• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 21 To 27 June 2021 Panchang: June 4th Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

સાપ્તાહિક પંચાંગ:21 થી 27 જૂન સુધી તિથિ-તહેવારના પાંચ દિવસ, જેઠ પૂનમ અને વટ સાવિત્રી વ્રત આ સપ્તાહ કરવામાં આવશે

4 મહિનો પહેલા
  • આ સપ્તાહ શુક્રનું રાશિ પરિવર્તન થશે અને બુધની ચાલમાં ફેરફાર થશે, ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 4 શુભ મુહૂર્ત રહેશે

21 થી 27 જૂન સુધી વ્રત અને પર્વના 5 દિવસ રહેશે. આ સપ્તાહની શરૂઆત સોમવારે નિર્જળા એકાદશી સાથે થઈ રહી છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવમાં આવે છે. તેના બીજા દિવસે ભોમ પ્રદોષ વ્રત કરવામાં આવશે. શિવજીના આ વ્રતથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. પછી બુધવારે રૂદ્ર વ્રત કરવામાં આવશે. તેનો ઉલ્લેખ નારદ પુરાણમાં થયો છે. તેના પછીના દિવસે એટલે ગુરુવારે જેઠ મહિનાની પૂનમનું પર્વ ઊજવવામાં આવશે. આ દિવસે વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે. તેના બીજા દિવસે અષાઢ મહિનો શરૂ થઈ જશે. ત્યાં જ, આ સપ્તાહના છેલ્લાં દિવસ સંકષ્ટ ચોથ વ્રત કરવામાં આવશે.

જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખૂબ જ ખાસ રહેશે. આ સપ્તાહની શરૂઆતમાં સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં આવી જશે. તે પછી શુક્ર રાશિ બદલીને કર્કમાં આવી જશે. તેના પછીના દિવસે બુધ વૃષભ રાશિમાં માર્ગી એટલે સીધી ચાલ ચાલશે. સાથે જ, ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 4 શુભ મુહૂર્ત પણ રહેશે.

21 થી 27 જૂન સુધીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
21 જૂન, સોમવારજેઠ સુદ પક્ષ એકાદશીનિર્જળા એકાદશી વ્રત
22 જૂન, મંગળવારજેઠ સુદ પક્ષ બારસ અને તેરસભોમ પ્રદોષ વ્રત
23 જૂન, બુધવારજેઠ સુદ પક્ષ ચૌદશરૂદ્ર વ્રત
24 જૂન, ગુરુવારપૂનમવટ સાવિત્રી વ્રત
25 જૂન, શુક્રવારજેઠ વદ પક્ષ એકમ
26 જૂન, શનિવારજેઠ વદ પક્ષ બીજ
27 જૂન, રવિવારજેઠ વદ પક્ષ તીજસંકષ્ટી વ્રત

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

  • 22 જૂન, મંગળવાર- ત્રિપુષ્કર યોગ, શુક્રનું રાશિ પરિવર્તન
  • 23 જૂન, બુધવાર- રવિયોગ, સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ, બુધ માર્ગી
  • 24 જૂન, ગુરુવાર- રવિયોગ
  • 26 જૂન, શનિવાર- ત્રિપુષ્કર યોગ