• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 15 To 21 November 2021 Panchang: November 3rd Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

15 થી 21 નવેમ્બરનું પંચાંગ:આ સપ્તાહ તુલસી વિવાહ અને દેવ દિવાળી જેવા મોટા તહેવાર ઉજવાશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે કેમ કે સૂર્ય, બુધ અને ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન થશે

નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં 4 મોટા વ્રત અને તહેવાર રહેશે. સાથે જ કારતક મહિનાનો સુદ પક્ષ પણ પૂર્ણ થઈ જશે. આ સપ્તાહના પહેલાં જ દિવસે તુલસી વિવાહ અને બીજા દિવસે વૃશ્ચિક સંક્રાંતિ રહેશે. પછી ગુરુવારે વૈકુંઠ ચૌદશ અને શુક્રવારે પૂનમનું પર્વ ઉજવાશે. આ સાથે જ કારતક મહિનાનો સુદ પક્ષ પૂર્ણ થઈ જશે. જોકે, કારતક મહિનામાં દીપદાન કરવું જોઈએ. પરંતુ જો કોઈ કારણોસર આખા મહિનામાં દીપદાન થઈ શકે નહીં તો આ મહિનાના છેલ્લાં દિવસોમાં તલના તેલથી દીપદાન કરવું. આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી પ્રસન્ન થાય છે. 20 તારીખથી કારતક મહિનાના વદ પક્ષની શરૂઆત થઈ જશે.

આ સપ્તાહની શરૂઆતમાં એટલે 16 તારીખના રોજ સૂર્ય રાશિ બદલીને વૃશ્ચિકમાં આવી જશે. ત્યાં જ, 20 નવેમ્બરના રોજ બુધ ગ્રહ વૃશ્ચિક અને ગુરુ કુંભ રાશિમાં આવી જશે. 3 ગ્રહોનું રાશિ પરિવર્તન થવાથી આ સપ્તાહ જ્યોતિષીય દૃષ્ટિએ ખૂબ જ ખાસ થઈ ગયો છે. આ દિવસોમાં નવા કામની શરૂઆત અને ખરીદદારી માટે બે મુહૂર્ત રહેશે.

15 થી 21 નવેમ્બર સુધીનું પંચાંગ

તારીખ અને વારતિથિતહેવાર
15 નવેમ્બર, સોમવારકારતક સુદ પક્ષ, એકાદશીદેવઉઠી એકાદશી
16 નવેમ્બર, મંગળવારકારતક સુદ પક્ષ, બારસ
17 નવેમ્બર, બુધવારકારતક સુદ પક્ષ, તેરસ
18 નવેમ્બર, ગુરુવારકારતક સુદ પક્ષ, ચૌદશવૈકુંઠ ચૌદશ
19 નવેમ્બર, શુક્રવારકારતક સુદ પક્ષ, પૂનમ
20 નવેમ્બર, શનિવારકારતક વદ પક્ષ, એકમ
21 નવેમ્બર, રવિવારકારતક સુદ પક્ષ, બીજ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ

16 નવેમ્બર, મંગળવારસૂર્યનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ
17 નવેમ્બર, બુધવારરવિયોગ
20 નવેમ્બર, શનિવારસર્વાર્થસિદ્ધિ યોગ, અમૃતસિદ્ધિ યોગ, બુધ અને ગુરુનું રાશિ પરિવર્તન