તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 19 To 25 July 2021 Panchang: July 3rd Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

19 થી 25 જુલાઈ સુધીનું પંચાંગ:આ સપ્તાહ દેવપોઢી એકાદશી અને ગુરુ પૂર્ણિમા જેવા મોટા પર્વ રહેશે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સપ્તાહ પુષ્ય નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થશે, મંગળ અને બુધનું રાશિ પરિવર્તન થશે અને ખરીદદારી માટે 5 શુભ મુહૂર્ત પણ રહેશે

જુલાઈનું ત્રીજું સપ્તાહ હિંદુ કેલેન્ડરમાં ખૂબ જ ખાસ રહેશે. આ સપ્તાહ અષાઢ મહિનાના સુદ પક્ષના છેલ્લાં 6 દિવસ રહેશે અને પછી અષાઢ વદ પક્ષ શરૂ થઈ જશે. 19 થી 25 જુલાઈ સુધી વ્રત અને પર્વ માટે 6 દિવસ રહેશે. જેમાં મંગળવારે દેવપોઢી એકાદશી અને બુધવારે વામન બારસ રહેશે. આ બંને દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવશે. તેના પછીના દિવસે તેરસ તિથિએ મંગળા તેરસ વ્રતમા ભગવાન શિવ-પાર્વતીની પૂજા થશે. પછી શુક્રવારે અષાઢ મહિનાની પૂર્ણિમાએ વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા થશે. તેના પછીના દિવસે ગુરુ પૂર્ણિમા પર્વ સાથે અષાઢ મહિનો પૂર્ણ થઈ જશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે. આ દિવસોમાં મંગળ અને બુધ ગ્રહનું રાશિ પરિવર્તન થશે. સાથે જ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવી જશે. આ સપ્તાહ ખરીદદારી માટે પાંચ દિવસ શુભ મુહૂર્ત રહેશે.

19 થી 25 જુલાઈ સુધીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
19 જુલાઈ, સોમવારઅષાઢ સુદ પક્ષ, દશમ
20 જુલાઈ, મંગળવારઅષાઢ સુદ પક્ષ, એકાદશીદેવપોઢી એકાદશી
21 જુલાઈ, બુધવારઅષાઢ સુદ પક્ષ, બારસવામન પૂજા
22 જુલાઈ, ગુરુવારઅષાઢ સુદ પક્ષ, તેરસમંગળા તેરસ
23 જુલાઈ, શુક્રવારઅષાઢ સુદ પક્ષ, ચૌદશપૂર્ણિમા વ્રત
24 જુલાઈ, શનિવારઅષાઢ સુદ પક્ષ, પૂનમગુરુ પૂર્ણિમા
25 જુલાઈ, રવિવારઅષાઢ વદ પક્ષ, એકમ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

  • 19 જુલાઈ, સોમવાર- રવિયોગ
  • 20 જુલાઈ, મંગળવાર- મંગળનું રાશિ પરિવર્તન, રવિયોગ અને સૂર્યનું નક્ષત્ર પરિવર્તન
  • 23 જુલાઈ, ગુરુવાર- રવિયોગ
  • 23 જુલાઈ, શુક્રવાર- બુધનું રાશિ પરિવર્તન, રવિયોગ
  • 25 જુલાઈ, રવિવાર- દ્વિપુષ્કર યોગ