્ધિ અને રવિપુષ્ય યોગ