તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 28 June To 4 July 2021 Panchang: June 5th Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

સાપ્તાહિક પંચાંગ:28 જૂનથી 4 જુલાઈ સુધી કોઈ મોટું પર્વ નહીં, પરંતુ આઠમ અને નોમના દિવસે વ્રત રાખવામાં આવશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સપ્તાહ કોઈપણ ગ્રહ રાશિ બદલશે નહીં, ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે પણ માત્ર 3 શુભ મુહૂર્ત રહેશે

28 જૂનના રોજ જેઠ મહિનાના વદ પક્ષની પાંચમથી આ સપ્તાહ શરૂ થશે અને 4 જુલાઈના રોજ પૂર્ણ થશે. આ દિવસોમાં કોઈ મોટું પર્વ કે તહેવાર આવશે નહીં. માત્ર 2 વ્રત આ દિવસો દરમિયાન કરવામાં આવશે. તેમાં 2 જુલાઈ, શુક્રવારે શીતળા માતાની પૂજા અને વ્રત રાખવામાં આવશે. તેના બીજા દિવસે એટલે 3 જુલાઈ, શનિવારે નોમ તિથિએ ઇન્દ્રાણી વ્રતનું વિધાન છે. આ વ્રતનો ઉલ્લેખ નારદ પુરાણમાં કરવામાં આવ્યો છે. આ વ્રતમાં રાતે ઐરાવત ઉપર બેઠેલાં ઇન્દ્રાણીની પૂજા કરવામાં આવે છે. આ વ્રતથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ નથી. જૂનના છેલ્લાં અને જુલાઈના શરૂઆતના દિવસોમાં કોઈપણ ગ્રહની ચાલમા ફેરફાર થશે નહીં. સાથે જ આ દિવસોમાં ખરીદદારી અને શુભ કાર્યોની શરૂઆત માટે માત્ર 3 શુભ મુહૂર્ત જ રહેશે.

28 જૂનથી 4 જુલાઈ સુધીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
28 જૂન સોમવારજેઠ વદ પક્ષ, ચોથ
29 જૂન મંગળવારજેઠ વદ પક્ષ પાંચમ
30 જૂન બુધવારજેઠ વદ પક્ષ છઠ્ઠ
1 જુલાઈ ગુરુવારજેઠ વદ પક્ષ સાતમ
2 જુલાઈ શુક્રવારજેઠ વદ પક્ષ આઠમશીતળાષ્ટમી વ્રત
3 જુલાઈ શનિવારજેઠ વદ પક્ષ નોમઇન્દ્રાણી વ્રત
4 જુલાઈ રવિવારજેઠ વદ પક્ષ દશમ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

30 જૂન, બુધવાર- રવિયોગ

2 જુલાઈ, શુક્રવાર- સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ

4 જુલાઈ, રવિવાર- સર્વાર્થસિદ્ધિ યોગ