• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 24 To 30 May 2021 Panchang: May 4th Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

સાપ્તાહિક પંચાગ:આ સપ્તાહ વૈશાખ મહિનાનો વદ પક્ષ શરૂ થશે, 24 થી 30 મે દરમિયાન 3 મોટા વ્રત અને ઉત્સવ રહેશે

5 મહિનો પહેલા
  • જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ 7 દિવસ ખાસ રહેશે, આ સપ્તાહ ચંદ્રગ્રહણ, બુધ અને શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરશે

24 થી 30 મે દરમિયાન ત્રણ મોટા વ્રત અને પર્વ આવશે. આ સપ્તાહની શરૂઆત પ્રદોષ તિથિ સાથે થઈ રહી છે. આ દિવસે ભગવાન શિવજીની પૂજા અને વ્રત કરવામાં આવે છે. તેના પછીના દિવસે નરસિંહ ચૌદશ રહેશે. આ તિથિએ ભક્ત પ્રહલાદને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર લીધો હતો. તેના પછીના દિવસે વૈશાખ મહિનાની પૂનમ રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુના કૂર્મ અવતારની પૂજા કરવામાં આવે છે. આ દિવસે બુદ્ધ પૂર્ણિમા પણ ઊજવવામાં આવશે. તેના પછીના દિવસે વૈશાખ મહિનાનો વદ પક્ષ શરૂ થઈ જશે.

જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. પૂનમના દિવસે વર્ષનું પહેલું ચદ્રગ્રહણ થશે. સાથે જ બુધ ગ્રહ રાશિ બદલશે અને સપ્તાહના છેલ્લાં દિવસે વક્રી થઈ જશે. આ સપ્તાહ શુક્ર પણ રાશિ બદલીને મિથુનમા આવી જશે. આ સપ્તાહ નવા કાર્યોની શરૂઆત માટે 4 દિવસ શુભ મુહૂર્ત રહેશે.

24 થી 30 મે સુધીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
24 મે, સોમવારવૈશાખ સુદ, તેરસપ્રદોષ વ્રત
25 મે, મંગળવારવૈશાખ સુદ, ચૌદશનૃસિંહ પ્રાકટ્ય દિવસ
26 મે, બુધવારવૈશાખ પૂનમબુદ્ધ પૂર્ણિમા, કૂર્મ જયંતી
27 મે, ગુરુવારવૈશાખ વદ, એકમ
28 મે, શુક્રવારવૈશાખ વદ, બીજ
29 મે, શનિવારવૈશાખ વદ, તીજગણેશ ચોથ વ્રત
30 મે, રવિવારવૈશાખ વદ ચોથ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

24 મે, સોમવાર- રવિયોગ

25 મે, મંગળવાર- રવિયોગ

26 મે, બુધવાર- સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ યોગ અને બુધ ગ્રહનું મિથુન રાશિમાં પરિવર્તન

28 મે, શુક્રવાર- શુક્રનું મિથુન રાશિમા પરિવર્તન

30 મે, રવિવાર- સર્વાર્થસિદ્ધિ યોગ, બુધ વક્રી થશે.