• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 19 To 25 April 2021 Panchang: April 4th Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

સાપ્તાહિક પંચાંગ:19 થી 25 એપ્રિલ સુધી 5 દિવસ વ્રત અને પર્વ રહેશે, આ સાત દિવસો જ્યોતિષની દૃષ્ટિએ પણ ખાસ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ સાતેય દિવસોમાં દરરોજ શુભ મુહૂર્ત રહેશે, મહાવીર જયંતીના દિવસે આ સપ્તાહ પૂર્ણ થશે

19 થી 25 એપ્રિલ સુધી વ્રત અને પર્વના 5 દિવસ રહેશે. આ સપ્તાહ મંગળવારે દુર્ગાષ્ટમી વ્રત રહેશે. તેના બીજા દિવસે એટલે બુધવારે નવરાત્રિનો છેલ્લો દિવસ છે. આ દિવસે રામનોમ પર્વ ઊજવવામાં આવશે. પછી શુક્રવારે કામદા એકાદશી અને તેના પછીના દિવસે પ્રદોષ વ્રત રહેશે. આ દિવસે મદન બારસ પણ ઊજવવામાં આવશે. જે કામદેવને સમર્પિત છે. સપ્તાહના છેલ્લાં દિવસે તેરસ તિથિએ મહાવીર જયંતી પર્વ ઊજવવામાં આવશે. જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. આ સપ્તાહ દરરોજ કોઇને કોઇ શુભ મુહૂર્ત રહેશે. તેમાં મહાલક્ષ્મી, મંગળ પુષ્ય, ત્રિપુષ્કર યોગ બનવા સાથે જ એક વાહન ખરીદદારીનું મુહૂર્ત પણ રહેશે. ત્યાં જ, પ્રોપર્ટીની ખરીદદારી અને વેચાણ અને રોકાણ માટે 2 દિવસ શુભ મુહૂર્ત રહેશે.

19 થી 25 એપ્રિલ સુધીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિઓવ્રત-તહેવાર
19 એપ્રિલ, સોમવારચૈત્ર સુદ, સાતમ
20 એપ્રિલ, મંગળવારચૈૈત્ર સુદ, આઠમદુર્ગાષ્ટમી
21 એપ્રિલ, બુધવારચૈૈત્ર સુદ, નોમરામનોમ
22 એપ્રિલ, ગુરુવારચૈૈત્ર સુદ, દશમ
23 એપ્રિલ, શુક્રવારચૈૈત્ર સુદ, એકાદશીકામદા એકાદશી
24 એપ્રિલ, શનિવારચૈૈત્ર સુદ, બારસ

પ્રદોષ વ્રત, મદન બારસ

25 એપ્રિલ, રવિવારચૈૈત્ર સુદ, તેરસમહાવીર જયંતી

જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશેઃ-

19 એપ્રિલ, સોમવાર- મહાલક્ષ્મી યોગ, દરેક પ્રકારની ખરીદદારી શુભ

20 એપ્રિલ, મંગળવાર- મંગળ પુષ્ય યોગ, ખરીદદારી અને નવા કામ માટે શુભ

21 એપ્રિલ, બુધવાર- રવિયોગ, રામનોમ

22 એપ્રિલ, ગુરુવાર- પ્રોપર્ટીમાં રોકાણ અને ખરીદદારી-વેચાણનું શુભ મુહૂર્ત

23 એપ્રિલ, શુક્રવાર- પ્રોપર્ટીમાં રોકાણ અને ખરીદદારી-વેચાણનું શુભ મુહૂર્ત

24 એપ્રિલ, શનિવાર- ત્રિપુષ્કર યોગ (કરવામાં આવતા શુભ કામનું ત્રણ ગણું ફળ)

25 એપ્રિલ, રવિવાર- વાહન ખરીદદારીનું શુભ મુહૂર્ત