તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
15 થી 21 ફેબ્રુઆરી સુધી વ્રત અને પર્વના 6 દિવસ રહેશે. સોમવારે તલચોથ રહેશે. તેના પછીના જ દિવસે વસંત પંચમી રહેશે. આ દિવસે દેવી સરસ્વતીનો પ્રાકટ્ય દિવસ છે. તે પછી શીતળા છઠ્ઠ, રથ સાતમ, નર્મદા પ્રાકટ્યોત્સવ, ભીષ્માષ્ટમી અને મહાનંદા નોમ રહેશે. આ સપ્તાહના છેલ્લાં દિવસોમાં ગુપ્ત નવરાત્રિ પણ પૂર્ણ થઇ જશે.
જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. 19 જાન્યુઆરીથી અસ્ત ચાલી રહેલો ગુરુ ગ્રહ વસંત પંચમીએ સવારે ઉદય થઇ જશે. તેના થોડા સમય પછી શુક્ર અસ્ત થઇ જશે. ત્યાં જ, 20 તારીખે શુક્ર મકર રાશિમાથી કુંભ રાશિમાં જતો રહેશે. ત્યાં જ, સપ્તાહના છેલ્લા દિવસોમાં મંગળ વૃષભ રાશિમાં આવી જશે. આ દિવસે બુધ પણ મકર રાશિમાં સીધી ચાલથી ચાલવા લાગશે. સપ્તાહના છેલ્લાં દિવસોમાં પ્રોપર્ટી અને વાહન ખરીદદારીનું વિશેષ મુહૂર્ત છે. સાથે જ, 2 સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ પણ રહેશે. ત્યાં જ, 4 દિવસ રવિયોગ રહેશે.
15 થી 21 ફેબ્રુઆરીનું પંચાંગઃ-
તારીખ અને વાર- તિથિઓ- વ્રત-તહેવાર
15 ફેબ્રુઆરી, સોમવાર - મહા સુદ પક્ષ, ચોથ, તલચોથ
16 ફેબ્રુઆરી, મંગળવાર- મહા સુદ પક્ષ, પંચમી, વસંત પંચમી
17 ફેબ્રુઆરી, બુધવાર - મહા સુદ પક્ષ, છઠ્ઠ, શીતળા છઠ્ઠ
18 ફેબ્રુઆરી, ગુરુવાર - મહા સુદ પક્ષ, છઠ્ઠ
19 ફેબ્રુઆરી, શુક્રવાર - મહા સુદ પક્ષ, સાતમ, રથ સાતમ, નર્મદા પ્રાકટ્યોત્સવ
20 ફેબ્રુઆરી, શનિવાર - મહા સુદ પક્ષ, આઠમ, ભીષ્માષ્ટમી
21 ફેબ્રુઆરી, રવિવાર - મહા સુદ પક્ષ, નોમ, મહાનંદા નવમી, ગુપ્ત નવરાત્રિ પૂર્ણ
જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-
15 ફેબ્રુઆરી, સોમવાર - રવિયોગ 16 ફેબ્રુઆરી, મંગળવાર- - સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને રવિયોગ, ગુરુ ઉદય, શુક્ર અસ્ત 17 ફેબ્રુઆરી, બુધવાર - રવિયોગ 20 ફેબ્રુઆરી, શનિવાર - સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગ, શુક્રનો કુંભમાં પ્રવેશ 21 ફેબ્રુઆરી, રવિવાર - રવિયોગ, મંગળ વૃષભ રાશિમાં અને બુધ મકર રાશિમાં માર્ગી
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.