• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 29 November To 5 December 2021 Panchang: December 1st Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

29 નવેમ્બરથી 5 ડિસેમ્બરનું પંચાંગ:આ સપ્તાહ તિથિ-તહેવારના 4 દિવસ, શનૈશ્ચરી અમાસના દિવસે સૂર્યગ્રહણ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યોતિષની દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે, આ દિવસે વાહન ખરીદી અને નવા કામની શરૂઆત માટે 2-2 શુભ મુહૂર્ત રહેશે

નવેમ્બરના છેલ્લાં અને ડિસેમ્બરના શરૂઆતના દિવસ ભગવાન વિષ્ણુ અને શિવજીની ઉપાસના માટે ખાસ રહેશે. આ સપ્તાહ તિથિ-તહેવારના 4 દિવસ રહેશે. નવેમ્બરના છેલ્લાં દિવસે ઉત્પત્તિ એકાદશી વ્રત રહેશે. ત્યાં જ, ડિસેમ્બરમાં પ્રદોષ, શિવ ચૌદશ અને શનૈશ્ચરી અમાસ પર્વ રહેશે. અમાસ સાથે જ કારતક મહિનાનું વદ પક્ષ પૂર્ણ થઈ જશે. જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સમયગાળો ખાસ રહેશે. કેમ કે, આ દિવસોમાં મંગળ ગ્રહ પોતાની જ રાશિમાં પ્રવેશ કરશે અને સપ્તાહના છેલ્લાં દિવસોમાં સૂર્યગ્રહણ પણ થશે. સાથે જ વાહન ખરીદી માટે 2 અને પ્રોપર્ટીમાં રોકાણ માટે 1 દિવસ શુભ રહેશે. આ સાથે જ નવા કામની શરૂઆત માટે 2 શુભ મુહૂર્ત રહેશે.

29 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધીનું પંચાંગ

તારીખ અને વારતિથિતહેવાર
29 નવેમ્બર, સોમવારકારતક વદ પક્ષ, દશમ
30 નવેમ્બર, મંગળવારકારતક વદ પક્ષ, અગિયારસઉત્પત્તિ એકાદશી
1 ડિસેમ્બર, બુધવારકારતક વદ પક્ષ, બારસ
2 ડિસેમ્બર, ગુુરુવારકારતક વદ પક્ષ, તેરસપ્રદોષ વ્રત
3 ડિસેમ્બર, શુક્રવારકારતક વદ પક્ષ, ચૌદશ
4 ડિસેમ્બર, શનિવારકારતક વદ પક્ષ, અમાસશનૈશ્વચરી અમાસ, સૂર્યગ્રહણ
5 ડિસેમ્બર, રવિવારમાગશર સુદ પક્ષ, એકમ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ

29 નવેમ્બર, સોમવારવાહન ખરીદી મુહૂર્ત
2 ડિસેમ્બર, ગુુરુવારવાહન ખરીદી મુહૂર્ત
3 ડિસેમ્બર, શુક્રવારસર્વાર્થસિદ્ધિ યોગ, પ્રોપર્ટી ખરીદી મુહૂર્ત
5 ડિસેમ્બર, રવિવારસર્વાર્થસિદ્ધિ યોગ