તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 31 May To 6 June 2021 Panchang: June 1st Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

સાપ્તાહિક પંચાંગ:આ સપ્તાહ નૌતપા પૂર્ણ થશે, 31 મેથી 6 જૂન વચ્ચે માત્ર 1 જ વ્રત રહેશે

2 મહિનો પહેલા
  • આ સપ્તાહ જ્યોતિષીય દૃષ્ટિએ ખાસ રહેશે, આ સપ્તાહ 4 શુભ મુહૂર્ત અને 2 ગ્રહોનું રાશિ પરિવર્તન થશે

31 મેથી 6 જૂનની વચ્ચે કોઈ પર્વ રહેશે નહીં. આ સપ્તાહના શરૂઆતના દિવસોમાં નૌતપા પૂર્ણ થઈ જશે. તે પછી સપ્તાહના છેલ્લાં દિવસે જેઠ મહિનાનું એકાદશી વ્રત રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અને વ્રત-ઉપવાસ કરવાની પરંપરા છે. આવું કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ શકે છે.

આ સપ્તાહ જ્યોતિષીય દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે. આ સપ્તાહની શરૂઆતમાં મંગળ ગ્રહ રાશિ બદલીને કર્કમા આવી જશે. પછી બુધ ગ્રહ જે પોતાની રાશિ મિથુનમા વક્રી ચાલ ચાલી રહ્યો છે તે એક રાશિ પાછળ એટલે વૃષભમા આવી જશે. સાથે જ, આ સપ્તાહ નવા કામની શરૂઆત માટે 4 દિવસ શુભ મુહૂર્ત રહેશે.

31 મેથી 6 જૂન સુધીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
31 મે, સોમવારવૈશાખ વદ, છઠ્ઠ
1 જૂન, મંગળવારવૈૈશાખ વદ, સાતમ
2 જૂન, બુધવારવૈશાખ વદ, આઠમકાલાષ્ટમી
3 જૂન, ગુરુવારવૈશાખ વદ, નોમ
4 જૂન, શુક્રવારવૈશાખ વદ, દશમ
5 જૂન, શનિવારવૈશાખ વદ, અગિયારસ
6 જૂન, રવિવારવૈશાખ વદ, અગિયારસઅપરા એકાદશી

આ સપ્તાહ જ્યોતિષીય દૃષ્ટિએઃ-

  • 31 મે, સોમવાર- સર્વાર્થસિદ્ધિ યોગ
  • 1 જૂન, મંગળવાર- રવિયોગ, દ્વિપુષ્કર યોગ
  • 2 જૂન, બુધવાર- મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ
  • 3 જૂન, ગુરુવાર- બુધનો વૃષભ રાશિમાં પ્રવેશ
  • 6 જૂન, રવિવાર- સર્વાર્થસિદ્ધિ યોગ