• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Hindu Calendar 14 To 20 June 2021 Panchang: June 3rd Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

સાપ્તાહિક પંચાંગ:14 થી 20 જૂન સુધી તિથિ-તહેવારના ચાર દિવસ, મિથુન સંક્રાંતિ અને ગંગા દશેરા જેવા પર્વ પણ આ સપ્તાહ ઊજવાશે

4 મહિનો પહેલા
  • આ સપ્તાહ સૂર્યના રાશિ પરિવર્તન સાથે શરૂ થશે, ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 5 શુભ મુહૂર્ત રહેશે

14 થી 20 જૂન સુધી વ્રત અને પર્વ માટે 4 દિવસ રહેશે. આ સપ્તાહની શરૂઆત સોમવાર એટલે આજે વિનાયક ચોથ દ્વારા થઈ રહી છે. આ દિવસે સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે ગણેશજીની પૂજા સાથે વ્રત કરવામાં આવે છે અને રાતે ચંદ્રને અર્ઘ્ય આપીને આ વ્રત ખોલવામાં આવે છે. તેના પછીના દિવસે મિથુન સંક્રાંતિ પર્વ રહેશે. એટલે 15 જૂનના રોજ સૂર્યના મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે સૂર્ય પૂજા સાથે જ તીર્થ સ્નાન-દાન અને પિતૃઓ માટે શ્રાદ્ધ કરવાની પરંપરા છે. આવું કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે. તે પછી સપ્તાહના છેલ્લાં બે દિવસમાં મહેશ નોમ અને ગાયત્રી જયંતિ ઊજવાશે. આ સપ્તાહના છેલ્લાં દિવસે ગંગા દશેરા પણ ઊજવવામાં આવશે. જ્યોતિષીય દૃષ્ટિએ જોવામાં આવે તો આ સપ્તાહ ખાસ રહેશે. આ દિવસોમાં સૂર્યનું રાશિ પરિવર્તન થશે. બુધ ગ્રહ અસ્ત થવાની સાથે જ વક્રી ચાલ ચાલશે. સાથે જ આ સપ્તાહ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 5 શુભ મુહૂર્ત પણ રહેશે. જેમાં 2 સર્વાર્થસિદ્ધિ અને 4 રવિયોગ રહેશે.

7 થી 13 જૂન સુધીનું પંચાંગઃ-

તારીખ અને વારતિથિવ્રત-તહેવાર
14 જૂન, સોમવારજેઠ સુદ પક્ષ, ચોથવિનાયક ચોથ
15 જૂન, મંગળવારજેઠ સુદ પક્ષ, પાંચમમિથુન સંક્રાંતિ
16 જૂન, બુધવારજેઠ સુદ પક્ષ, છઠ્ઠ
17 જૂન, ગુરુવારજેઠ સુદ પક્ષ, સાતમ
18 જૂન, શુક્રવારજેઠ સુદ પક્ષ, આઠમ
19 જૂન, શનિવારજેઠ સુદ પક્ષ, નોમમહેશ નોમ
20 જૂન, રવિવારજેઠ સુદ પક્ષ, દસમગંગા દશેરા

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

14 જૂન, સોમવાર- સર્વાર્થસિદ્ધિ અને રવિયોગ

15 જૂન, મંગળવાર- સર્વાર્થસિદ્ધિ યોગ અને સૂર્યનું રાશિ પરિવર્તન

16 જૂન, બુધવાર- રવિયોગ

19 જૂન, શનિવાર- રવિયોગ

20 જૂન, રવિવાર- રવિયોગ