• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 4 To 10 January 2021 Panchang: January First Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

જાન્યુઆરીના પહેલાં સપ્તાહનું પંચાંગ:હિંદુ કેલેન્ડર પ્રમાણે આ સપ્તાહ માત્ર 3 વ્રત રહેશે, કોઇ મોટો તહેવાર રહેશે નહીં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે, આ દિવસોમાં 5 શુભ મુહૂર્ત અને બુધ ગ્રહનું રાશિ પરિવર્તન પણ થશે

હિંદુ કેલેન્ડર પ્રમાણે જાન્યુઆરીનું પહેલું સપ્તાહ, માગશર મહિનાની છઠ્ઠથી તેરસ સુધી રહેશે. આ દરમિયાન રૂક્મિણી આઠમ, સફલા એકાદશી અને સ્વરૂપ બારસ વ્રત રહેશે. આ સપ્તાહ માત્ર 3 જ વ્રત રહેશે. જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. તેની શરૂઆતમાં જ બુધ અને શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરશે. સાથે જ આ સપ્તાહ પ્રોપર્ટી અને રિયલ અસ્ટેટમાં રોકાણ માટે 3 દિવસ અને વાહન ખરીદદરી માટે 2 શુભ મુહૂર્ત છે. ત્યાં જ, 5 જાન્યુઆરીએ એવો યોગ બની રહ્યો છે જેમાં કરવામાં આવતાં શુભ કામનો ત્રણ ગણો ફાયદો મળશે. આ પ્રકારે આ 7 દિવસ અનેક પ્રકારે ખાસ રહેશે.

4 થી 10 જાન્યુઆરીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
4 જાન્યુઆરી, સોમવારમાગશર વદ, છઠ્ઠ
5 જાન્યુઆરી, મંગળવારમાાગશર વદ, સાતમ
6 જાન્યુઆરી, બુધવારમાગશર વદ, આઠમરૂક્મિણી આઠમ
7 જાન્યુઆરી, ગુરુવારમાગશર વદ, નોમ
8 જાન્યુઆરી, શુક્રવારમાગશર વદ, દશમ
9 જાન્યુઆરી, શનિવારમાગશર વદ, એકાદશીસફલા એકાદશી
10 જાન્યુઆરી, રવિવારમાગશર વદ, બારસપ્રદોષ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-
5 જાન્યુઆરી, મંગળવાર- ત્રિપુષ્કર યોગ (સવારે 7-20થી સાંજે 6-25 સુધી)

4 જાન્યુઆરી, સોમવાર- પ્રોપર્ટીમાં રોકાણ અથવા ખરીદદારીનું મુહૂર્ત, બુધનું રાશિ પરિવર્તન

6 જાન્યુઆરી, બુધવાર- વાહન અને મશીન ખરીદદારીનું મુહૂર્ત

8 જાન્યુઆરી, શુક્રવાર- પ્રોપર્ટીમાં રોકાણ અને વાહન ખરીદદારીનું મુહૂર્ત

9 જાન્યુઆરી, શનિવાર- પ્રોપર્ટીમાં રોકાણ અથવા ખરીદદારીનું મુહૂર્ત