તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 3 To 9 May 2021 Panchang: May 2nd Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

સાપ્તાહિક પંચાંગ:3 થી 9 મે સુધી માત્ર ત્રણ દિવસ રહેશે વ્રત, આ સપ્તાહ કોઇ તહેવાર આવશે નહીં

2 મહિનો પહેલા
  • જ્યોતિષીય દૃષ્ટિએ જોવામાં આવે તો આ સપ્તાહ માત્ર એક શુભ મુહૂર્ત અને શુક્રનું રાશિ પરિવર્તન થશે

3 થી 9 મે સુધી માત્ર 3 જ વ્રત રહેશે અને કોઈ મોટો પર્વ આ દિવસોમાં આવશે નહીં. આ સપ્તાહના છેલ્લાં દિવસોમાં એટલે શુક્રવારે એકાદશી વ્રત કરવામાં આવશે. તેના પછીના દિવસે એટલે શનિવારે તેરસ તિથિ હોવાથી શનિ પ્રદોષનો સંયોગ બની રહ્યો છે. ત્યાં જ રવિવારે શિવ ચૌદશ વ્રત કરવામાં આવશે. જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ કંઇ ખાસ રહેશે નહીં. આ દિવસોમાં નવા કામની શરૂઆત માટે માત્ર 1 દિવસ શુભ મુહૂર્ત રહેશે. ત્યાં જ 4 મેના રોજ શુક્ર પોતાની જ રાશિ એટલે વૃષભમાં પ્રવેશ કરશે.

3 થી 9 મે સુધીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
3 મે, સોમવારચૈત્ર વદ, સાતમ
4 મે, મંગળવારચૈત્ર વદ, આઠમ
5 મે, બુધવારચૈત્ર વદ, નોમ
6 મે, ગુરુવારચૈત્ર વદ, દશમ
7 મે, શુક્રવારચૈત્ર વદ, એકાદશીવરૂથિની એકાદશી
8 મે, શનિવારચૈત્ર વદ, બારસ અને તેરસ તિથિપ્રદોષ વ્રત
9 મે, રવિવારચૈત્ર વદ, તેરસ અને શિવ ચૌદશ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

  • 3 મે, સોમવાર- સર્વાર્થસિદ્ધિ યોગ
  • 4 મે, મંગળવાર- શુક્રનું રાશિ પરિવર્તન વૃષભ રાશિમાં થશે