18 થી 24 એપ્રિલ સુધી માત્ર એક વ્રત રહેશે. જે મંગળવારે અંગારક ચોથ વ્રત રહેશે. પતિની લાંબી ઉંમર અને સુખ-સમૃદ્ધિ માટે આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ત્યાં જ, આ દિવસોમાં ચૈત્ર મહિનાનો વદ પક્ષ રહેશે. એટલે દરરોજ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરી, સૂર્યદેવને અર્ઘ્ય આપવું અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે.
જ્યોતિષની દૃષ્ટિએ આ સપ્તાહ વધારે ખાસ રહેશે નહીં. આ દિવસોમાં માત્ર 22 તારીખ શુક્રવારે જ રવિયોગ હોવાથી ખરીદી માટે શુભ મુહૂર્ત રહેશે.
18 થી 24 એપ્રિલ સુધીનું પંચાંગ
તારીખ અને વાર | તિથિ | વ્રત-તહેવાર |
18 એપ્રિલ, સોમવાર | ચૈત્ર વદ, બીજ | |
19 એપ્રિલ, મંગળવાર | ચૈત્ર વદ, ત્રીજ | |
20 એપ્રિલ, બુધવાર | ચૈત્ર વદ, ચોથ | અંગારક ચોથ |
21 એપ્રિલ, ગુરુવાર | ચૈત્ર વદ, પાંચમ | |
22 એપ્રિલ, શુક્રવાર | ચૈત્ર વદ, છઠ્ઠ | |
23 એપ્રિલ, શનિવાર | ચૈત્ર વદ, સાતમ અને આઠમ | |
24 એપ્રિલ, રવિવાર | ચૈત્ર વદ, આઠમ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.